الهمزة
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. વિનાશ છે, તે દરેક લોકો માટે જે લોકોની ખામીઓ કાઢે છે અને મહેણાં-ટોણાં મારે છે. | وَيْلٌۭ لِّكُلِّ هُمَزَةٍۢ لُّمَزَةٍ. ﴿1﴾ |
| 2 ૨. જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું. | ٱلَّذِى جَمَعَ مَالًۭا وَعَدَّدَهُۥ. ﴿2﴾ |
| 3 ૩. તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે. | يَحْسَبُ أَنَّ مَالَهُۥٓ أَخْلَدَهُۥ. ﴿3﴾ |
| 4 ૪. કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે. | كَلَّا ۖ لَيُنۢبَذَنَّ فِى ٱلْحُطَمَةِ. ﴿4﴾ |
| 5 ૫. અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે? | وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحُطَمَةُ. ﴿5﴾ |
| 6 ૬. અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે. | نَارُ ٱللَّهِ ٱلْمُوقَدَةُ. ﴿6﴾ |
| 7 ૭. જે હૃદયો પર ચઢતી જશે. | ٱلَّتِى تَطَّلِعُ عَلَى ٱلْأَفْـِٔدَةِ. ﴿7﴾ |
| 8 ૮. તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે. | إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌۭ. ﴿8﴾ |
| 9 ૯. મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે) | فِى عَمَدٍۢ مُّمَدَّدَةٍۭ. ﴿9﴾ |