Loading date... | Loading Hijri date... | Loading time...

الكهف

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે પોતાના બંદા પર આ કુરઆન ઉતાર્યું અને તેમાં કોઈ પણ પ્રકારની ખામી બાકી નથી રાખી. ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِىٓ أَنزَلَ عَلَىٰ عَبْدِهِ ٱلْكِتَٰبَ وَلَمْ يَجْعَل لَّهُۥ عِوَجَا ۜ. ﴿1﴾
2 ૨. આ સીધો માર્ગ બતાવનાર કિતાબ છે, જેથી લોકોને અલ્લાહના સખત અઝાબથી ડરાવે, અને તે મોમિનનોને જેઓ નેક કાર્યો કરે છે, તેમને ખુશખબરી આપી દે કે તેમના માટે સારો બાદલો છે. قَيِّمًۭا لِّيُنذِرَ بَأْسًۭا شَدِيدًۭا مِّن لَّدُنْهُ وَيُبَشِّرَ ٱلْمُؤْمِنِينَ ٱلَّذِينَ يَعْمَلُونَ ٱلصَّٰلِحَٰتِ أَنَّ لَهُمْ أَجْرًا حَسَنًۭا. ﴿2﴾
3 ૩. જેમાં તેઓ હંમેશા રહેશે. مَّٰكِثِينَ فِيهِ أَبَدًۭا. ﴿3﴾
4 ૪. અને તે લોકોને ડરાવો, જેઓ કહે છે કે અલ્લાહ તઆલાએ કોઈને દીકરો બનાવી લીધો છે. وَيُنذِرَ ٱلَّذِينَ قَالُوا۟ ٱتَّخَذَ ٱللَّهُ وَلَدًۭا. ﴿4﴾
5 ૫. ખરેખર આ વાતનું ન તો તેમને જ્ઞાન છે અને ના તો તેમના પૂર્વજો પણ જાણતા હતા, ઘણી જ સખતા વાત છે, જે તેમના મોઢા માંથી નીકળી રહી છે, જે કઈ તેઓ કહી રહ્યા છે, સ્પષ્ટ જૂઠ વાત કહી રહ્યા છે. مَّا لَهُم بِهِۦ مِنْ عِلْمٍۢ وَلَا لِءَابَآئِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةًۭ تَخْرُجُ مِنْ أَفْوَٰهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًۭا. ﴿5﴾
6 ૬. તમે કદાચ આ કાફીરોની પાછળ પોતાને નષ્ટ કરી દેશો, એ ચિંતાના કારણે આ લોકો આ કુરઆન પર ઈમાન કેમ નથી લાવતા? فَلَعَلَّكَ بَٰخِعٌۭ نَّفْسَكَ عَلَىٰٓ ءَاثَٰرِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا۟ بِهَٰذَا ٱلْحَدِيثِ أَسَفًا. ﴿6﴾
7 ૭. જે કંઈ પણ ધરતી પર છે અમે તેને ધરતીના શણગારનું કારણ બનાવ્યું છે, કે અમે તે લોકોની કસોટી કરીએ કે તેમાંથી કોણ સત્કાર્ય કરનાર છે. إِنَّا جَعَلْنَا مَا عَلَى ٱلْأَرْضِ زِينَةًۭ لَّهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًۭا. ﴿7﴾
8 ૮. જે કંઈ પણ (ધરતી) પર છે અમે તેને એક સપાટ મેદાન કરી દેવાના છે. وَإِنَّا لَجَٰعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًۭا جُرُزًا. ﴿8﴾
9 ૯. શું તમે પોતાના વિચાર પ્રમાણે ગુફા અને વસ્તીવાળાને અમારી નિશાનીઓ માંથી ઘણી અદ્દભુત નિશાની સમજી રહ્યા છો? أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَٰبَ ٱلْكَهْفِ وَٱلرَّقِيمِ كَانُوا۟ مِنْ ءَايَٰتِنَا عَجَبًا. ﴿9﴾
10 ૧૦. તે થોડાંક નવયુવાનોએ જ્યારે ગુફામાં શરણ લીધું, તો દુઆ કરી કે હે અમારા પાલનહાર! અમને તારી પાસેથી રહેમત આપ અને આ વિશે તું અમને માર્ગદર્શન આપ. إِذْ أَوَى ٱلْفِتْيَةُ إِلَى ٱلْكَهْفِ فَقَالُوا۟ رَبَّنَآ ءَاتِنَا مِن لَّدُنكَ رَحْمَةًۭ وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًۭا. ﴿10﴾
11 ૧૧. બસ! અમે ગણતરીના કેટલાય વર્ષો સુધી તે જ ગુફામાં તેમના કાન પર પરદા નાંખી દીધા. فَضَرَبْنَا عَلَىٰٓ ءَاذَانِهِمْ فِى ٱلْكَهْفِ سِنِينَ عَدَدًۭا. ﴿11﴾
12 ૧૨. પછી અમે તે લોકોને ઊભા કર્યા કે અમે જાણી લઇએ કે બન્ને જૂથ માંથી તે ઘણાં વર્ષ, જે તે લોકોએ પસાર કર્યા, કોને વધારે યાદ છે. ثُمَّ بَعَثْنَٰهُمْ لِنَعْلَمَ أَىُّ ٱلْحِزْبَيْنِ أَحْصَىٰ لِمَا لَبِثُوٓا۟ أَمَدًۭا. ﴿12﴾
13 ૧૩. અમે તે લોકોનો સાચો કિસ્સો તમારી સમક્ષ વર્ણન કરી રહ્યા છે એ કે થોડાંક નવયુવાન પોતાના પાલનહાર ઉપર ઇમાન લાવ્યા હતા અને અમે તેમના સત્ય માર્ગદર્શનમાં વધારો કર્યો હતો. نَّحْنُ نَقُصُّ عَلَيْكَ نَبَأَهُم بِٱلْحَقِّ ۚ إِنَّهُمْ فِتْيَةٌ ءَامَنُوا۟ بِرَبِّهِمْ وَزِدْنَٰهُمْ هُدًۭى. ﴿13﴾
14 ૧૪. અમે તેમના દિલોને મજબૂત કરી દીધા હતા, જ્યારે આ લોકો ઊભા થયા અને કહેવા લાગ્યા કે હે અમારા પાલનહાર! તું તે જ છે, જે આકાશો અને ધરતીનો પાલનહાર છે, અમે તેને છોડીને બીજા કોઈ ઇલાહને નહી પોકારીએ, જો આવું કર્યું તો અમે અત્યંત ખોટી વાત કરનારા છે. وَرَبَطْنَا عَلَىٰ قُلُوبِهِمْ إِذْ قَامُوا۟ فَقَالُوا۟ رَبُّنَا رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ لَن نَّدْعُوَا۟ مِن دُونِهِۦٓ إِلَٰهًۭا ۖ لَّقَدْ قُلْنَآ إِذًۭا شَطَطًا. ﴿14﴾
15 ૧૫. (પછી અંદરો અંદર વાતચીત કરવા લાગ્યા) કે આ આપણી કોમનાં લોકો, જેમણે તે (અલ્લાહ)ને છોડીને અન્યને ઇલાહ બનાવી રાખ્યા છે, આ લોકો તેમના ઇલાહ હોવાની સ્પષ્ટ દલીલ લાવતા કેમ નથી? તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ પર આરોપ મૂકે? هَٰٓؤُلَآءِ قَوْمُنَا ٱتَّخَذُوا۟ مِن دُونِهِۦٓ ءَالِهَةًۭ ۖ لَّوْلَا يَأْتُونَ عَلَيْهِم بِسُلْطَٰنٍۭ بَيِّنٍۢ ۖ فَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًۭا. ﴿15﴾
16 ૧૬. હવે જ્યારે તમે તે લોકોથી અને તેમના તે ઇલાહથી, જેમને આ લોકો પોકારી રહ્યા છે, અળગા જ થઇ ગયા તો આવો આપણે કોઈ ગુફામાં જતા રહીએ, તમારો પાલનહાર તમારા પર પોતાની કૃપા કરશે અને તમારા માટે તમારા કામને સરળ બનાવશે. وَإِذِ ٱعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا ٱللَّهَ فَأْوُۥٓا۟ إِلَى ٱلْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِۦ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًۭا. ﴿16﴾
