Loading date... | Loading Hijri date... | Loading time...

ص

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. સૉ-દ્, [1] કુરઆનની કસમ, જે સંપૂર્ણ શિખામણ છે.
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
صٓ ۚ وَٱلْقُرْءَانِ ذِى ٱلذِّكْرِ. ﴿1﴾
2 ૨. જો કે આ કાફિર લોકો જ અહંકાર અને વિવાદ કરી રહ્યા છે. بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى عِزَّةٍۢ وَشِقَاقٍۢ. ﴿2﴾
3 ૩. અમે તેમનાથી પહેલા પણ ઘણી કોમોને નષ્ટ કરી દીધી, (અઝાબના સમયે) તેઓ ચીસો પાડવા લાગ્યા, પરંતુ તે સમય છુટકારાનો ન હતો. كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍۢ فَنَادَوا۟ وَّلَاتَ حِينَ مَنَاصٍۢ. ﴿3﴾
4 ૪. અને કાફિરો એ વાત પર આશ્વર્ય કરે છે કે તેમના માંથી જ એક ડરાવનાર તેમની પાસે આવ્યો છે અને તેઓકહેવા લાગ્યા કે આ તો જાદુગર અને જુઠ્ઠો છે. وَعَجِبُوٓا۟ أَن جَآءَهُم مُّنذِرٌۭ مِّنْهُمْ ۖ وَقَالَ ٱلْكَٰفِرُونَ هَٰذَا سَٰحِرٌۭ كَذَّابٌ. ﴿4﴾
5 ૫. તેણે સૌ ઇલાહને એક જ ઇલાહ બનાવી દીધા. ખરેખર આ તો આશ્વર્યજનક વાત છે. أَجَعَلَ ٱلْءَالِهَةَ إِلَٰهًۭا وَٰحِدًا ۖ إِنَّ هَٰذَا لَشَىْءٌ عُجَابٌۭ. ﴿5﴾
6 ૬. તેમના આગેવાનો એવું કહેતાં ચાલવા લાગ્યા કે, ચાલો અને પોતાના ઇલાહ પર અડગ રહો, નિ:શંક આ વાત તો કોઇ હેતુ માટે કહેવામાં આવી રહી છે. وَٱنطَلَقَ ٱلْمَلَأُ مِنْهُمْ أَنِ ٱمْشُوا۟ وَٱصْبِرُوا۟ عَلَىٰٓ ءَالِهَتِكُمْ ۖ إِنَّ هَٰذَا لَشَىْءٌۭ يُرَادُ. ﴿6﴾
7 ૭. અમે તો આવી વાત પહેલાના સમયમાં નથી સાંભળી, બસ! આતો ઘડી કાઢેલી વાતો છે. مَا سَمِعْنَا بِهَٰذَا فِى ٱلْمِلَّةِ ٱلْءَاخِرَةِ إِنْ هَٰذَآ إِلَّا ٱخْتِلَٰقٌ. ﴿7﴾
8 ૮. શું આપણા માંથી ફક્ત આના પર જ અલ્લાહની વાણી ઉતારવામાં આવી? જો કે આ લોકો મારી વહી પર શંકા કરી રહ્યા છે, જો કે (સત્ય એ છે કે) તે લોકોએ હજુ સુધી મારો અઝાબ ચાખ્યો જ નથી. أَءُنزِلَ عَلَيْهِ ٱلذِّكْرُ مِنۢ بَيْنِنَا ۚ بَلْ هُمْ فِى شَكٍّۢ مِّن ذِكْرِى ۖ بَل لَّمَّا يَذُوقُوا۟ عَذَابِ. ﴿8﴾
9 ૯. અથવા શું તેમની પાસે તમારા પાલનહારની કૃપાના ખજાના છે, જે દરેક પર પ્રભુત્વશાળી અને સૌને આપનાર છે. أَمْ عِندَهُمْ خَزَآئِنُ رَحْمَةِ رَبِّكَ ٱلْعَزِيزِ ٱلْوَهَّابِ. ﴿9﴾
