الشعراء
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
|
1
૧. તો-સીમ્-મીમ [1]
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
|
طسٓمٓ. ﴿1﴾ |
| 2 ૨. આ તે કિતાબની આયતો છે, જે સત્યને સ્પષ્ટ કરી દે છે. | تِلْكَ ءَايَٰتُ ٱلْكِتَٰبِ ٱلْمُبِينِ. ﴿2﴾ |
| 3 ૩. (હે નબી) જો આ લોકો ઈમાન નથી લાવતા તો આ દુ:ખમાં કદાચ તમે પોતાને જ હલાક કરી નાખો. | لَعَلَّكَ بَٰخِعٌۭ نَّفْسَكَ أَلَّا يَكُونُوا۟ مُؤْمِنِينَ. ﴿3﴾ |
| 4 ૪. જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી. | إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةًۭ فَظَلَّتْ أَعْنَٰقُهُمْ لَهَا خَٰضِعِينَ. ﴿4﴾ |
| 5 ૫. અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે કોઈ નવી શિખામણ આવે છે, તો આ લોકો તેનાથી મોઢું ફેરવી લે છે. | وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍۢ مِّنَ ٱلرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا۟ عَنْهُ مُعْرِضِينَ. ﴿5﴾ |
| 6 ૬. તે લોકોએ જુઠલાવી ચુક્યા છે, હવે તેમના માટે નજીકમાં જ તે વાતોની ખબર પડી જશે, જેની તેઓ મશ્કરી કરી રહ્યા હતા. | فَقَدْ كَذَّبُوا۟ فَسَيَأْتِيهِمْ أَنۢبَٰٓؤُا۟ مَا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ. ﴿6﴾ |
| 7 ૭. શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે? | أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلْأَرْضِ كَمْ أَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍۢ كَرِيمٍ. ﴿7﴾ |
| 8 ૮. નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿8﴾ |
| 9 ૯. અને ખરેખર તમારો પાલનહાર દરેક વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે અને અત્યંત દયાળુ છે. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿9﴾ |
| 10 ૧૦. અને (તે કિસ્સો યાદ કરો) જ્યારે તમારા પાલનહારે મૂસાને પોકાર્યા કે તમે જાલિમ કોમ તરફ જાઓ. | وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰٓ أَنِ ٱئْتِ ٱلْقَوْمَ ٱلظَّٰلِمِينَ. ﴿10﴾ |
| 11 ૧૧. અર્થાત ફિરઔનની કોમ પાસે, શું તે ડરતા નથી? | قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ. ﴿11﴾ |
| 12 ૧૨. મૂસાએ કહ્યું, મારા પાલનહાર! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી દેશે. | قَالَ رَبِّ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ. ﴿12﴾ |
| 13 ૧૩. અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે અને મારી જબાન ચાલતી નથી, બસ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર. | وَيَضِيقُ صَدْرِى وَلَا يَنطَلِقُ لِسَانِى فَأَرْسِلْ إِلَىٰ هَٰرُونَ. ﴿13﴾ |
| 14 ૧૪. અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે. | وَلَهُمْ عَلَىَّ ذَنۢبٌۭ فَأَخَافُ أَن يَقْتُلُونِ. ﴿14﴾ |
| 15 ૧૫. અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે તમારી સાથે છે. અમે બધું જ સાંભળી રહ્યા છે. | قَالَ كَلَّا ۖ فَٱذْهَبَا بِـَٔايَٰتِنَآ ۖ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ. ﴿15﴾ |
| 16 ૧૬. તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો કે ખરેખર અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના પયગંબર છે. | فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَآ إِنَّا رَسُولُ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿16﴾ |
| 17 ૧૭. (અને એટલા માટે આવ્યા છે) કે તું બની ઇસ્રાઇલને (આઝાદ કરી) અમારી સાથે મોકલી દે. | أَنْ أَرْسِلْ مَعَنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ. ﴿17﴾ |
| 18 ૧૮. ફિરઔને કહ્યું કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ કર્યું ન હતું? અને તે પોતાની વયના ઘણા વર્ષો અમારી સાથે પસાર કર્યા ન હતા? | قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًۭا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ. ﴿18﴾ |
| 19 ૧૯. પછી તેં તે કામ કર્યું, જે તું કરીને જતો રહ્યો અને તું કૃતઘ્ની છે. | وَفَعَلْتَ فَعْلَتَكَ ٱلَّتِى فَعَلْتَ وَأَنتَ مِنَ ٱلْكَٰفِرِينَ. ﴿19﴾ |
| 20 ૨૦. મૂસાએ જવાબ આપ્યો કે તે કામ મારાથી ભૂલથી થઇ ગયું હતું, | قَالَ فَعَلْتُهَآ إِذًۭا وَأَنَا۠ مِنَ ٱلضَّآلِّينَ. ﴿20﴾ |
| 21 ૨૧. પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે હિકમત આપી. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો. | فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِى رَبِّى حُكْمًۭا وَجَعَلَنِى مِنَ ٱلْمُرْسَلِينَ. ﴿21﴾ |
| 22 ૨૨. જે ઉપકાર તું મારી સામે વર્ણન કરી રહ્યો છે, તે એટલા માટે કે તે બને ઇસ્રાઇલને ગુલામ બનાવી રાખી હતી. | وَتِلْكَ نِعْمَةٌۭ تَمُنُّهَا عَلَىَّ أَنْ عَبَّدتَّ بَنِىٓ إِسْرَٰٓءِيلَ. ﴿22﴾ |
| 23 ૨૩. ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે? | قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ ٱلْعَٰلَمِينَ. ﴿23﴾ |