17 ૧૭. તમે જોશો કે જ્યારે સૂર્ય ઉગતો તો તેમની ગુફાની જમણી બાજુથી હટે છે, અને જ્યારે સૂર્ય ડૂબે તો ગુફાની ડાબી બાજુથી આથમતો, અને તે લોકો ગુફાની પહોળી જગ્યાએ સૂતા રહ્યા, આ અલ્લાહની નિશાનીઓ માંથી એક નિશાની છે, જેને અલ્લાહ હિદાયત આપી દે તો તે જ હિદાયત પ્રાપ્ત કરી શકે છે, અને જેને તે ગુમરાહ કરી દે તો તમે તેના માટે કોઈ એવો મદદગાર નહીં જુઓ, જે તેને સાચા માર્ગ પર લાવી શકે. ۞ وَتَرَى ٱلشَّمْسَ إِذَا طَلَعَت تَّزَٰوَرُ عَن كَهْفِهِمْ ذَاتَ ٱلْيَمِينِ وَإِذَا غَرَبَت تَّقْرِضُهُمْ ذَاتَ ٱلشِّمَالِ وَهُمْ فِى فَجْوَةٍۢ مِّنْهُ ۚ ذَٰلِكَ مِنْ ءَايَٰتِ ٱللَّهِ ۗ مَن يَهْدِ ٱللَّهُ فَهُوَ ٱلْمُهْتَدِ ۖ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُۥ وَلِيًّۭا مُّرْشِدًۭا. ﴿17﴾
18 ૧૮. (અને હે સંબોધિત વ્યક્તિ જ્યારે તું તેમને જોતો) તમને એવું લાગતું કે તેઓ જાગે છે, જો કે તેઓ સૂતેલા હતા, અમે પોતે તેઓને ડાબી, જમણી બાજુ પડખું આપતા હતા, તેમનું કૂતરું પણ કિનારા પર હાથ ફેલાવી બેસેલું હતું, જો તમે તેમને ડોકિયું કરી જોવા ઇચ્છતા તો જરૂર પાછા ફરીને ભાગી જતા અને તેમના ભયથી તમારા પર ડર છવાઇ જતો. وَتَحْسَبُهُمْ أَيْقَاظًۭا وَهُمْ رُقُودٌۭ ۚ وَنُقَلِّبُهُمْ ذَاتَ ٱلْيَمِينِ وَذَاتَ ٱلشِّمَالِ ۖ وَكَلْبُهُم بَٰسِطٌۭ ذِرَاعَيْهِ بِٱلْوَصِيدِ ۚ لَوِ ٱطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًۭا وَلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًۭا. ﴿18﴾
19 ૧૯. આવી જ રીતે અમે તેમને જગાડી દીધા કે એકબીજાને પૂછી લે, એક કહેવાવાળાએ કહ્યું, કે કેમ ભાઇ તમે કેટલો સમય રોકાયા? તેમણે જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછો સમય. અને કેટલાકે જવાબ આપ્યો કે તેનું જ્ઞાન તો ફક્ત અલ્લાહ પાસે જ છે કે તમે કેટલો સમય આ સ્થિતિમાં જ રહ્યા, હવે તમે એવું કરો કે તમે પોતાના માંથી કોઈને પોતાની આ ચાંદી આપી શહેરમાં મોકલો, તે સમજી લેશે કે શહેરનો કેવો ખોરાક પવિત્ર છે, પછી તેમાંથી જ તમારા માટે ખોરાક લઇને આવે અને તે ખૂબ જ ધ્યાન રાખી અને નમ્રતા દાખવે અને કોઈને પણ તમારી જાણ ન થવા દે. وَكَذَٰلِكَ بَعَثْنَٰهُمْ لِيَتَسَآءَلُوا۟ بَيْنَهُمْ ۚ قَالَ قَآئِلٌۭ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ ۖ قَالُوا۟ لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍۢ ۚ قَالُوا۟ رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَٱبْعَثُوٓا۟ أَحَدَكُم بِوَرِقِكُمْ هَٰذِهِۦٓ إِلَى ٱلْمَدِينَةِ فَلْيَنظُرْ أَيُّهَآ أَزْكَىٰ طَعَامًۭا فَلْيَأْتِكُم بِرِزْقٍۢ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا. ﴿19﴾
20 ૨૦. કારણકે જો તેમનું તમારા પર પ્રભુત્વ ચાલી ગયું, તો તમને પથ્થરો મારી મારીને નષ્ટ કરી દેશે, અથવા તમને પાછા પોતાના દીનમાં ફેરવી નાંખશે અને પછી તમે કયારેય સફળ નહીં થઇ શકો. إِنَّهُمْ إِن يَظْهَرُوا۟ عَلَيْكُمْ يَرْجُمُوكُمْ أَوْ يُعِيدُوكُمْ فِى مِلَّتِهِمْ وَلَن تُفْلِحُوٓا۟ إِذًا أَبَدًۭا. ﴿20﴾
21 ૨૧. અમે આવી રીતે લોકોને તેમની સ્થિતિની જાણ કરી દીધી કે તેઓ જાણી લે કે અલ્લાહનું વચન સાચું છે અને કયામત (આવવામાં) કોઈ શંકા નથી, જ્યારે તેઓ તે નવયુવાનો વિશે વિવાદ કરી રહ્યા હતા, કહેવા લાગ્યા તેમની ગુફા પર એક ઇમારત બનાવી લો, તેમનો પાલનહાર જ તેમની સ્થિતિને વધારે સારી રીતે જાણે છે, જે લોકોએ તેમના વિશે વિજય મેળવ્યો, તેઓ કહેવા લાગ્યા કે અમે તો તેમની આજુબાજુ મસ્જિદ બનાવી લઇશું. وَكَذَٰلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوٓا۟ أَنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّۭ وَأَنَّ ٱلسَّاعَةَ لَا رَيْبَ فِيهَآ إِذْ يَتَنَٰزَعُونَ بَيْنَهُمْ أَمْرَهُمْ ۖ فَقَالُوا۟ ٱبْنُوا۟ عَلَيْهِم بُنْيَٰنًۭا ۖ رَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ ٱلَّذِينَ غَلَبُوا۟ عَلَىٰٓ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًۭا. ﴿21﴾
22 ૨૨. પછી થોડાંક લોકો કહેશે કે કહફવાળાઓ ત્રણ હતા અને ચોથું તેમનું કૂતરું હતું, કેટલાક કહેશે કે પાંચ હતા અને છઠ્ઠું તેમનું કૂતરું હતું, આ બધા અંદાજો લગાવી વાત કરી રહ્યા છે, થોડાંક લોકો કહેશે કે તે સાત હતા અને આઠમું તેમનું કૂતરું હતું, તમે તેમને કહી દો કે મારો પાલનહાર તેમની સંખ્યાને ખૂબ સારી રીતે જાણે છે, તેમને ઘણા ઓછા લોકો જાણે છે. બસ! તમે તેમના વિશે ફકત ઉપરછલ્લી વાતો કરો અને તેના વિશે કોઈને કઈ પણ ન પૂછશો. سَيَقُولُونَ ثَلَٰثَةٌۭ رَّابِعُهُمْ كَلْبُهُمْ وَيَقُولُونَ خَمْسَةٌۭ سَادِسُهُمْ كَلْبُهُمْ رَجْمًۢا بِٱلْغَيْبِ ۖ وَيَقُولُونَ سَبْعَةٌۭ وَثَامِنُهُمْ كَلْبُهُمْ ۚ قُل رَّبِّىٓ أَعْلَمُ بِعِدَّتِهِم مَّا يَعْلَمُهُمْ إِلَّا قَلِيلٌۭ ۗ فَلَا تُمَارِ فِيهِمْ إِلَّا مِرَآءًۭ ظَٰهِرًۭا وَلَا تَسْتَفْتِ فِيهِم مِّنْهُمْ أَحَدًۭا. ﴿22﴾
23 ૨૩. અને ક્યારેય કોઈ કાર્ય વિશે એવું ન કહેશો કે હું તેને આવતીકાલે કરીશ. وَلَا تَقُولَنَّ لِشَا۟ىْءٍ إِنِّى فَاعِلٌۭ ذَٰلِكَ غَدًا. ﴿23﴾
24 ૨૪. પરંતુ સાથે સાથે “ઇન્ શાઅ અલ્લાહ” કહી દેજો અને જ્યારે પણ ભૂલી જાવ, પોતાના પાલનહારને યાદ કરી લેજો અને કહેતા રહેજો કે મને આશા છે કે મારો પાલનહાર મને આના કરતા પણ વધારે સત્યમાર્ગનું માર્ગદર્શન આપશે. إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ ۚ وَٱذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰٓ أَن يَهْدِيَنِ رَبِّى لِأَقْرَبَ مِنْ هَٰذَا رَشَدًۭا. ﴿24﴾
25 ૨૫. તે લોકો ગુફામાં ત્રણસો વર્ષ સુધી રહ્યા અને નવ વર્ષ વધારે. وَلَبِثُوا۟ فِى كَهْفِهِمْ ثَلَٰثَ مِا۟ئَةٍۢ سِنِينَ وَٱزْدَادُوا۟ تِسْعًۭا. ﴿25﴾