10 ૧૦. અથવા શું આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓના માલિક છે? (જો વાત એવી હોય) તો તે લોકો દોરડું બાંધી ઉપર ચઢી જાય. أَمْ لَهُم مُّلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ فَلْيَرْتَقُوا۟ فِى ٱلْأَسْبَٰبِ. ﴿10﴾
11 ૧૧. (તેમની સત્યતા એ છે કે) આ મોટા મોટા લશ્કરો સામે એક નાનકડું લશ્કર છે, જે અહિયા જ હારી જશે. جُندٌۭ مَّا هُنَالِكَ مَهْزُومٌۭ مِّنَ ٱلْأَحْزَابِ. ﴿11﴾
12 ૧૨. તેમના પહેલા નૂહ, આદની કોમ અને ખૂંટાવાળા ફિરઔને જુઠલાવ્યા હતા. كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍۢ وَعَادٌۭ وَفِرْعَوْنُ ذُو ٱلْأَوْتَادِ. ﴿12﴾
13 ૧૩. અને ષમૂદના લોકો, લૂતની કોમના લોકોએ પણ અને અયકહના રહેવાસીઓએ પણ, (જુઠલાવી ચુક્યા છે) ખરેખર આ મોટા લશ્કરો હતા. وَثَمُودُ وَقَوْمُ لُوطٍۢ وَأَصْحَٰبُ لْـَٔيْكَةِ ۚ أُو۟لَٰٓئِكَ ٱلْأَحْزَابُ. ﴿13﴾
14 ૧૪. તે સૌએ પયગંબરોને જુઠલાવ્યા, તો તેમના પર મારો આઝાબ નક્કી થઇ ગયો. إِن كُلٌّ إِلَّا كَذَّبَ ٱلرُّسُلَ فَحَقَّ عِقَابِ. ﴿14﴾
15 ૧૫. તે લોકો બસ! એક ચીસની રાહ જોઇ રહ્યા છે, જેમાં થોડીક પણ વાર નહીં લાગે. وَمَا يَنظُرُ هَٰٓؤُلَآءِ إِلَّا صَيْحَةًۭ وَٰحِدَةًۭ مَّا لَهَا مِن فَوَاقٍۢ. ﴿15﴾
16 ૧૬. અને તે લોકોએ કહ્યું કે, હે અમારા પાલનહાર! અમને અમારો ભાગ કયામતના દિવસ પહેલા જ આપી દે. وَقَالُوا۟ رَبَّنَا عَجِّل لَّنَا قِطَّنَا قَبْلَ يَوْمِ ٱلْحِسَابِ. ﴿16﴾
17 ૧૭. (હે પયગંબર) તમે તેમની વાતો પર ધીરજ રાખો અને અમારા બંદા દાઊદને યાદ કરો, જે ખૂબ જ શક્તિશાળી હતા અને તે (અને અમારી તરફ) ખૂબ રજૂ થનારા હતા. ٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَٱذْكُرْ عَبْدَنَا دَاوُۥدَ ذَا ٱلْأَيْدِ ۖ إِنَّهُۥٓ أَوَّابٌ. ﴿17﴾
18 ૧૮. અમે પર્વતોને તેમના વશમાં કરી રાખ્યા હતા, કે તેઓ સવાર-સાંજ તેમની સાથે અલ્લાહની તસ્બીહ કરતા હતા. إِنَّا سَخَّرْنَا ٱلْجِبَالَ مَعَهُۥ يُسَبِّحْنَ بِٱلْعَشِىِّ وَٱلْإِشْرَاقِ. ﴿18﴾
19 ૧૯. અને પક્ષીઓ પણ ભેગા થઇ, દરેક તેમની સાથે મળી, અલ્લાહની તસ્બીહ કરતા હતા وَٱلطَّيْرَ مَحْشُورَةًۭ ۖ كُلٌّۭ لَّهُۥٓ أَوَّابٌۭ. ﴿19﴾
20 ૨૦. અને અમે તેમના સામ્રાજ્યને મજબૂત કરી દીધું હતું અને તેમને હિકમત આપી હતી અને નિર્ણાયક શક્તિ પણ આપી હતી. وَشَدَدْنَا مُلْكَهُۥ وَءَاتَيْنَٰهُ ٱلْحِكْمَةَ وَفَصْلَ ٱلْخِطَابِ. ﴿20﴾