| 24 ૨૪. મૂસાએ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય. | قَالَ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ. ﴿24﴾ |
| 25 ૨૫. ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી? (જે આ કહે છે) | قَالَ لِمَنْ حَوْلَهُۥٓ أَلَا تَسْتَمِعُونَ. ﴿25﴾ |
| 26 ૨૬. મૂસાએ કહ્યું, હા, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે. | قَالَ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ. ﴿26﴾ |
| 27 ૨૭. ફિરઔને કહ્યું, આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે. | قَالَ إِنَّ رَسُولَكُمُ ٱلَّذِىٓ أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌۭ. ﴿27﴾ |
| 28 ૨૮. મૂસાએ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ. | قَالَ رَبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ. ﴿28﴾ |
| 29 ૨૯. ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ! જો તેં મારા સિવાય બીજા કોઈને ઇલાહ બનાવ્યો તો હું તને કેદમાં નાખી દઈશ. | قَالَ لَئِنِ ٱتَّخَذْتَ إِلَٰهًا غَيْرِى لَأَجْعَلَنَّكَ مِنَ ٱلْمَسْجُونِينَ. ﴿29﴾ |
| 30 ૩૦. મૂસાએ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું? | قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَىْءٍۢ مُّبِينٍۢ. ﴿30﴾ |
| 31 ૩૧. ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લઈ આવ. | قَالَ فَأْتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ. ﴿31﴾ |
| 32 ૩૨. મૂસાએ (તે જ સમયે) પોતાની લાકડી નાખી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ, | فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِىَ ثُعْبَانٌۭ مُّبِينٌۭ. ﴿32﴾ |
| 33 ૩૩. અને પોતાનો હાથ (બગલ માંથી) ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો. | وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِىَ بَيْضَآءُ لِلنَّٰظِرِينَ. ﴿33﴾ |
| 34 ૩૪. ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે. | قَالَ لِلْمَلَإِ حَوْلَهُۥٓ إِنَّ هَٰذَا لَسَٰحِرٌ عَلِيمٌۭ. ﴿34﴾ |
| 35 ૩૫. આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો! હવે તમે શું મશવરો આપો છો? | يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِۦ فَمَاذَا تَأْمُرُونَ. ﴿35﴾ |
| 36 ૩૬. તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો. | قَالُوٓا۟ أَرْجِهْ وَأَخَاهُ وَٱبْعَثْ فِى ٱلْمَدَآئِنِ حَٰشِرِينَ. ﴿36﴾ |
| 37 ૩૭. જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે. | يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍۢ. ﴿37﴾ |
| 38 ૩૮. પછી એક નક્કી કરેલ દિવસે દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા, | فَجُمِعَ ٱلسَّحَرَةُ لِمِيقَٰتِ يَوْمٍۢ مَّعْلُومٍۢ. ﴿38﴾ |
| 39 ૩૯. અને દરેક લોકોને પૂછવામાં આવ્યું કે શું તમે પણ આ સભામાં હાજર રહેશો? | وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ. ﴿39﴾ |
| 40 ૪૦. જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરવું પડશે. | لَعَلَّنَا نَتَّبِعُ ٱلسَّحَرَةَ إِن كَانُوا۟ هُمُ ٱلْغَٰلِبِينَ. ﴿40﴾ |
| 41 ૪૧. જયારે જાદુગરો (મેદાનમાં) આવી ગયા તો ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે? | فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالُوا۟ لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ ٱلْغَٰلِبِينَ. ﴿41﴾ |
| 42 ૪૨. ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો (તમને ઇનામ પણ મળશે) અને તમે મારા ખાસ લોકો બની જશો. | قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًۭا لَّمِنَ ٱلْمُقَرَّبِينَ. ﴿42﴾ |
| 43 ૪૩. મૂસાએ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો, | قَالَ لَهُم مُّوسَىٰٓ أَلْقُوا۟ مَآ أَنتُم مُّلْقُونَ. ﴿43﴾ |
| 44 ૪૪. તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે ફિરઔનની ઇજજતની કસમ! ખરેખર અમે જ વિજય મેળવીશું. | فَأَلْقَوْا۟ حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا۟ بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ ٱلْغَٰلِبُونَ. ﴿44﴾ |
| 45 ૪૫. હવે મૂસાએ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું. | فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِىَ تَلْقَفُ مَا يَأْفِكُونَ. ﴿45﴾ |
| 46 ૪૬. આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા, | فَأُلْقِىَ ٱلسَّحَرَةُ سَٰجِدِينَ. ﴿46﴾ |
| 47 ૪૭. અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા, | قَالُوٓا۟ ءَامَنَّا بِرَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿47﴾ |
| 48 ૪૮. એટલે કે મૂસા અને હારૂનના પાલનહાર પર, | رَبِّ مُوسَىٰ وَهَٰرُونَ. ﴿48﴾ |