26 ૨૬. તમે તેમને કહી દો કે અલ્લાહ જ તેમના રોકાઇ રહેવાના સમયગાળાને સારી રીતે જાણે છે. આકાશો અને ધરતીનું અદૃશ્યનુ જ્ઞાન ફકત તે જ જાણે છે. તે બધું જ જોવાવાળો અને બધું જ સાંભળવાવાળો છે, અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર કોઈ નથી, અલ્લાહ તઆલા પોતાના આદેશમાં કોઈને ભાગીદાર નથી બનાવતો. قُلِ ٱللَّهُ أَعْلَمُ بِمَا لَبِثُوا۟ ۖ لَهُۥ غَيْبُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ أَبْصِرْ بِهِۦ وَأَسْمِعْ ۚ مَا لَهُم مِّن دُونِهِۦ مِن وَلِىٍّۢ وَلَا يُشْرِكُ فِى حُكْمِهِۦٓ أَحَدًۭا. ﴿26﴾
27 ૨૭. (હે નબી!) જે કઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી કિતાબમાં વહી કરવામાં આવે છે, તે તેમને પઢી સંભળાવી દો, તેની વાતોને કોઈ બદલી શકતું નથી, (અને જો કોઈ એવું કરે તો) તમે અલ્લાહના સિવાય તેના માટે કોઈ શરણની જગ્યા નહીં જુઓ. وَٱتْلُ مَآ أُوحِىَ إِلَيْكَ مِن كِتَابِ رَبِّكَ ۖ لَا مُبَدِّلَ لِكَلِمَٰتِهِۦ وَلَن تَجِدَ مِن دُونِهِۦ مُلْتَحَدًۭا. ﴿27﴾
28 ૨૮. અને તમે તે લોકો સાથે જ રહો જેઓ પોતાના પાલનહારને સવાર-સાંજ પોકારે છે અને તેની ખુશી પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે, ખબરદાર! તમારી નજર તે લોકોથી હઠવી ન જોઇએ કે દુનિયાના જીવનના ઠાઠ-માઠ માં લાગી જાઓ, ન તો તે વ્યક્તિનું કહ્યું માનશો, જેનું દિલ અમે અમારા નામનાં ઝિકરથી ગાફેલ કરી દીધું છે, તે પોતાની મનેચ્છાઓની પાછળ ચાલે છે, અને જેનું કાર્ય હદ વટાવી ગયું છે. وَٱصْبِرْ نَفْسَكَ مَعَ ٱلَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِٱلْغَدَوٰةِ وَٱلْعَشِىِّ يُرِيدُونَ وَجْهَهُۥ ۖ وَلَا تَعْدُ عَيْنَاكَ عَنْهُمْ تُرِيدُ زِينَةَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ وَلَا تُطِعْ مَنْ أَغْفَلْنَا قَلْبَهُۥ عَن ذِكْرِنَا وَٱتَّبَعَ هَوَىٰهُ وَكَانَ أَمْرُهُۥ فُرُطًۭا. ﴿28﴾
29 ૨૯. તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી ગ છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે, અમે જાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી રાખી છે, જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે, જો તેઓ પાણી ઇચ્છશે તો તેમને તે પાણી આપવામાં આવશે. જે ઓગળેલા તાંબાની જેમ ગરમ ગરમ હશે, જે તેમના ચહેરાઓને બાળી નાખશે, ખૂબ જ ખરાબ છે તે પીણું, અને અત્યંત ખરાબ ઠેકાણું (જહન્નમ) છે. وَقُلِ ٱلْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَآءَ فَلْيُؤْمِن وَمَن شَآءَ فَلْيَكْفُرْ ۚ إِنَّآ أَعْتَدْنَا لِلظَّٰلِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ۚ وَإِن يَسْتَغِيثُوا۟ يُغَاثُوا۟ بِمَآءٍۢ كَٱلْمُهْلِ يَشْوِى ٱلْوُجُوهَ ۚ بِئْسَ ٱلشَّرَابُ وَسَآءَتْ مُرْتَفَقًا. ﴿29﴾
30 ૩૦. નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્ય કરતા રહ્યા, તો અમે કોઈ સદાચારીના કર્મના વળતરને વ્યર્થ નથી કરતા. إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ إِنَّا لَا نُضِيعُ أَجْرَ مَنْ أَحْسَنَ عَمَلًا. ﴿30﴾
31 ૩૧. આ તે લોકો જ છે, જેમના માટે હંમેશા બાકી રહેવાવાળા બગીચાઓ છે, જેની નીચેથી નહેરો વહી રહી હશે, ત્યાં તેમને સોનાની બંગડીઓ પહેરાવવામાં આવશે અને લીલા રંગના મુલાયમ, પાતળાં અને જાડાં રેશમી પોશાક પહેરશે, ત્યાં આસનો પર તકિયા લગાવી બેઠા હશે, કેટલું સુંદર વળતર છે અને કેવી આરામ કરવાની શ્રેષ્ઠ જગ્યા છે, أُو۟لَٰٓئِكَ لَهُمْ جَنَّٰتُ عَدْنٍۢ تَجْرِى مِن تَحْتِهِمُ ٱلْأَنْهَٰرُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍۢ وَيَلْبَسُونَ ثِيَابًا خُضْرًۭا مِّن سُندُسٍۢ وَإِسْتَبْرَقٍۢ مُّتَّكِـِٔينَ فِيهَا عَلَى ٱلْأَرَآئِكِ ۚ نِعْمَ ٱلثَّوَابُ وَحَسُنَتْ مُرْتَفَقًۭا. ﴿31﴾
32 ૩૨. તમે તેમને તે બન્ને વ્યક્તિઓનું ઉદાહરણ પણ આપી દો, જેમાંથી એકને અમે બે દ્રાક્ષના બગીચાઓ આપ્યા હતા અને તેની સીમાઓને અમે ખજૂરોના વૃક્ષો વડે ઘેરી રાખી હતી અને તે બન્નેની વચ્ચે ખેતી ઉપજાવી રાખી હતી. ۞ وَٱضْرِبْ لَهُم مَّثَلًۭا رَّجُلَيْنِ جَعَلْنَا لِأَحَدِهِمَا جَنَّتَيْنِ مِنْ أَعْنَٰبٍۢ وَحَفَفْنَٰهُمَا بِنَخْلٍۢ وَجَعَلْنَا بَيْنَهُمَا زَرْعًۭا. ﴿32﴾
33 ૩૩. બન્ને બગીચાઓએ ખૂબ જ ફળો આપ્યા, અને તેમાં કોઇ પણ પ્રકારની કમી ન રહી અને અમે તે બગીચાઓ વચ્ચે નહેર વહાવી રાખી હતી. كِلْتَا ٱلْجَنَّتَيْنِ ءَاتَتْ أُكُلَهَا وَلَمْ تَظْلِم مِّنْهُ شَيْـًۭٔا ۚ وَفَجَّرْنَا خِلَٰلَهُمَا نَهَرًۭا. ﴿33﴾
34 ૩૪. તેને તે વ્રુક્ષો દ્વારા ખૂબ ફળો મળતા રહ્યા, એક દિવસે તેણે વાત-વાતમાં જ પોતાના મિત્રને કહ્યું કે હું તારા કરતા વધારે ધનવાન છું અને માનવી શક્તિ પણ તારા કરતા વધારે ધરાવું છું. وَكَانَ لَهُۥ ثَمَرٌۭ فَقَالَ لِصَٰحِبِهِۦ وَهُوَ يُحَاوِرُهُۥٓ أَنَا۠ أَكْثَرُ مِنكَ مَالًۭا وَأَعَزُّ نَفَرًۭا. ﴿34﴾
35 ૩૫. અને તે પોતાના બગીચામાં ગયો અને તે પોતાના ઉપર જુલમ કરી રહ્યો હતો, કહેવા લાગ્યો કે હું કલ્પના પણ નથી કરી શકતો કે આ બગીચો ગમે ત્યારે નષ્ટ થઇ શકે છે. وَدَخَلَ جَنَّتَهُۥ وَهُوَ ظَالِمٌۭ لِّنَفْسِهِۦ قَالَ مَآ أَظُنُّ أَن تَبِيدَ هَٰذِهِۦٓ أَبَدًۭا. ﴿35﴾
36 ૩૬. અને હું કયામતના દિવસની પણ કલ્પના નથી કરતો અને જો હું મારા પાલનહાર તરફ ફેરાવવામાં પણ આવ્યો તો પણ મને યકીન છે કે હું આના કરતા પણ વધારે જગ્યા પામીશ. وَمَآ أَظُنُّ ٱلسَّاعَةَ قَآئِمَةًۭ وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّى لَأَجِدَنَّ خَيْرًۭا مِّنْهَا مُنقَلَبًۭا. ﴿36﴾