21 ૨૧. અને શું તમને ઝઘડો કરવાવાળાની ખબર મળી? જ્યારે તેઓ દિવાલ કુદીને મેહરાબ (ઓરડા)માં આવી ગયા. ۞ وَهَلْ أَتَىٰكَ نَبَؤُا۟ ٱلْخَصْمِ إِذْ تَسَوَّرُوا۟ ٱلْمِحْرَابَ. ﴿21﴾
22 ૨૨. જ્યારે તેઓ દાઊદ પાસે આવ્યા, તો તેઓ તેમનાથી ભયભીત થયા, તેમણે કહ્યું, ભયભીત ન થાઓ, અમે ફરિયાદના બે પક્ષકારો છીએ, અમારા માંથી એકે બીજા પર અતિરેક કર્યો છે, બસ! તમે અમારી વચ્ચે ન્યાય પૂર્વક ફેંસલો કરી દો અને અન્યાય ન કરશો અને અમને સત્ય માર્ગ બતાવી દો. إِذْ دَخَلُوا۟ عَلَىٰ دَاوُۥدَ فَفَزِعَ مِنْهُمْ ۖ قَالُوا۟ لَا تَخَفْ ۖ خَصْمَانِ بَغَىٰ بَعْضُنَا عَلَىٰ بَعْضٍۢ فَٱحْكُم بَيْنَنَا بِٱلْحَقِّ وَلَا تُشْطِطْ وَٱهْدِنَآ إِلَىٰ سَوَآءِ ٱلصِّرَٰطِ. ﴿22﴾
23 ૨૩. (સાંભળો)! આ મારો ભાઇ છે, તેની પાસે નવ્વાણું મેઢીઓ છે અને મારી પાસે એક જ મેઢી છે, પરંતુ તે મને કહી રહ્યો છે કે તારી આ એક પણ મને આપી દે અને વાત-ચીતમાં તેણે મને દબાવી દીધો છે. إِنَّ هَٰذَآ أَخِى لَهُۥ تِسْعٌۭ وَتِسْعُونَ نَعْجَةًۭ وَلِىَ نَعْجَةٌۭ وَٰحِدَةٌۭ فَقَالَ أَكْفِلْنِيهَا وَعَزَّنِى فِى ٱلْخِطَابِ. ﴿23﴾
24 ૨૪. તેમણે કહ્યું, તેનું તારી પાસે એક મેંઢી માંગવું, તારા પર ખરેખર અત્યાચાર કર્યો છે અને વધારે પડતા ભાગીદારો એક-બીજા પર અતિરેક કરે છે, ઈમાનવાળા અને સત્કાર્યો કરનારા સિવાય અને આવા લોકો ઘણા ઓછા છે અને દાઊદ સમજી ગયા કે (આ મુકદ્દમાં વડે) અમે તેમની કસોટી કરી છે, પછી તો પોતાના પાલનહારથી માફી માંગવા લાગ્યા અને આજીજી કરતા પડી ગયા અને વિનમ્રતા દાખવી. قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ إِلَىٰ نِعَاجِهِۦ ۖ وَإِنَّ كَثِيرًۭا مِّنَ ٱلْخُلَطَآءِ لَيَبْغِى بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ وَقَلِيلٌۭ مَّا هُمْ ۗ وَظَنَّ دَاوُۥدُ أَنَّمَا فَتَنَّٰهُ فَٱسْتَغْفَرَ رَبَّهُۥ وَخَرَّ رَاكِعًۭا وَأَنَابَ ۩. ﴿24﴾
25 ૨૫. બસ! અમે પણ તેમનો તે (વાંક) માફ કરી દીધો, ખરેખર તેઓ અમારી પાસે ઉચ્ચ દરજ્જાવાળા છે અને ખૂબ જ શ્રેષ્ઠ બદલો મેળવનારા છે. فَغَفَرْنَا لَهُۥ ذَٰلِكَ ۖ وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَـَٔابٍۢ. ﴿25﴾