| 49 ૪૯. ફિરઔને કહ્યું કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા? ખરેખર આ તમારો મોટો (શિક્ષક) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ. | قَالَ ءَامَنتُمْ لَهُۥ قَبْلَ أَنْ ءَاذَنَ لَكُمْ ۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِى عَلَّمَكُمُ ٱلسِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَٰفٍۢ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ. ﴿49﴾ |
| 50 ૫૦. તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા છે. | قَالُوا۟ لَا ضَيْرَ ۖ إِنَّآ إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ. ﴿50﴾ |
| 51 ૫૧. અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે. એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવ્યા છે. | إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَٰيَٰنَآ أَن كُنَّآ أَوَّلَ ٱلْمُؤْمِنِينَ. ﴿51﴾ |
| 52 ૫૨. અને અમે મૂસાને વહી કરી કે રાત્રે જ મારા બંદાઓને લઇને નીકળી જાવ, તમારો સૌનો પીછો કરવામાં આવશે. | ۞ وَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنْ أَسْرِ بِعِبَادِىٓ إِنَّكُم مُّتَّبَعُونَ. ﴿52﴾ |
| 53 ૫૩. આના માટે (ફોજ ભેગી કરવા) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા. | فَأَرْسَلَ فِرْعَوْنُ فِى ٱلْمَدَآئِنِ حَٰشِرِينَ. ﴿53﴾ |
| 54 ૫૪. (અને તેમને કહી મોકલ્યા કે) આ (બની ઇસરાઈલ) થોડાક જ લોકો છે. | إِنَّ هَٰٓؤُلَآءِ لَشِرْذِمَةٌۭ قَلِيلُونَ. ﴿54﴾ |
| 55 ૫૫. અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે. | وَإِنَّهُمْ لَنَا لَغَآئِظُونَ. ﴿55﴾ |
| 56 ૫૬. અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા. | وَإِنَّا لَجَمِيعٌ حَٰذِرُونَ. ﴿56﴾ |
| 57 ૫૭. છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે બહાર કાઢી લાવ્યા, | فَأَخْرَجْنَٰهُم مِّن جَنَّٰتٍۢ وَعُيُونٍۢ. ﴿57﴾ |
| 58 ૫૮. અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા. | وَكُنُوزٍۢ وَمَقَامٍۢ كَرِيمٍۢ. ﴿58﴾ |
| 59 ૫૯. અને અમે બની ઇસરાઇલને તે વસ્તુઓના વારસદાર બનાવી દીધા. | كَذَٰلِكَ وَأَوْرَثْنَٰهَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ. ﴿59﴾ |
| 60 ૬૦. બસ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા. | فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ. ﴿60﴾ |
| 61 ૬૧. બસ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા. | فَلَمَّا تَرَٰٓءَا ٱلْجَمْعَانِ قَالَ أَصْحَٰبُ مُوسَىٰٓ إِنَّا لَمُدْرَكُونَ. ﴿61﴾ |
| 62 ૬૨. મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે. | قَالَ كَلَّآ ۖ إِنَّ مَعِىَ رَبِّى سَيَهْدِينِ. ﴿62﴾ |
| 63 ૬૩. અમે મૂસા તરફ વહી કરી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો. | فَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضْرِب بِّعَصَاكَ ٱلْبَحْرَ ۖ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍۢ كَٱلطَّوْدِ ٱلْعَظِيمِ. ﴿63﴾ |
| 64 ૬૪. અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા, | وَأَزْلَفْنَا ثَمَّ ٱلْءَاخَرِينَ. ﴿64﴾ |
| 65 ૬૫. અને મૂસા અને તેમના દરેક મિત્રોને બચાવી લીધા. | وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُۥٓ أَجْمَعِينَ. ﴿65﴾ |
| 66 ૬૬. પછી બીજા લોકોને ડુબાડી દીધા. | ثُمَّ أَغْرَقْنَا ٱلْءَاخَرِينَ. ﴿66﴾ |
| 67 ૬૭. ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿67﴾ |
| 68 ૬૮. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿68﴾ |
| 69 ૬૯. તે લોકોને ઇબ્રાહીમનો કિસ્સો (પણ) સંભળાવી દો, | وَٱتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَٰهِيمَ. ﴿69﴾ |
| 70 ૭૦. જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો? | إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا تَعْبُدُونَ. ﴿70﴾ |
| 71 ૭૧. તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે. | قَالُوا۟ نَعْبُدُ أَصْنَامًۭا فَنَظَلُّ لَهَا عَٰكِفِينَ. ﴿71﴾ |
| 72 ૭૨. તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે? | قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ. ﴿72﴾ |
| 73 ૭૩. અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે? | أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ. ﴿73﴾ |
| 74 ૭૪. તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા, | قَالُوا۟ بَلْ وَجَدْنَآ ءَابَآءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ. ﴿74﴾ |
| 75 ૭૫. ઇબ્રાહિમે કહ્યું, તમે ક્યારેય તે વસ્તુને ધ્યાનથી જોયા છે, જેની તમે બંદગી કરી રહ્યા છો | قَالَ أَفَرَءَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ. ﴿75﴾ |
| 76 ૭૬. તમે અને તમારા પૂર્વજો જેની ઈબાદત કરતા હતા. | أَنتُمْ وَءَابَآؤُكُمُ ٱلْأَقْدَمُونَ. ﴿76﴾ |
| 77 ૭૭. આ સૌ મારા શત્રુઓ છે, એક અલ્લાહ સિવાય | فَإِنَّهُمْ عَدُوٌّۭ لِّىٓ إِلَّا رَبَّ ٱلْعَٰلَمِينَ. ﴿77﴾ |