37 ૩૭. તેના મિત્રએ તેની સાથે વાતચીત કરતા કહ્યું કે શું તું તે (ઇલાહ) નો ઇન્કાર કરે છે જેણે તારું સર્જન માટી વડે કર્યું, પછી ટીપાથી તને સંપૂર્ણ મનુષ્ય બનાવી દીધો. قَالَ لَهُۥ صَاحِبُهُۥ وَهُوَ يُحَاوِرُهُۥٓ أَكَفَرْتَ بِٱلَّذِى خَلَقَكَ مِن تُرَابٍۢ ثُمَّ مِن نُّطْفَةٍۢ ثُمَّ سَوَّىٰكَ رَجُلًۭا. ﴿37﴾
38 ૩૮. પરંતુ મારું તો યકીન છે કે તે જ અલ્લાહ મારો પાલનહાર છે, હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર નહીં ઠેરાવું. لَّٰكِنَّا۠ هُوَ ٱللَّهُ رَبِّى وَلَآ أُشْرِكُ بِرَبِّىٓ أَحَدًۭا. ﴿38﴾
39 ૩૯. અને જ્યારે તું પોતાના બગીચામાં દાખલ થયો તો એમ કેમ ના કહ્યું કે મા શાઅ અલ્લાહ લા કુવ્વત ઇલ્લા બિલ્લાહિ (જે અલ્લાહ જે ઇચ્છે છે તે જ થવાનું છે, અલ્લાહની મદદ વગર કોઈની તાકાત નથી,) જો તું મને ધન અને સંતાનમાં પોતાનાથી તુચ્છ સમજી રહ્યો છે, وَلَوْلَآ إِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَآءَ ٱللَّهُ لَا قُوَّةَ إِلَّا بِٱللَّهِ ۚ إِن تَرَنِ أَنَا۠ أَقَلَّ مِنكَ مَالًۭا وَوَلَدًۭا. ﴿39﴾
40 ૪૦. શક્ય છે કે મારો પાલનહાર મને તારા તે બગીચા કરતા પણ વધારે સારો બાગ આપી દે અને તારા બગીચા પર આકાશ માંથી કોઈ સંકટ મોકલી દે તો આ બગીચો સપાટ મેદાન થઇ જશે. فَعَسَىٰ رَبِّىٓ أَن يُؤْتِيَنِ خَيْرًۭا مِّن جَنَّتِكَ وَيُرْسِلَ عَلَيْهَا حُسْبَانًۭا مِّنَ ٱلسَّمَآءِ فَتُصْبِحَ صَعِيدًۭا زَلَقًا. ﴿40﴾
41 ૪૧. અથવા તેનું પાણી ઊડુ જતું રહે અને તું પાણી કાઢી પણ ન શકે. أَوْ يُصْبِحَ مَآؤُهَا غَوْرًۭا فَلَن تَسْتَطِيعَ لَهُۥ طَلَبًۭا. ﴿41﴾
42 ૪૨. (છેવટે એવું થયું કે) બગીચાના (બધા) ફળોને અઝાબે ઘેરાવમાં લઇ લીધા, અને જે કઈ તે બગીચા પાછળ ખર્ચ કરી ચુક્યો હતો, તેના પર પોતાના બન્ને હાથ રગળતો રહ્યો, તે બગીચો નષ્ટ થઇ ગયો હતો, તે વ્યક્તિ એવું કહી રહ્યો હતો કે, કાશ! હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરાવતો. وَأُحِيطَ بِثَمَرِهِۦ فَأَصْبَحَ يُقَلِّبُ كَفَّيْهِ عَلَىٰ مَآ أَنفَقَ فِيهَا وَهِىَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَيَقُولُ يَٰلَيْتَنِى لَمْ أُشْرِكْ بِرَبِّىٓ أَحَدًۭا. ﴿42﴾
43 ૪૩. અલ્લાહ સિવાય કોઈ જૂથ તેની મદદ કરવા માટે ન આવ્યું,અને ન તો તે પોતે તે સંકટનો મુકાબલો કરી શક્યો. وَلَمْ تَكُن لَّهُۥ فِئَةٌۭ يَنصُرُونَهُۥ مِن دُونِ ٱللَّهِ وَمَا كَانَ مُنتَصِرًا. ﴿43﴾
44 ૪૪. હવે તેને ખબર પડી કે સંપૂર્ણ અધિકાર તો અલ્લાહને જ છે, તે જ સારૂ વળતર આપનાર અને સારૂ પરિણામ દેખાડવાવાળો છે. هُنَالِكَ ٱلْوَلَٰيَةُ لِلَّهِ ٱلْحَقِّ ۚ هُوَ خَيْرٌۭ ثَوَابًۭا وَخَيْرٌ عُقْبًۭا. ﴿44﴾
45 ૪૫. તેમની સમક્ષ દુનિયાના જીવનનું ઉદાહરણ વર્ણવો, જેવું કે અમે આકાશ માંથી પાણી વરસાવ્યું જેના કારણે ધરતીની ઉપજો ખૂબ સારી થઇ, ફરી તે જ ઉપજો એવું ભૂસું બની ગઈ જેને હવાઓ ઉડાવી લઇ જાય છે. અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે. وَٱضْرِبْ لَهُم مَّثَلَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا كَمَآءٍ أَنزَلْنَٰهُ مِنَ ٱلسَّمَآءِ فَٱخْتَلَطَ بِهِۦ نَبَاتُ ٱلْأَرْضِ فَأَصْبَحَ هَشِيمًۭا تَذْرُوهُ ٱلرِّيَٰحُ ۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ مُّقْتَدِرًا. ﴿45﴾
46 ૪૬. ધન અને સંતાન તો દુનિયાનો શણગાર છે અને બાકી રહેવાવાળા સત્કાર્યો, તારા પાલનહારની નજીક બદલા અને સારી આશા માટે ઉત્તમ છે. ٱلْمَالُ وَٱلْبَنُونَ زِينَةُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ وَٱلْبَٰقِيَٰتُ ٱلصَّٰلِحَٰتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًۭا وَخَيْرٌ أَمَلًۭا. ﴿46﴾
47 ૪૭. અને જે દિવસે અમે પર્વતોને ચલાવીશું અને ધરતીને તમે સપાટ, ખુલ્લી જોશો અને દરેક લોકોને એકઠાં કરીશું, તે લોકો માંથી એકને પણ બાકી નહીં છોડીએ. وَيَوْمَ نُسَيِّرُ ٱلْجِبَالَ وَتَرَى ٱلْأَرْضَ بَارِزَةًۭ وَحَشَرْنَٰهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ أَحَدًۭا. ﴿47﴾
48 ૪૮. અને દરેક લોકો તમારા પાલનહાર સમક્ષ લાઇનબંધ હાજર કરવામાં આવશે, (તો અલ્લાહ તઆલા તેમને કહેશે) નિ:શંક તમે અમારી પાસે એવી જ રીતે આવ્યા જેવી રીતે અમે તમારું પ્રથમ વખત સર્જન કર્યું હતું. પરંતુ તમે તો તે કલ્પના માંજ રહ્યા કે અમે ક્યારેય તમારા માટે કોઈ વચનનો સમય નક્કી નહીં કરીએ. وَعُرِضُوا۟ عَلَىٰ رَبِّكَ صَفًّۭا لَّقَدْ جِئْتُمُونَا كَمَا خَلَقْنَٰكُمْ أَوَّلَ مَرَّةٍۭ ۚ بَلْ زَعَمْتُمْ أَلَّن نَّجْعَلَ لَكُم مَّوْعِدًۭا. ﴿48﴾
49 ૪૯. અને કર્મનોંધ દરેકની સામે મૂકી દેવામાં આવશે, બસ! તમે પાપી લોકોને જોશો કે તેના લખાણથી ભયભીત થઇ રહ્યા હશે અને કહી રહ્યા હશે કે હાય! અમારી ખરાબી આ કેવું પુસ્તક છે? આ પુસ્તકે તો ન તો કોઈ નાની વાત છોડી છે અને ન તો કોઈ મોટી વાત, અને જે કંઈ તે લોકોએ કર્યું હતું બધું જ તેમાં હશે. અને તમારો પાલનહાર કોઈના પર (કણ બરાબર) જુલમ નહીં કરે. وَوُضِعَ ٱلْكِتَٰبُ فَتَرَى ٱلْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَٰوَيْلَتَنَا مَالِ هَٰذَا ٱلْكِتَٰبِ لَا يُغَادِرُ صَغِيرَةًۭ وَلَا كَبِيرَةً إِلَّآ أَحْصَىٰهَا ۚ وَوَجَدُوا۟ مَا عَمِلُوا۟ حَاضِرًۭا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًۭا. ﴿49﴾
