Loading date... | Loading Hijri date... | Loading time...

القارعة

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. ખટખટાવી નાખનાર. ٱلْقَارِعَةُ. ﴿1﴾
2 ૨. શું છે તે ખટખટાવી નાખનાર. مَا ٱلْقَارِعَةُ. ﴿2﴾
3 ૩. તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે? وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْقَارِعَةُ. ﴿3﴾
4 ૪. જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે. يَوْمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلْفَرَاشِ ٱلْمَبْثُوثِ. ﴿4﴾
5 ૫. અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે. وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ٱلْمَنفُوشِ. ﴿5﴾
6 ૬. પછી જેનું ત્રાજવું ભારે હશે. فَأَمَّا مَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ. ﴿6﴾
7 ૭. તો તેઓ મનપસંદ જીવનમાં હશે. فَهُوَ فِى عِيشَةٍۢ رَّاضِيَةٍۢ. ﴿7﴾
8 ૮. અને જેનું પલડું હલકું હશે. وَأَمَّا مَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ. ﴿8﴾
9 ૯. તેમનું ઠેકાણું હાવિયહ છે. فَأُمُّهُۥ هَاوِيَةٌۭ. ﴿9﴾
10 ૧૦. તમને શું ખબર કે તે શું છે? وَمَآ أَدْرَىٰكَ مَا هِيَهْ. ﴿10﴾
11 ૧૧. ભડકે બળતી આગ (છે). نَارٌ حَامِيَةٌۢ. ﴿11﴾