| 78 ૭૮. જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે. | ٱلَّذِى خَلَقَنِى فَهُوَ يَهْدِينِ. ﴿78﴾ |
| 79 ૭૯. તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે. | وَٱلَّذِى هُوَ يُطْعِمُنِى وَيَسْقِينِ. ﴿79﴾ |
| 80 ૮૦. અને જ્યારે હું બિમાર પડું તો તે જ મને તંદુરસ્તી આપે છે. | وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ. ﴿80﴾ |
| 81 ૮૧. અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે. | وَٱلَّذِى يُمِيتُنِى ثُمَّ يُحْيِينِ. ﴿81﴾ |
| 82 ૮૨. અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે. | وَٱلَّذِىٓ أَطْمَعُ أَن يَغْفِرَ لِى خَطِيٓـَٔتِى يَوْمَ ٱلدِّينِ. ﴿82﴾ |
| 83 ૮૩. (ત્યારબાદ ઈબ્રાહીમે દુઆ કરી કે) હે મારા પાલનહાર! મને હિકમત આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે. | رَبِّ هَبْ لِى حُكْمًۭا وَأَلْحِقْنِى بِٱلصَّٰلِحِينَ. ﴿83﴾ |
| 84 ૮૪. અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ. | وَٱجْعَل لِّى لِسَانَ صِدْقٍۢ فِى ٱلْءَاخِرِينَ. ﴿84﴾ |
| 85 ૮૫. મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ. | وَٱجْعَلْنِى مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ. ﴿85﴾ |
| 86 ૮૬. અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે ગુમરાહ લોકો માંથી છે. | وَٱغْفِرْ لِأَبِىٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ. ﴿86﴾ |
| 87 ૮૭. અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર. | وَلَا تُخْزِنِى يَوْمَ يُبْعَثُونَ. ﴿87﴾ |
| 88 ૮૮. જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે. | يَوْمَ لَا يَنفَعُ مَالٌۭ وَلَا بَنُونَ. ﴿88﴾ |
| 89 ૮૯. જે વ્યક્તિ અલ્લાહ પાસે સલામતીવાળું દિલ લીને આવશે, (તેને નજાત મળશે.) | إِلَّا مَنْ أَتَى ٱللَّهَ بِقَلْبٍۢ سَلِيمٍۢ. ﴿89﴾ |
| 90 ૯૦. (તે દિવસે) જન્નત પરહેજગારોની અત્યંત નજીક કરી દેવામાં આવશે. | وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ. ﴿90﴾ |
| 91 ૯૧. અને ગુમરાહ લોકોને જહન્નમ જાહેર કરી દેવામાં આવશે. | وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِلْغَاوِينَ. ﴿91﴾ |
| 92 ૯૨. અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે? | وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ. ﴿92﴾ |
| 93 ૯૩. જે અલ્લાહ સિવાય હતા, શું તેઓ તમારી મદદ કરી શકે છે અથવા તેઓ પોતાને જ બચાવી શકે છે, | مِن دُونِ ٱللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ. ﴿93﴾ |
| 94 ૯૪. બસ! તે સૌ ઇલાહ અને બધા ગુમરાહ લોકોને જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે. | فَكُبْكِبُوا۟ فِيهَا هُمْ وَٱلْغَاوُۥنَ. ﴿94﴾ |
| 95 ૯૫. અને ઇબ્લિસના લશ્કરો પણ . | وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ. ﴿95﴾ |
| 96 ૯૬. ત્યાં અંદરો અંદર ઝઘડો કરી (પોતાના ઇલાહોને) કહેશે. | قَالُوا۟ وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ. ﴿96﴾ |
| 97 ૯૭. કે અલ્લાહની કસમ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે ગુમરાહ હતાં. | تَٱللَّهِ إِن كُنَّا لَفِى ضَلَٰلٍۢ مُّبِينٍ. ﴿97﴾ |
| 98 ૯૮. જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં. | إِذْ نُسَوِّيكُم بِرَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿98﴾ |
| 99 ૯૯. અને અમને તો તે મોટા અપરાધીઓ જ ગુમરાહ કર્યા. | وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلْمُجْرِمُونَ. ﴿99﴾ |
| 100 ૧૦૦. હવે તો અમારા માટે કોઈ ભલામણ કરવાવાળો નથી . | فَمَا لَنَا مِن شَٰفِعِينَ. ﴿100﴾ |
| 101 ૧૦૧. અને ન તો શુભેચ્છુક મિત્ર. | وَلَا صَدِيقٍ حَمِيمٍۢ. ﴿101﴾ |
| 102 ૧૦૨. જો કદાચ અમને એક વાર ફરી (દુનિયામાં) પાછા જવાનું મળે તો અમે સાચા ઈમાનવાળા બની જઈશુ. | فَلَوْ أَنَّ لَنَا كَرَّةًۭ فَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ. ﴿102﴾ |
| 103 ૧૦૩. આમાં પણ એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿103﴾ |
| 104 ૧૦૪. નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿104﴾ |
| 105 ૧૦૫. નૂહની કોમના લોકોએ (પણ) પયગંબરોને જુઠલાવ્યા. | كَذَّبَتْ قَوْمُ نُوحٍ ٱلْمُرْسَلِينَ. ﴿105﴾ |
| 106 ૧૦૬. જ્યારે કે તેમના ભાઇ નૂહએ કહ્યું, કે શું તમેં (અલ્લાહથી) ડરતા નથી? | إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ. ﴿106﴾ |
| 107 ૧૦૭. હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿107﴾ |
| 108 ૧૦૮. બસ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿108﴾ |
| 109 ૧૦૯. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿109﴾ |
| 110 ૧૧૦. બસ! તમે અલ્લાહનો ડર રાખો અને મારી આજ્ઞાનું પાલન કરો. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿110﴾ |