50 ૫૦. અને (તે કિસ્સો યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે તમે આદમને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ સિજદો કર્યો,તે જિન્નાતો માંથી હતો, એટલે તેણે પોતાના પાલનહારનું કહ્યું ન માન્યું, તો પણ તમે મને છોડીને તેને અને તેના સંતાનને પોતાનો મિત્ર બનાવી રહ્યા છો? જો કે તે તમારા બધાનો દુશ્મન છે, આવા કેવો ખરાબ નિર્ણય છે, જેને જાલિમ લોકો અપનાવી રહ્યા છે. وَإِذْ قُلْنَا لِلْمَلَٰٓئِكَةِ ٱسْجُدُوا۟ لِءَادَمَ فَسَجَدُوٓا۟ إِلَّآ إِبْلِيسَ كَانَ مِنَ ٱلْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِۦٓ ۗ أَفَتَتَّخِذُونَهُۥ وَذُرِّيَّتَهُۥٓ أَوْلِيَآءَ مِن دُونِى وَهُمْ لَكُمْ عَدُوٌّۢ ۚ بِئْسَ لِلظَّٰلِمِينَ بَدَلًۭا. ﴿50﴾
51 ૫૧. મેં તે લોકોને ન તો તે સમયે ગવાહ બનાવ્યા હતા, જ્યારે આકાશો અને ધરતીનું સર્જન કર્યું હતું અને ના તો તે સમયે જ્યારે તેમને પેદા કરવામાં આવ્યા હતા, હું ગુમરાહ કરવાવાળાઓને પોતાનો મદદગાર બનાવનાર નથી. ۞ مَّآ أَشْهَدتُّهُمْ خَلْقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَلَا خَلْقَ أَنفُسِهِمْ وَمَا كُنتُ مُتَّخِذَ ٱلْمُضِلِّينَ عَضُدًۭا. ﴿51﴾
52 ૫૨. અને જે દિવસે અલ્લાહ તઆલા (મુશરિક લોકોને) કહેશે કે તમારા વિચાર પ્રમાણે જે મારા ભાગીદારો હતા તેમને પોકારો, તેઓ પોકારશે, પરંતુ તેમના માંથી કોઈ જવાબ નહીં આપે, અમે તેમની વચ્ચે એક નષ્ટ કરી દેનારી આડ બનાવી દઈશું. وَيَوْمَ يَقُولُ نَادُوا۟ شُرَكَآءِىَ ٱلَّذِينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا۟ لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُم مَّوْبِقًۭا. ﴿52﴾
53 ૫૩. અને મુજરિમ જ્યારે જહન્નમને જોશે તો તેમને યકીન થઇ જશે કે તેમને તેમાં નાંખવામાં આવશે, પરંતુ તેનાથી બચવા માટે કોઈ ઉપાય નહીં મળે. وَرَءَا ٱلْمُجْرِمُونَ ٱلنَّارَ فَظَنُّوٓا۟ أَنَّهُم مُّوَاقِعُوهَا وَلَمْ يَجِدُوا۟ عَنْهَا مَصْرِفًۭا. ﴿53﴾
54 ૫૪. અમે આ કુરઆનમાં લોકોને અલગ અલગ ઉદાહરણો આપી સમજાવ્યું છે, પરંતુ માનવી સૌથી વધારે ઝઘડો કરનાર છે. وَلَقَدْ صَرَّفْنَا فِى هَٰذَا ٱلْقُرْءَانِ لِلنَّاسِ مِن كُلِّ مَثَلٍۢ ۚ وَكَانَ ٱلْإِنسَٰنُ أَكْثَرَ شَىْءٍۢ جَدَلًۭا. ﴿54﴾
55 ૫૫. અને જ્યારે લોકો પાસે હિદાયત આવી ગઈ તો પછી તેમને ઇમાન લાવવા અને પોતાના પાલનહાર સામે માફી માંગવામાં ફકત તે જ વસ્તુએ રોક્યા કે આગળના લોકો સાથે જેવું થયું તેવું અમારી સાથે થાય, અથવા તેમની સમક્ષ ખુલ્લો અઝાબ આવી જાય. وَمَا مَنَعَ ٱلنَّاسَ أَن يُؤْمِنُوٓا۟ إِذْ جَآءَهُمُ ٱلْهُدَىٰ وَيَسْتَغْفِرُوا۟ رَبَّهُمْ إِلَّآ أَن تَأْتِيَهُمْ سُنَّةُ ٱلْأَوَّلِينَ أَوْ يَأْتِيَهُمُ ٱلْعَذَابُ قُبُلًۭا. ﴿55﴾
56 ૫૬. અમે પોતાના પયગંબરોને ફક્ત એટલા માટે જ મોકલીએ છીએ કે તે લોકોને ખુશખબર આપે અને સચેત કરી દે. અને કાફિરો અસત્યના આધારે પયગંબરો સાથે ઝઘડે છે અને (ઇચ્છે છે કે) તેનાથી સત્યને હરાવી દે. તે લોકોએ મારી આયતોને અને જે વસ્તુ વડે ડરાવવામાં આવે તેને મજાક બનાવી લીધી. وَمَا نُرْسِلُ ٱلْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۚ وَيُجَٰدِلُ ٱلَّذِينَ كَفَرُوا۟ بِٱلْبَٰطِلِ لِيُدْحِضُوا۟ بِهِ ٱلْحَقَّ ۖ وَٱتَّخَذُوٓا۟ ءَايَٰتِى وَمَآ أُنذِرُوا۟ هُزُوًۭا. ﴿56﴾
57 ૫૭. તેના કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જેને તેના પાલનહારની આયતો દ્વારા શિખામણ આપવામાં આવે, તો પણ તે મોઢું ફેરવી લે અને જે કંઈ તેના હાથ વડે કરેલા કર્મોને આગળ મોકલી રાખ્યા છે તેને તે ભૂલી જાય, નિ:શંક અમે તેમના દિલો પર પરદા નાખી દીધા છે કે જેથી તેઓ કુરઆનને સમજી જ ન શકે, અને તેમના કાનમાં આડ છે, ભલેને તમે તે લોકોને સત્ય માર્ગ તરફ બોલાવતા રહો, પરંતુ તેઓ ક્યારેય સત્ય માર્ગ નહીં પામે. وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِـَٔايَٰتِ رَبِّهِۦ فَأَعْرَضَ عَنْهَا وَنَسِىَ مَا قَدَّمَتْ يَدَاهُ ۚ إِنَّا جَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِىٓ ءَاذَانِهِمْ وَقْرًۭا ۖ وَإِن تَدْعُهُمْ إِلَى ٱلْهُدَىٰ فَلَن يَهْتَدُوٓا۟ إِذًا أَبَدًۭا. ﴿57﴾
58 ૫૮. તમારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને કૃપા કરવાવાળો છે, નહીં તો જો તે તેમના કર્મોના બદલામાં પકડ કરે તો ખરેખર તે લોકો પર ઝડપથી જ અઝાબ આવી પહોંચે, પરંતુ તેમના માટે એક વચનનો સમય નક્કી છે, જેનાથી તેઓ બચવા માટેની કોઈ જગ્યા નહીં પામે. وَرَبُّكَ ٱلْغَفُورُ ذُو ٱلرَّحْمَةِ ۖ لَوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا۟ لَعَجَّلَ لَهُمُ ٱلْعَذَابَ ۚ بَل لَّهُم مَّوْعِدٌۭ لَّن يَجِدُوا۟ مِن دُونِهِۦ مَوْئِلًۭا. ﴿58﴾
59 ૫૯. આ છે તે વસ્તીઓ, જેમને અમે તેમના જુલમના કારણે નષ્ટ કરી દીધી અને અમે તેમને નષ્ટ કરવાનો એક સમય નક્કી કરી રાખ્યો હતો. وَتِلْكَ ٱلْقُرَىٰٓ أَهْلَكْنَٰهُمْ لَمَّا ظَلَمُوا۟ وَجَعَلْنَا لِمَهْلِكِهِم مَّوْعِدًۭا. ﴿59﴾
60 ૬૦. (અને તે કિસ્સો પણ યાદ કરો) જ્યારે મૂસાએ પોતાના નવયુવાન સાથીને કહ્યું કે હું તો ચાલતો જ રહીશ ત્યાં સુધી કે બે દરિયાના મેળાપ પર પહોંચું, ભલેને મને વર્ષોના વર્ષ સુધી ચાલવું પડે. وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَىٰهُ لَآ أَبْرَحُ حَتَّىٰٓ أَبْلُغَ مَجْمَعَ ٱلْبَحْرَيْنِ أَوْ أَمْضِىَ حُقُبًۭا. ﴿60﴾
61 ૬૧. જ્યારે તે બન્ને દરિયાના મેળાપની જગ્યાએ પહોંચ્યા, ત્યાં પોતાની માછલી ભૂલી ગયા, જેણે દરિયામાં સુરંગ જેવો પોતાનો માર્ગ બનાવી દીધો. فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَٱتَّخَذَ سَبِيلَهُۥ فِى ٱلْبَحْرِ سَرَبًۭا. ﴿61﴾
