الماعون
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે? | أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ. ﴿1﴾ |
| 2 ૨. તે તો છે, જે અનાથને ધક્કા મારે છે, | فَذَٰلِكَ ٱلَّذِى يَدُعُّ ٱلْيَتِيمَ. ﴿2﴾ |
| 3 ૩. અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો. | وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ. ﴿3﴾ |
| 4 ૪. પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે. | فَوَيْلٌۭ لِّلْمُصَلِّينَ. ﴿4﴾ |
| 5 ૫. જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે. | ٱلَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ. ﴿5﴾ |
| 6 ૬. જેઓ દેખાડો કરે છે, | ٱلَّذِينَ هُمْ يُرَآءُونَ. ﴿6﴾ |
| 7 ૭. અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે. | وَيَمْنَعُونَ ٱلْمَاعُونَ. ﴿7﴾ |