| 111 ૧૧૧. કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે. | ۞ قَالُوٓا۟ أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ. ﴿111﴾ |
| 112 ૧૧૨. પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ શું કામ કરે છે? | قَالَ وَمَا عِلْمِى بِمَا كَانُوا۟ يَعْمَلُونَ. ﴿112﴾ |
| 113 ૧૧૩. તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજતા હોવ. | إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّى ۖ لَوْ تَشْعُرُونَ. ﴿113﴾ |
| 114 ૧૧૪. હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી, | وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ. ﴿114﴾ |
| 115 ૧૧૫. હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું. | إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌۭ مُّبِينٌۭ. ﴿115﴾ |
| 116 ૧૧૬. તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું. | قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ. ﴿116﴾ |
| 117 ૧૧૭. નૂહએ કહ્યું કે હે મારા પાલનહાર! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો, | قَالَ رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ. ﴿117﴾ |
| 118 ૧૧૮. બસ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ. | فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًۭا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ. ﴿118﴾ |
| 119 ૧૧૯. છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો. | فَأَنجَيْنَٰهُ وَمَن مَّعَهُۥ فِى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ. ﴿119﴾ |
| 120 ૧૨૦. બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા. | ثُمَّ أَغْرَقْنَا بَعْدُ ٱلْبَاقِينَ. ﴿120﴾ |
| 121 ૧૨૧. નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿121﴾ |
| 122 ૧૨૨. અને નિ:શંક તમારો પાલનહાર દરેક પર વિજયી અને અત્યંત દયાળુ છે. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿122﴾ |
| 123 ૧૨૩. આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા. | كَذَّبَتْ عَادٌ ٱلْمُرْسَلِينَ. ﴿123﴾ |
| 124 ૧૨૪. જ્યારે તેમને તેમના ભાઇ હૂદે કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી? | إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ. ﴿124﴾ |
| 125 ૧૨૫. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿125﴾ |
| 126 ૧૨૬. બસ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿126﴾ |
| 127 ૧૨૭. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿127﴾ |
| 128 ૧૨૮. આ શું વાત છે કે તમે દરેક ઊચી જગ્યા પર કોઈ કારણ વગર એક આલીશાન ઇમારત બનાવી લો છો. | أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةًۭ تَعْبَثُونَ. ﴿128﴾ |
| 129 ૧૨૯. અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો. | وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ. ﴿129﴾ |
| 130 ૧૩૦. અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત જાલિમ બની આપો છો. | وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ. ﴿130﴾ |
| 131 ૧૩૧. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿131﴾ |
| 132 ૧૩૨. તેનાથી ડરો, જેણે તમને તે બધું જ આપ્યું છે, જેને તમે જાણો છો. | وَٱتَّقُوا۟ ٱلَّذِىٓ أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ. ﴿132﴾ |
| 133 ૧૩૩. તેણે તમારી ધન અને સંતાન દ્વારા મદદ કરી, | أَمَدَّكُم بِأَنْعَٰمٍۢ وَبَنِينَ. ﴿133﴾ |
| 134 ૧૩૪. બગીચા અને ઝરણાં દ્વારા. | وَجَنَّٰتٍۢ وَعُيُونٍ. ﴿134﴾ |
| 135 ૧૩૫. મને તો તમારી બાબતે મોટા દિવસના અઝાબનો ભય છે. | إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍۢ. ﴿135﴾ |
| 136 ૧૩૬. તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે. | قَالُوا۟ سَوَآءٌ عَلَيْنَآ أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ ٱلْوَٰعِظِينَ. ﴿136﴾ |
| 137 ૧૩૭. આ તો તે જ વાતો છે, જે પહેલાનાં લોકો કહેતા આવ્યા છે. | إِنْ هَٰذَآ إِلَّا خُلُقُ ٱلْأَوَّلِينَ. ﴿137﴾ |
| 138 ૧૩૮. અને અમારા પર ક્યારેય અઝાબ નહી આવે. | وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ. ﴿138﴾ |
| 139 ૧૩૯. જો કે આદના લોકોએ હૂદને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો માનતા નથી. | فَكَذَّبُوهُ فَأَهْلَكْنَٰهُمْ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿139﴾ |
| 140 ૧૪૦. નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿140﴾ |
| 141 ૧૪૧. ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા. | كَذَّبَتْ ثَمُودُ ٱلْمُرْسَلِينَ. ﴿141﴾ |
| 142 ૧૪૨. તેમના ભાઇ સાલિહએ તેમને કહ્યું કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી? | إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَٰلِحٌ أَلَا تَتَّقُونَ. ﴿142﴾ |