62 ૬૨. જ્યારે તે બન્ને ત્યાંથી આગળ વધ્યાં તો મૂસાએ પોતાના નવયુવાન સાથીને કહ્યું કે લાવો, આપણું ભોજન આપો, મને તો આપણી આ મુસાફરીથી સખત તકલીફ ભોગવવી પડી. فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَىٰهُ ءَاتِنَا غَدَآءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبًۭا. ﴿62﴾
63 ૬૩. તેણે જવાબ આપ્યો કે શું તમે જોયું? જ્યારે આપણે પથ્થરના ટેકે આરામ કરી રહ્યા હતા, ત્યાં જ હું માછલી વિશે વાત કરવાની ભૂલી ગયો હતો, ખરેખર શેતાને જ મને ભૂલાવી દીધું કે હું તમારી સમક્ષ તેની વાત કરું, તે માછલીએ અલગ રીતે દરિયામાં પોતાનો રસ્તો બનાવ્યો. قَالَ أَرَءَيْتَ إِذْ أَوَيْنَآ إِلَى ٱلصَّخْرَةِ فَإِنِّى نَسِيتُ ٱلْحُوتَ وَمَآ أَنسَىٰنِيهُ إِلَّا ٱلشَّيْطَٰنُ أَنْ أَذْكُرَهُۥ ۚ وَٱتَّخَذَ سَبِيلَهُۥ فِى ٱلْبَحْرِ عَجَبًۭا. ﴿63﴾
64 ૬૪. મૂસાએ કહ્યું આ જ વસ્તુને તો આપણે શોધી રહ્યા હતા, તો ત્યાંથી જ પોતાના પગલાના નિશાન શોધતા પાછા ફર્યા. قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَٱرْتَدَّا عَلَىٰٓ ءَاثَارِهِمَا قَصَصًۭا. ﴿64﴾
65 ૬૫. ત્યાં તે લોકોએ અમારા બંદાઓ માંથી એક બંદાને મળ્યા, જેને અમે પોતાની પાસેની ખાસ કૃપા આપી હતી અને તેને પોતાની પાસેથી ખાસ જ્ઞાન શીખવાડ્યું હતું. فَوَجَدَا عَبْدًۭا مِّنْ عِبَادِنَآ ءَاتَيْنَٰهُ رَحْمَةًۭ مِّنْ عِندِنَا وَعَلَّمْنَٰهُ مِن لَّدُنَّا عِلْمًۭا. ﴿65﴾
66 ૬૬. તે બંદા (ખિઝર)ને મૂસાએ કહ્યું કે હું તમારું અનુસરણ કરું તો શું મને તમે તે જ્ઞાન શિખવાડશો ? જે તમને શિખવાડવામાં આવ્યું છે. قَالَ لَهُۥ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰٓ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًۭا. ﴿66﴾
67 ૬૭. તે બંદાએ કહ્યું કે તમે મારી સાથે ક્યારેય સબર નહીં કરી શકો. قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِىَ صَبْرًۭا. ﴿67﴾
68 ૬૮. અને જે કિસ્સા વિશે તમને જ્ઞાન ન હોય, તેના પર સબર કેવી રીતે રાખી શકો છો? وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِۦ خُبْرًۭا. ﴿68﴾
69 ૬૯. મૂસાએ જવાબ આપ્યો કે ઇન્ શાઅ અલ્લાહ તમે મને સબર કરવાવાળો જોશો. અને કોઈ વાતમાં હું તમારી અવજ્ઞા નહીં કરું. قَالَ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ صَابِرًۭا وَلَآ أَعْصِى لَكَ أَمْرًۭا. ﴿69﴾
70 ૭૦. (ખિઝર)એ કહ્યું કે સારું, જો તમે મારી સાથે આવવા માટે આગ્રહ કરો છો તો યાદ રાખજો, કોઈ વસ્તુ બાબતે મને કંઈ પણ ન પૂછશો. ત્યાં સુધી કે હું પોતે તે બાબતે કોઈ વાત ન કરું, قَالَ فَإِنِ ٱتَّبَعْتَنِى فَلَا تَسْـَٔلْنِى عَن شَىْءٍ حَتَّىٰٓ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًۭا. ﴿70﴾
71 ૭૧. પછી તે બન્ને ચાલ્યા, ત્યાં સુધી કે એક હોડીમાં સવાર થયા, તો તેમણે (ખિઝરે) હોડીના લાકડાની બાજુઓ તોડી નાખી, મૂસાએ કહ્યું કે શું તમે તેને તોડી રહ્યા છો, જેથી હોડીવાળાઓને ડુબાડી દો, આ તો તમે ખતરનાક કામ કર્યું. فَٱنطَلَقَا حَتَّىٰٓ إِذَا رَكِبَا فِى ٱلسَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْـًٔا إِمْرًۭا. ﴿71﴾
72 ૭૨. (ખિઝરે) જવાબ આપ્યો કે મેં તો પહેલા જ તમને કહી દીધું હતું કે તમે મારી સાથે ક્યારેય સબર નહીં કરી શકો. قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِىَ صَبْرًۭا. ﴿72﴾
73 ૭૩. મૂસાએ જવાબ આપ્યો કે મારી ભૂલ પર મારી પકડ ન કરશો અને મારી સાથે સખતી ન કરશો. قَالَ لَا تُؤَاخِذْنِى بِمَا نَسِيتُ وَلَا تُرْهِقْنِى مِنْ أَمْرِى عُسْرًۭا. ﴿73﴾
74 ૭૪. પછી બન્ને ચાલ્યા, ત્યાં સુધી કે એક બાળકને જોયો, (ખિઝરે) તે બાળકને મારી નાંખ્યો, મૂસાએ કહ્યું કે શું તમે એક પવિત્ર પ્રાણને વગર કારણે મારી નાંખ્યો? નિ:શંક તમે તો ખૂબ જ ખતરનાક કામ કર્યું છે. فَٱنطَلَقَا حَتَّىٰٓ إِذَا لَقِيَا غُلَٰمًۭا فَقَتَلَهُۥ قَالَ أَقَتَلْتَ نَفْسًۭا زَكِيَّةًۢ بِغَيْرِ نَفْسٍۢ لَّقَدْ جِئْتَ شَيْـًۭٔا نُّكْرًۭا. ﴿74﴾
75 ૭૫. (ખિઝરે) કહેવા લાગ્યા કે મેં તમને નહતું કહ્યું કે તમે મારી સાથે રહી ક્યારેય સબર નહીં કરી શકો. ۞ قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِىَ صَبْرًۭا. ﴿75﴾
76 ૭૬. મૂસાએ જવાબ આપ્યો જો હવે પછી હું તમને કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછું તો ખરેખર તમે મને પોતાની સાથે ન રાખશો. ખરેખર તમારી પાસે મજબૂત કારણ છે. قَالَ إِن سَأَلْتُكَ عَن شَىْءٍۭ بَعْدَهَا فَلَا تُصَٰحِبْنِى ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّى عُذْرًۭا. ﴿76﴾
77 ૭૭. પછી બન્ને ચાલ્યા, અહી સુધી કે તે બન્ને એક ગામડાના લોકો પાસે આવી તેમની પાસે ભોજન માંગવા લાગ્યા, તો તે લોકોએ તેમનો સત્કાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો, બન્નેએ ત્યાં એક દીવાલ જોઇ, જે પડવાની જ હતી, તેણે (ખિઝરે) તે દીવાલને ઠીકઠાક કરી દીધી, મૂસા કહેવા લાગ્યા, જો તમે ઇચ્છતા તો આનું વળતર લઇ શકતા હતા. فَٱنطَلَقَا حَتَّىٰٓ إِذَآ أَتَيَآ أَهْلَ قَرْيَةٍ ٱسْتَطْعَمَآ أَهْلَهَا فَأَبَوْا۟ أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًۭا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُۥ ۖ قَالَ لَوْ شِئْتَ لَتَّخَذْتَ عَلَيْهِ أَجْرًۭا. ﴿77﴾
78 ૭૮. તેણે કહ્યું, બસ! આ મારી અને તારી વચ્ચે અલગ થવાનું કારણ છે, હવે હું તમને તે વાતોની સચ્ચાઇ પણ જણાવી દઇશ જેના પર તમે ધીરજ ન રાખી શક્યા. قَالَ هَٰذَا فِرَاقُ بَيْنِى وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا. ﴿78﴾