26 ૨૬. હે દાઊદ! અમે તમને ધરતી ઉપર નાયબ બનાવી દીધા, તમે લોકો વચ્ચે ન્યાયપૂર્વક નિર્ણય કરો અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ ન કરો, નહિતો આ વાત તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, નિ:શંક જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે, તેમના માટે સખત અઝાબ છે, એટલા માટે કે તેઓ હિસાબના દિવસને ભુલી ગયા છે. يَٰدَاوُۥدُ إِنَّا جَعَلْنَٰكَ خَلِيفَةًۭ فِى ٱلْأَرْضِ فَٱحْكُم بَيْنَ ٱلنَّاسِ بِٱلْحَقِّ وَلَا تَتَّبِعِ ٱلْهَوَىٰ فَيُضِلَّكَ عَن سَبِيلِ ٱللَّهِ ۚ إِنَّ ٱلَّذِينَ يَضِلُّونَ عَن سَبِيلِ ٱللَّهِ لَهُمْ عَذَابٌۭ شَدِيدٌۢ بِمَا نَسُوا۟ يَوْمَ ٱلْحِسَابِ. ﴿26﴾
27 ૨૭. અને અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની વસ્તુઓનું સર્જન અમસ્તા જ નથી કર્યું. આવું અનુમાન તો કાફિરોનું છે, અને આવા કાફિરો માટે આગની ખરાબી છે. وَمَا خَلَقْنَا ٱلسَّمَآءَ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا بَٰطِلًۭا ۚ ذَٰلِكَ ظَنُّ ٱلَّذِينَ كَفَرُوا۟ ۚ فَوَيْلٌۭ لِّلَّذِينَ كَفَرُوا۟ مِنَ ٱلنَّارِ. ﴿27﴾
28 ૨૮. શું અમે તે લોકોને, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમના જેવા કરી દઇશું, જેઓ ધરતી ઉપર વિદ્રોહ કરતા રહ્યા અથવા ડરવાવાળાઓને ગુમરાહ લોકો જેવા કરી દઇશું? أَمْ نَجْعَلُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ كَٱلْمُفْسِدِينَ فِى ٱلْأَرْضِ أَمْ نَجْعَلُ ٱلْمُتَّقِينَ كَٱلْفُجَّارِ. ﴿28﴾
29 ૨૯. આ પવિત્ર કિતાબ છે, જેને અમે તમારી તરફ એટલા માટે ઉતારી છે કે લોકો તેની આયતો પર ચિંતન કરે અને બુદ્ધિશાળી લોકો તેના દ્વારા શિખામણ પ્રાપ્ત કરે. كِتَٰبٌ أَنزَلْنَٰهُ إِلَيْكَ مُبَٰرَكٌۭ لِّيَدَّبَّرُوٓا۟ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُو۟لُوا۟ ٱلْأَلْبَٰبِ. ﴿29﴾
30 ૩૦. અને અમે દાઊદને સુલૈમાન આપ્યા, જે ખૂબ જ સારા બંદા હતા અને (પોતાના પાલનહાર તરફ) ખૂબ જ ઝૂકવાવાળા હતા. وَوَهَبْنَا لِدَاوُۥدَ سُلَيْمَٰنَ ۚ نِعْمَ ٱلْعَبْدُ ۖ إِنَّهُۥٓ أَوَّابٌ. ﴿30﴾
31 ૩૧. જ્યારે તેમની પાસે સાંજના સમયે શ્રેષ્ઠ પ્રજાતિના ઘોડા લાવવામાં આવ્યા, إِذْ عُرِضَ عَلَيْهِ بِٱلْعَشِىِّ ٱلصَّٰفِنَٰتُ ٱلْجِيَادُ. ﴿31﴾