| 143 ૧૪૩. હું તમારી તરફ નિષ્ઠાવાન પયગંબર છું. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿143﴾ |
| 144 ૧૪૪. તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો, | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿144﴾ |
| 145 ૧૪૫. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿145﴾ |
| 146 ૧૪૬. શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશો. | أَتُتْرَكُونَ فِى مَا هَٰهُنَآ ءَامِنِينَ. ﴿146﴾ |
| 147 ૧૪૭. એટલે કે આ બગીચાઓ અને ઝરણાઓમાં, | فِى جَنَّٰتٍۢ وَعُيُونٍۢ. ﴿147﴾ |
| 148 ૧૪૮. અને તે ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે. | وَزُرُوعٍۢ وَنَخْلٍۢ طَلْعُهَا هَضِيمٌۭ. ﴿148﴾ |
| 149 ૧૪૯. અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો. | وَتَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًۭا فَٰرِهِينَ. ﴿149﴾ |
| 150 ૧૫૦. બસ! અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿150﴾ |
| 151 ૧૫૧. નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો. | وَلَا تُطِيعُوٓا۟ أَمْرَ ٱلْمُسْرِفِينَ. ﴿151﴾ |
| 152 ૧૫૨. જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા. | ٱلَّذِينَ يُفْسِدُونَ فِى ٱلْأَرْضِ وَلَا يُصْلِحُونَ. ﴿152﴾ |
| 153 ૧૫૩. તેમણે કહ્યું કે બસ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું. | قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ. ﴿153﴾ |
| 154 ૧૫૪. તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ નિશાની લઈને આવો. | مَآ أَنتَ إِلَّا بَشَرٌۭ مِّثْلُنَا فَأْتِ بِـَٔايَةٍ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ. ﴿154﴾ |
| 155 ૧૫૫. પયગંબરે કહ્યું છે. (લો) આ છે ઊંટડી, આ ઊંટડીના પાણી પીવા માટે દિવસ નક્કી છે અને એક દિવસ તમારા સૌ માટે. | قَالَ هَٰذِهِۦ نَاقَةٌۭ لَّهَا شِرْبٌۭ وَلَكُمْ شِرْبُ يَوْمٍۢ مَّعْلُومٍۢ. ﴿155﴾ |
| 156 ૧૫૬. (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસનો અઝાબ તમારી પકડ કરી લેશે. | وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍۢ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍۢ. ﴿156﴾ |
| 157 ૧૫૭. તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, પછી તેઓ (અઝાબના ડરથી) પસ્તાવો કરવા લાગ્યા. | فَعَقَرُوهَا فَأَصْبَحُوا۟ نَٰدِمِينَ. ﴿157﴾ |
| 158 ૧૫૮. છેવટે અઝાબે તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં. | فَأَخَذَهُمُ ٱلْعَذَابُ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿158﴾ |
| 159 ૧૫૯. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿159﴾ |
| 160 ૧૬૦. લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા. | كَذَّبَتْ قَوْمُ لُوطٍ ٱلْمُرْسَلِينَ. ﴿160﴾ |
| 161 ૧૬૧. તેમને તેમના ભાઇ લૂતએ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા? | إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ. ﴿161﴾ |
| 162 ૧૬૨. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿162﴾ |
| 163 ૧૬૩. બસ! તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿163﴾ |
| 164 ૧૬૪. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿164﴾ |
| 165 ૧૬૫. શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે પોતાની ઈચ્છા પૂરી કરો છો. | أَتَأْتُونَ ٱلذُّكْرَانَ مِنَ ٱلْعَٰلَمِينَ. ﴿165﴾ |
| 166 ૧૬૬. અને તમારી પત્નીઓ, જે તમારા પાલનહારે તમારા માટે બનાવી છે, તેમને છોડી દો છો,પરંતુ તમે હદ વટાવી જનારા લોકો છો. | وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَٰجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ. ﴿166﴾ |
| 167 ૧૬૭. તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે. | قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَٰلُوطُ لَتَكُونَنَّ مِنَ ٱلْمُخْرَجِينَ. ﴿167﴾ |
| 168 ૧૬૮. લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું. | قَالَ إِنِّى لِعَمَلِكُم مِّنَ ٱلْقَالِينَ. ﴿168﴾ |
| 169 ૧૬૯. મારા પાલનહાર! જે હરકત આ લોકો કરી રહ્યા છે, તેનાથી મને અને મારા ઘરવાળાઓને બચાવી લે | رَبِّ نَجِّنِى وَأَهْلِى مِمَّا يَعْمَلُونَ. ﴿169﴾ |
| 170 ૧૭૦. બસ! અમે તેને અને તેના ઘરવાળાઓને બચાવી લીધા. | فَنَجَّيْنَٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ. ﴿170﴾ |
| 171 ૧૭૧. એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ. | إِلَّا عَجُوزًۭا فِى ٱلْغَٰبِرِينَ. ﴿171﴾ |
| 172 ૧૭૨. પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા. | ثُمَّ دَمَّرْنَا ٱلْءَاخَرِينَ. ﴿172﴾ |
| 173 ૧૭૩. અને અમે તેમના પર એક ઝબરદસ્ત વરસાદ વરસાવ્યો. બસ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો. | وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًۭا ۖ فَسَآءَ مَطَرُ ٱلْمُنذَرِينَ. ﴿173﴾ |