79 ૭૯. હોડીની વાત એવી હતી કે તે હોડી કેટલાક લાચારોની હતી, જે દરિયામાં મજુરી કરતા હતાં, મેં તે હોડીને થોડીક તોડી નાખવાનો ઇરાદો કર્યો, કારણકે તેમની આગળ એક બાદશાહ હતો, જે દરેક હોડીને બળજબરીથી છીનવી લેતો હતો. أَمَّا ٱلسَّفِينَةُ فَكَانَتْ لِمَسَٰكِينَ يَعْمَلُونَ فِى ٱلْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَآءَهُم مَّلِكٌۭ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًۭا. ﴿79﴾
80 ૮૦. અને તે બાળકની વાત એવી હતી કે માતા-પિતા મોમિન હતાં, મને ભય લાગ્યો કે કદાચ આ તેમને પોતાના અતિરેક અને ઇન્કારના કારણે તેના માતાપિતાને લાચાર અને પરેશાન ન બનાવી દે. وَأَمَّا ٱلْغُلَٰمُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَآ أَن يُرْهِقَهُمَا طُغْيَٰنًۭا وَكُفْرًۭا. ﴿80﴾
81 ૮૧. એટલા માટે મેં ઇચ્છા કરી કે તેમને તેમનો પાલનહાર તેના બદલામાં તેના કરતા શ્રેષ્ઠ, પવિત્ર અને તેના કરતા વધારે મોહબ્બત કરનાર બાળક આપે. فَأَرَدْنَآ أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًۭا مِّنْهُ زَكَوٰةًۭ وَأَقْرَبَ رُحْمًۭا. ﴿81﴾
82 ૮૨. દીવાલની વાત એવી છે, કે તે દીવાલ આ શહેરના બે અનાથ બાળકોની હતી, જેમનો ખજાનો તેમની તે દીવાલ નીચે દાટેલો છે, તેમના પિતા ખૂબ જ સદાચારી હતાં, તો તમારા પાલનહારની ઇચ્છા હતી કે આ બન્ને અનાથ યુવાન વયે પહોંચી પોતાનો આ ખજાનો તમારા પાલનહારની કૃપા અને રહમતની સાથે કાઢી લે. મેં મારી ઇચ્છાથી કોઈ કાર્ય નથી કર્યું, આ હતી સત્ય વાત તે કિસ્સાઓની જેના પર તમે ધીરજ ન રાખી. وَأَمَّا ٱلْجِدَارُ فَكَانَ لِغُلَٰمَيْنِ يَتِيمَيْنِ فِى ٱلْمَدِينَةِ وَكَانَ تَحْتَهُۥ كَنزٌۭ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَٰلِحًۭا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَآ أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُۥ عَنْ أَمْرِى ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًۭا. ﴿82﴾
83 ૮૩. આ લોકો તમને “ઝૂલ્-કરનૈન” નો કિસ્સો પૂછે છે, તમે કહી દો કે હું તે લોકોની થોડીક દશા તમને વાંચી સંભળાવું છું. وَيَسْـَٔلُونَكَ عَن ذِى ٱلْقَرْنَيْنِ ۖ قُلْ سَأَتْلُوا۟ عَلَيْكُم مِّنْهُ ذِكْرًا. ﴿83﴾
84 ૮૪. અમે તેને ધરતી પર પ્રભુત્વ આપ્યું હતું અને તેને દરેક વસ્તુનો સામાન પણ આપી દીધો હતો. إِنَّا مَكَّنَّا لَهُۥ فِى ٱلْأَرْضِ وَءَاتَيْنَٰهُ مِن كُلِّ شَىْءٍۢ سَبَبًۭا. ﴿84﴾
85 ૮૫. તે એક માર્ગ (મિશન) પાછળ લાગ્યો. فَأَتْبَعَ سَبَبًا. ﴿85﴾
86 ૮૬. ત્યાં સુધી કે સૂર્યાસ્ત થવાની જગ્યાએ પહોંચી ગયો અને તેને એક ઝરણાંના વમળમાં ડૂબતો જોયો, અને તે ઝરણાં પાસે એક કોમને પણ જોઇ, અમે કહી દીધું કે, હે “ઝુલ્-કરનૈન! તું તેમને સજા આપ અથવા તેમની સાથે ઉત્તમ વ્યવહાર કર. حَتَّىٰٓ إِذَا بَلَغَ مَغْرِبَ ٱلشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِى عَيْنٍ حَمِئَةٍۢ وَوَجَدَ عِندَهَا قَوْمًۭا ۗ قُلْنَا يَٰذَا ٱلْقَرْنَيْنِ إِمَّآ أَن تُعَذِّبَ وَإِمَّآ أَن تَتَّخِذَ فِيهِمْ حُسْنًۭا. ﴿86﴾
87 ૮૭. “ઝુલ્-કરનૈએ કહ્યું કે જે જુલમ કરશે તેને તો અમે પણ સજા આપીશું, પછી જ્યારે તે પોતાના પાલનહાર તરફ પાછો ફેરાવવામાં આવશે તો તે આના કરતા પણ વધારે સખત સજા આપશે. قَالَ أَمَّا مَن ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهُۥ ثُمَّ يُرَدُّ إِلَىٰ رَبِّهِۦ فَيُعَذِّبُهُۥ عَذَابًۭا نُّكْرًۭا. ﴿87﴾
88 ૮૮. હાં, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરશે તો તેના માટે તો બદલામાં ભલાઇ હશે અને અમે તેને પોતાના કાર્યમાં પણ સરળતાનો જ આદેશ આપીશું. وَأَمَّا مَنْ ءَامَنَ وَعَمِلَ صَٰلِحًۭا فَلَهُۥ جَزَآءً ٱلْحُسْنَىٰ ۖ وَسَنَقُولُ لَهُۥ مِنْ أَمْرِنَا يُسْرًۭا. ﴿88﴾
89 ૮૯. પછી તે બીજા માર્ગ (મિશન) પાછળ લાગ્યા. ثُمَّ أَتْبَعَ سَبَبًا. ﴿89﴾
90 ૯૦. ત્યાં સુધી કે જ્યારે સૂર્યોદયની જગ્યાએ પહોંચ્યો તો તેમને એવું લાગ્યું કે સૂર્ય એવી કોમ પરથી નીકળી રહ્યો છે, જેઓ (ન તો ઘર હતાં અને ન વસ્ત્રો હતાં, પરંતુ તેઓ ખુલ્લી નગ્ન અવસ્થામાં રહેતા હતાં) ખુલ્લા હતાં. حَتَّىٰٓ إِذَا بَلَغَ مَطْلِعَ ٱلشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَىٰ قَوْمٍۢ لَّمْ نَجْعَل لَّهُم مِّن دُونِهَا سِتْرًۭا. ﴿90﴾
91 ૯૧. વાત આવી જ છે અને અમે તેની પાસેની બધીજ જાણકારી ખૂબ સારી રીતે જાણતા હતા. كَذَٰلِكَ وَقَدْ أَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًۭا. ﴿91﴾
92 ૯૨. પછી તેઓ એક બીજા માર્ગ (મિશન) પર નીકળ્યા. ثُمَّ أَتْبَعَ سَبَبًا. ﴿92﴾
93 ૯૩. ત્યાં સુધી કે જ્યારે તે બે દિવાલોની વચ્ચે પહોંચ્યો, તે દીવાલની પાસે તેણે એક એવી કોમ જોઇ, જે કોઈ પણ વાત નહતાં સમજતા. حَتَّىٰٓ إِذَا بَلَغَ بَيْنَ ٱلسَّدَّيْنِ وَجَدَ مِن دُونِهِمَا قَوْمًۭا لَّا يَكَادُونَ يَفْقَهُونَ قَوْلًۭا. ﴿93﴾
94 ૯૪. તેમણે કહ્યું, હે ઝુલ્-કરનૈન! આ “આજૂજ માજૂજ” આ શહેરમાં ફસાદ ફેલાવી રાખ્યો છે. તો શું અમે તમારા માટે કંઇ ખર્ચનો બંદોબસ્ત કરી દઇએ, (તે શરતે કે) તમે અમારી અને તેમની વચ્ચે એક દીવાલ બનાવી આપો? قَالُوا۟ يَٰذَا ٱلْقَرْنَيْنِ إِنَّ يَأْجُوجَ وَمَأْجُوجَ مُفْسِدُونَ فِى ٱلْأَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلَىٰٓ أَن تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّۭا. ﴿94﴾
