الفاتحة
ગુજરાતી Translation with Arabic Quran Text
Previous Surah
Next Surah
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. | بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ. ﴿1﴾ |
| 2 ૨. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે. | ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿2﴾ |
| 3 ૩. (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). | ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ. ﴿3﴾ |
| 4 ૪. બદલાના દિવસ (કયામત) નો માલિક છે. | مَٰلِكِ يَوْمِ ٱلدِّينِ. ﴿4﴾ |
| 5 ૫. અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ. | إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ. ﴿5﴾ |
| 6 ૬. અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. | ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ. ﴿6﴾ |
| 7 ૭. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. | صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَ. ﴿7﴾ |