| 174 ૧૭૪. આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તો પણ તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿174﴾ |
| 175 ૧૭૫. નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿175﴾ |
| 176 ૧૭૬. અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા. | كَذَّبَ أَصْحَٰبُ لْـَٔيْكَةِ ٱلْمُرْسَلِينَ. ﴿176﴾ |
| 177 ૧૭૭. જ્યારે તેમને શુઐબએ કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી. | إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ. ﴿177﴾ |
| 178 ૧૭૮. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. | إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿178﴾ |
| 179 ૧૭૯. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. | فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ. ﴿179﴾ |
| 180 ૧૮૦. હું આના (પ્રચાર માટે) તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે. | وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿180﴾ |
| 181 ૧૮૧. માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો. | ۞ أَوْفُوا۟ ٱلْكَيْلَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُخْسِرِينَ. ﴿181﴾ |
| 182 ૧૮૨. અને સાચા ત્રાજવા વડે તોલો. | وَزِنُوا۟ بِٱلْقِسْطَاسِ ٱلْمُسْتَقِيمِ. ﴿182﴾ |
| 183 ૧૮૩. લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો. | وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ. ﴿183﴾ |
| 184 ૧૮૪. તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું | وَٱتَّقُوا۟ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلْجِبِلَّةَ ٱلْأَوَّلِينَ. ﴿184﴾ |
| 185 ૧૮૫. તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યુ છે. | قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ. ﴿185﴾ |
| 186 ૧૮૬. અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠો સમજીએ છીએ. | وَمَآ أَنتَ إِلَّا بَشَرٌۭ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ ٱلْكَٰذِبِينَ. ﴿186﴾ |
| 187 ૧૮૭. જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશ માંથી કોઈ ટુકડો ફેંકી બતાઓ. | فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًۭا مِّنَ ٱلسَّمَآءِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ. ﴿187﴾ |
| 188 ૧૮૮. શુએબે કહ્યું કે જે કંઇ તમે કરી રહ્યા છો. મારો પાલનહાર તેને ખૂબ સારી રીતે જાણે છે. | قَالَ رَبِّىٓ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ. ﴿188﴾ |
| 189 ૧૮૯. કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો તેમને છાંયડાના દિવસના અઝાબે પકડી લીધા, તે ભારે દિવસનો અઝાબ હતો. | فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ ٱلظُّلَّةِ ۚ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ. ﴿189﴾ |
| 190 ૧૯૦. નિ:શંક આમાં મોટી શિખામણ છે પરતું તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા. | إِنَّ فِى ذَٰلِكَ لَءَايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ. ﴿190﴾ |
| 191 ૧૯૧. અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ. | وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿191﴾ |
| 192 ૧૯૨. અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે ઉતાર્યું છે. | وَإِنَّهُۥ لَتَنزِيلُ رَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿192﴾ |
| 193 ૧૯૩. આને રૂહુલ અમીન દ્વારા ઉતારવામાં આવ્યું. | نَزَلَ بِهِ ٱلرُّوحُ ٱلْأَمِينُ. ﴿193﴾ |
| 194 ૧૯૪. (હે પયગંબર) તમારા હૃદય પર ઉતાર્યું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ. | عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ ٱلْمُنذِرِينَ. ﴿194﴾ |
| 195 ૧૯૫. સ્પષ્ટ અરબી ભાષામાં છે. | بِلِسَانٍ عَرَبِىٍّۢ مُّبِينٍۢ. ﴿195﴾ |
| 196 ૧૯૬. આ કિતાબનું વર્ણન પહેલાનાં સહીફાઓમાં કરવામાં આવ્યું છે. | وَإِنَّهُۥ لَفِى زُبُرِ ٱلْأَوَّلِينَ. ﴿196﴾ |
| 197 ૧૯૭. શું આ લોકો (મક્કાના લોકો) માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો બની ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે? | أَوَلَمْ يَكُن لَّهُمْ ءَايَةً أَن يَعْلَمَهُۥ عُلَمَٰٓؤُا۟ بَنِىٓ إِسْرَٰٓءِيلَ. ﴿197﴾ |
| 198 ૧૯૮. અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર ઉતારતા. | وَلَوْ نَزَّلْنَٰهُ عَلَىٰ بَعْضِ ٱلْأَعْجَمِينَ. ﴿198﴾ |
| 199 ૧૯૯. જે તેમની સામે આ કુરઆન પઢી સંભળાવતો તો પણ આ લોકો ઈમાન ન લાવતા. | فَقَرَأَهُۥ عَلَيْهِم مَّا كَانُوا۟ بِهِۦ مُؤْمِنِينَ. ﴿199﴾ |
| 200 ૨૦૦. આવી જ રીતે અમે પાપીઓના દિલમાં (વ્યર્થ વિરોધ) જ નાખી દીધો છે. | كَذَٰلِكَ سَلَكْنَٰهُ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ. ﴿200﴾ |