95 ૯૫. તેણે જવાબ આપ્યો કે મારા અધિકારમાં મને મારા પાલનહારે જે કંઇ આપી રાખ્યું છે તે જ ઉત્તમ છે, તમે ફક્ત તાકાતથી મારી મદદ કરો. તો હું તમારી અને તેમની વચ્ચે એક દિવાલ બનાવી દઈશ. قَالَ مَا مَكَّنِّى فِيهِ رَبِّى خَيْرٌۭ فَأَعِينُونِى بِقُوَّةٍ أَجْعَلْ بَيْنَكُمْ وَبَيْنَهُمْ رَدْمًا. ﴿95﴾
96 ૯૬. હું તમારી અને તેમની વચ્ચે મજબૂત ઢાલ બનાવી દઉં છું, મને લોખંડની ચાદરો લાવી આપો, ત્યાં સુધી કે જ્યારે તે બન્ને પર્વતો વચ્ચે દીવાલ બરાબર બનાવી દીધી તો આદેશ આપ્યો કે આગ ભડકાવો, જ્યારે તે લોખંડની ચાદરોને તદ્દન આગમાં ફેરવી દીધી, તો કહ્યું કે મારી પાસે પીગાળેલું તાંબુ લાવો, જેથી હું તે ચાદરો વચ્ચે નાખી તેને મજબુત કરી દઉ. ءَاتُونِى زُبَرَ ٱلْحَدِيدِ ۖ حَتَّىٰٓ إِذَا سَاوَىٰ بَيْنَ ٱلصَّدَفَيْنِ قَالَ ٱنفُخُوا۟ ۖ حَتَّىٰٓ إِذَا جَعَلَهُۥ نَارًۭا قَالَ ءَاتُونِىٓ أُفْرِغْ عَلَيْهِ قِطْرًۭا. ﴿96﴾
97 ૯૭. (એવી રીતે આ દીવાલ એવી બની ગઈ) કે ન તો તેમનામાં તે દીવાલ પર ચઢવાની તાકાત હતી અને ન તેમાં કોઈ કાણું પાડી શકતા હતાં. فَمَا ٱسْطَٰعُوٓا۟ أَن يَظْهَرُوهُ وَمَا ٱسْتَطَٰعُوا۟ لَهُۥ نَقْبًۭا. ﴿97﴾
98 ૯૮. ઝુલ્-કરનૈનએ કહ્યું, આ ફક્ત મારા પાલનહારની કૃપાથી તેયાર થઇ ગઈ છે, હાં જ્યારે મારા પાલનહારનું વચન આવી જશે તો તેને ધરતીમાં ધસાવી દેશે, નિ:શંક મારા પાલનહારનું વચન સાચું છે. قَالَ هَٰذَا رَحْمَةٌۭ مِّن رَّبِّى ۖ فَإِذَا جَآءَ وَعْدُ رَبِّى جَعَلَهُۥ دَكَّآءَ ۖ وَكَانَ وَعْدُ رَبِّى حَقًّۭا. ﴿98﴾
99 ૯૯. તે દિવસે અમે તે લોકોને અંદરોઅંદર ટોળા બનાવી છોડી દઇશું અને સૂર ફૂંકવામાં આવશે, બસ! સૌને એકઠા કરીને અમે ભેગા કરી દઇશું. ۞ وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍۢ يَمُوجُ فِى بَعْضٍۢ ۖ وَنُفِخَ فِى ٱلصُّورِ فَجَمَعْنَٰهُمْ جَمْعًۭا. ﴿99﴾
100 ૧૦૦. તે દિવસે અમે જહન્નમને કાફિરો સામે લઈ આવીશું. وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍۢ لِّلْكَٰفِرِينَ عَرْضًا. ﴿100﴾
101 ૧૦૧. જેમની આંખો મારા ઝિકરથી ગફલતમાં હતી અને (સત્ય વાત) સાંભળી પણ શકતા ન હતાં. ٱلَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِى غِطَآءٍ عَن ذِكْرِى وَكَانُوا۟ لَا يَسْتَطِيعُونَ سَمْعًا. ﴿101﴾
102 ૧૦૨. શું કાફિરો એવું સમજી બેઠા છે કે મારા વગર તે મારા બંદાઓને પોતાની મદદ કરવાવાળા બનાવી લેશે? (સાંભળો) અમે તે કાફિરોની મહેમાનગતિ કરવા માટે જહન્નમ તૈયાર કરી રાખી છે. أَفَحَسِبَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَن يَتَّخِذُوا۟ عِبَادِى مِن دُونِىٓ أَوْلِيَآءَ ۚ إِنَّآ أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَٰفِرِينَ نُزُلًۭا. ﴿102﴾
103 ૧૦૩. તમે તેમને કહી દો, કે શું હું તમને જણાવું કે કાર્યોની દૃષ્ટિએ સૌથી વધારે નુકસાન ઉઠાવનાર કોણ છે? قُلْ هَلْ نُنَبِّئُكُم بِٱلْأَخْسَرِينَ أَعْمَٰلًا. ﴿103﴾
104 ૧૦૪. તે આ લોકો છે, જેમણે પોતાની દરેક મહેનત દુનિયાના જીવન પાછળ જ લગાવી દીધી અને તેઓ એવું સમજતા હતાં કે અમે ઘણા સારા કાર્યો કરી રહ્યા છે. ٱلَّذِينَ ضَلَّ سَعْيُهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَهُمْ يَحْسَبُونَ أَنَّهُمْ يُحْسِنُونَ صُنْعًا. ﴿104﴾
105 ૧૦૫. આ જ તે લોકો છે, જેમણે પોતાના પાલનહારની આયતો અને તેની મુલાકાતનો ઇન્કાર કર્યો, એટલા માટે તેમના દરેક કાર્યો વ્યર્થ થઇ ગયા. બસ! કયામતના દિવસે અમે તેમના માટે કોઈ વજન નહીં કરીએ. أُو۟لَٰٓئِكَ ٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَٰتِ رَبِّهِمْ وَلِقَآئِهِۦ فَحَبِطَتْ أَعْمَٰلُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ ٱلْقِيَٰمَةِ وَزْنًۭا. ﴿105﴾
106 ૧૦૬. વાત એવી છે કે તેમનો બદલો જહન્નમ જ છે, કારણ કે તે લોકોએ કુફર કર્યો અને મારી આયતો અને મારા પયગંબરોની મશ્કરી કરતા હતા. ذَٰلِكَ جَزَآؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا۟ وَٱتَّخَذُوٓا۟ ءَايَٰتِى وَرُسُلِى هُزُوًا. ﴿106﴾
107 ૧૦૭. જે લોકો ઈમાન લાવ્યા અને સારા કાર્ય કરતા રહ્યા, ખરેખર તેમના માટે ફિરદૌસના બગીચાઓની મહેમાનગતિ છે. إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ كَانَتْ لَهُمْ جَنَّٰتُ ٱلْفِرْدَوْسِ نُزُلًا. ﴿107﴾
108 ૧૦૮. જ્યાં તેઓ હંમેશા રહેશે, બીજી જગ્યાએ જવાનું પસદ નહીં કરે. خَٰلِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلًۭا. ﴿108﴾
109 ૧૦૯. તમે તેમને કહી દો કે જો મારા પાલનહારની વાતોને લખવા માટે સમુદ્રો (નું પાણી) શાહી બની જાય તો તે પણ મારા પાલનહારની વાતો પૂરી થતાં પહેલા જ ખતમ થઇ જશે, પરંતુ મારા પાલનહારની વાત ખત્મ નહિ થાય, અને તેના જેવી જ બીજી શાહી લઇ આવે તો પણ. قُل لَّوْ كَانَ ٱلْبَحْرُ مِدَادًۭا لِّكَلِمَٰتِ رَبِّى لَنَفِدَ ٱلْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَٰتُ رَبِّى وَلَوْ جِئْنَا بِمِثْلِهِۦ مَدَدًۭا. ﴿109﴾
110 ૧૧૦. તમે તેમને કહી દો કે હું તમારા જેવો જ એક મનુષ્ય છું, (હા એક ફર્ક જરૂર છે કે) મારી તરફ વહી કરવામાં આવે છે કે સૌનો ઇલાહ ફક્ત એક જ છે, તો જેને પણ પોતાના પાલનહારની સાથે મુલાકાતની ઇચ્છા હોય તેણે સત્કાર્ય કરવા જોઇએ અને પોતાના પાલનહારની બંદગીમાં કોઈ બીજાને ભાગીદાર ન ઠેરવે. قُلْ إِنَّمَآ أَنَا۠ بَشَرٌۭ مِّثْلُكُمْ يُوحَىٰٓ إِلَىَّ أَنَّمَآ إِلَٰهُكُمْ إِلَٰهٌۭ وَٰحِدٌۭ ۖ فَمَن كَانَ يَرْجُوا۟ لِقَآءَ رَبِّهِۦ فَلْيَعْمَلْ عَمَلًۭا صَٰلِحًۭا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِۦٓ أَحَدًۢا. ﴿110﴾