Loading date... | Loading Hijri date... | Loading time...

العاديات

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય. وَٱلْعَٰدِيَٰتِ ضَبْحًۭا. ﴿1﴾
2 ૨. પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે. فَٱلْمُورِيَٰتِ قَدْحًۭا. ﴿2﴾
3 ૩. પછી વહેલી સવારે છાપા મારનારની કસમ! فَٱلْمُغِيرَٰتِ صُبْحًۭا. ﴿3﴾
4 ૪. બસ! તે વખતે ધુળ ઉડાવે છે. فَأَثَرْنَ بِهِۦ نَقْعًۭا. ﴿4﴾
5 ૫. પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે. فَوَسَطْنَ بِهِۦ جَمْعًا. ﴿5﴾
6 ૬. ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે. إِنَّ ٱلْإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌۭ. ﴿6﴾
7 ૭. અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે. وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌۭ. ﴿7﴾
8 ૮. તે માલના મોંહમાં સખત પડ્યો છે. وَإِنَّهُۥ لِحُبِّ ٱلْخَيْرِ لَشَدِيدٌ. ﴿8﴾
9 ૯. શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે. ۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِى ٱلْقُبُورِ. ﴿9﴾
10 ૧૦. અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે. وَحُصِّلَ مَا فِى ٱلصُّدُورِ. ﴿10﴾
11 ૧૧. તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે. إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍۢ لَّخَبِيرٌۢ. ﴿11﴾