| 201 ૨૦૧. તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી અઝાબને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે. | لَا يُؤْمِنُونَ بِهِۦ حَتَّىٰ يَرَوُا۟ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ. ﴿201﴾ |
| 202 ૨૦૨. બસ! અચાનક તેમના પર દુઃખદાયી અઝાબ આવી જશે અને તેમને આના વિશે ભાન પણ નહીં હોય. | فَيَأْتِيَهُم بَغْتَةًۭ وَهُمْ لَا يَشْعُرُونَ. ﴿202﴾ |
| 203 ૨૦૩. તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે? | فَيَقُولُوا۟ هَلْ نَحْنُ مُنظَرُونَ. ﴿203﴾ |
| 204 ૨૦૪. બસ! શું આ લોકો અમારા અઝાબ માટે ઉતાવળ કરે છે? | أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ. ﴿204﴾ |
| 205 ૨૦૫. સારું, જો અમે તેમને ઘણા વર્ષો સુધી ઠાઠમાઠ જીવન આપી દઈએ. | أَفَرَءَيْتَ إِن مَّتَّعْنَٰهُمْ سِنِينَ. ﴿205﴾ |
| 206 ૨૦૬. પછી તેમના પર તે અઝાબ આવી જાય, જેનું વચન તે લોકોને આપવામાં આવતું હતું. | ثُمَّ جَآءَهُم مَّا كَانُوا۟ يُوعَدُونَ. ﴿206﴾ |
| 207 ૨૦૭. તો પણ તેમનો સામાન, જેનાથી લાભ ઉઠાવી રહ્યા હતા, તેમને કંઇ પણ ફાયદો નહીં પહોંચડે. | مَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يُمَتَّعُونَ. ﴿207﴾ |
| 208 ૨૦૮. અમે ક્યારેય કોઈ એવી વસ્તીને નષ્ટ નથી કરી, જ્યાં અમારા તરફથી કોઈ સચેત કરનાર (પયગંબર) ન પહોચ્યો હોય . | وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ. ﴿208﴾ |
| 209 ૨૦૯. જે તેમને શિખામણ આપે. અને અમે જાલિમ નથી. | ذِكْرَىٰ وَمَا كُنَّا ظَٰلِمِينَ. ﴿209﴾ |
| 210 ૨૧૦. આ કુરઆનને શેતાન નથી લાવ્યા. | وَمَا تَنَزَّلَتْ بِهِ ٱلشَّيَٰطِينُ. ﴿210﴾ |
| 211 ૨૧૧. તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે. | وَمَا يَنۢبَغِى لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ. ﴿211﴾ |
| 212 ૨૧૨. પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા. | إِنَّهُمْ عَنِ ٱلسَّمْعِ لَمَعْزُولُونَ. ﴿212﴾ |
| 213 ૨૧૩. બસ! (હે નબી) તમે અલ્લાહ સિવાય કોઈ બીજા ઇલાહને ન પોકારશો, નહીં તો તમે પણ સજા પામનારા લોકો માંથી થઇ જશો. | فَلَا تَدْعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَتَكُونَ مِنَ ٱلْمُعَذَّبِينَ. ﴿213﴾ |
| 214 ૨૧૪. અને (હે નબી) પોતાના સંબંધીઓને સચેત કરી દો. | وَأَنذِرْ عَشِيرَتَكَ ٱلْأَقْرَبِينَ. ﴿214﴾ |
| 215 ૨૧૫. જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો. | وَٱخْفِضْ جَنَاحَكَ لِمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْمُؤْمِنِينَ. ﴿215﴾ |
| 216 ૨૧૬. જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો. | فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّى بَرِىٓءٌۭ مِّمَّا تَعْمَلُونَ. ﴿216﴾ |
| 217 ૨૧૭. અને વિજયી, દયાળુ અલ્લાહ પર ભરોસો કરો. | وَتَوَكَّلْ عَلَى ٱلْعَزِيزِ ٱلرَّحِيمِ. ﴿217﴾ |
| 218 ૨૧૮. જે તમને જોતો રહે છે, જ્યારે તમે (ઈબાદત માટે) ઊભા થાવ છો. | ٱلَّذِى يَرَىٰكَ حِينَ تَقُومُ. ﴿218﴾ |
| 219 ૨૧૯. અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારા (રૂકુઅ અને સીજદા)ને પણ જોવે છે. | وَتَقَلُّبَكَ فِى ٱلسَّٰجِدِينَ. ﴿219﴾ |
| 220 ૨૨૦. તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે. | إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ. ﴿220﴾ |
| 221 ૨૨૧. તમે લોકોને કહો કે શું હું તમને જણાવું કે શેતાન કોની તરફ આવે છે? | هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ ٱلشَّيَٰطِينُ. ﴿221﴾ |
| 222 ૨૨૨. તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે. | تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍۢ. ﴿222﴾ |
| 223 ૨૨૩. જે (શેતાન તરફ) પોતાના કાન લગાવે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે. | يُلْقُونَ ٱلسَّمْعَ وَأَكْثَرُهُمْ كَٰذِبُونَ. ﴿223﴾ |
| 224 ૨૨૪. કવિઓનું અનુસરણ ગુમરાહ લોકો જ કરે છે. | وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلْغَاوُۥنَ. ﴿224﴾ |
| 225 ૨૨૫. શું તમે જોતા નથી કે તેઓ (વિચારોના) જંગલોમાં ભટકતા ફરે છે? | أَلَمْ تَرَ أَنَّهُمْ فِى كُلِّ وَادٍۢ يَهِيمُونَ. ﴿225﴾ |
| 226 ૨૨૬. અને એવી વાતો કહે છે, જે કરતા નથી. | وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ. ﴿226﴾ |
| 227 ૨૨૭. હા તે લોકો અળગા છે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા અને અલ્લાહને વધુ યાદ કરે છે, અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, અને જુલમ કરવાવાળાઓને નજીકમાં જ ખબર પડી જશે કે તેઓ કેવા પરિણામ તરફ જઈ રહ્યા છે. | إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ وَذَكَرُوا۟ ٱللَّهَ كَثِيرًۭا وَٱنتَصَرُوا۟ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ ۗ وَسَيَعْلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَىَّ مُنقَلَبٍۢ يَنقَلِبُونَ. ﴿227﴾ |