32 ૩૨. તો કહેવા લાગ્યા કે, મેં મારા પાલનહારની યાદ સામે આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી, ત્યાં સુધી કે સૂર્યાસ્ત થઇ ગયો, فَقَالَ إِنِّىٓ أَحْبَبْتُ حُبَّ ٱلْخَيْرِ عَن ذِكْرِ رَبِّى حَتَّىٰ تَوَارَتْ بِٱلْحِجَابِ. ﴿32﴾
33 ૩૩. (તેઓએ આદેશ આપ્યો કે) તે (ઘોડાઓ) ને ફરીવાર મારી પાસે લાવો, પછી તેઓ તેમની પિંડલીઓ અને ગળા પર હાથ ફેરવવા લાગ્યા, رُدُّوهَا عَلَىَّ ۖ فَطَفِقَ مَسْحًۢا بِٱلسُّوقِ وَٱلْأَعْنَاقِ. ﴿33﴾
34 ૩૪. અને અમે સુલૈમાન ની કસોટી કરી અને તેમના સિંહાસન પર એક શરીર નાંખી દીધું, પછી તેઓ ઝૂકી ગયા . وَلَقَدْ فَتَنَّا سُلَيْمَٰنَ وَأَلْقَيْنَا عَلَىٰ كُرْسِيِّهِۦ جَسَدًۭا ثُمَّ أَنَابَ. ﴿34﴾
35 ૩૫. કહ્યું કે હે મારા પાલનહાર! મને માફ કરી દે અને મને એવું સામ્રાજ્ય આપ, જે મારા પછી કોઇનું ન હોય, તું ખૂબ જ આપનાર છે. قَالَ رَبِّ ٱغْفِرْ لِى وَهَبْ لِى مُلْكًۭا لَّا يَنۢبَغِى لِأَحَدٍۢ مِّنۢ بَعْدِىٓ ۖ إِنَّكَ أَنتَ ٱلْوَهَّابُ. ﴿35﴾
36 ૩૬. બસ! અમે હવાને તેમના વશમાં કરી દીધી, તે તેમના આદેશ પ્રમાણે, જ્યાં તેઓ ઇચ્છતા, ત્યાં નરમાશથી પહોંચી જતી હતી. فَسَخَّرْنَا لَهُ ٱلرِّيحَ تَجْرِى بِأَمْرِهِۦ رُخَآءً حَيْثُ أَصَابَ. ﴿36﴾
37 ૩૭. અને (શક્તિશાળી) જિન્નાતોને પણ (તેમના આધિન કરી દીધા), દરેક ઇમારત બનાવનારા અને ડુબકી લગાવનારા હતા. وَٱلشَّيَٰطِينَ كُلَّ بَنَّآءٍۢ وَغَوَّاصٍۢ. ﴿37﴾
38 ૩૮. અને બીજા જિન્નાતોને પણ, જે સાંકળોમાં જકડાયેલા હતા. وَءَاخَرِينَ مُقَرَّنِينَ فِى ٱلْأَصْفَادِ. ﴿38﴾
39 ૩૯. (અમને તેમને કહ્યું) આ છે અમારી ભેટ, હવે તું ઉપકાર કર અથવા રોકી રાખ, કંઈ પણ હિસાબ નથી. هَٰذَا عَطَآؤُنَا فَٱمْنُنْ أَوْ أَمْسِكْ بِغَيْرِ حِسَابٍۢ. ﴿39﴾
40 ૪૦. તેમના માટે અમારી પાસે ઘણી જ નિકટતા છે અને ખૂબ જ શ્રેષ્ઠ ઠેકાણું છે. وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَـَٔابٍۢ. ﴿40﴾
41 ૪૧. અને અમારા બંદા ઐયૂબનું (પણ) વર્ણન કરો, જ્યારે તેઓએ પોતાના પાલનહારને પોકાર્યા કે મને શેતાને રંજ અને દુ:ખ પહોંચાડ્યું છે. وَٱذْكُرْ عَبْدَنَآ أَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّى مَسَّنِىَ ٱلشَّيْطَٰنُ بِنُصْبٍۢ وَعَذَابٍ. ﴿41﴾
42 ૪૨. (અમે તેમને કહ્યું) પોતાનો પગ (જમીન પર) માર, આ સ્નાન કરવા માટે અને પીવા માટે ઠંડુ પાણી છે. ٱرْكُضْ بِرِجْلِكَ ۖ هَٰذَا مُغْتَسَلٌۢ بَارِدٌۭ وَشَرَابٌۭ. ﴿42﴾
43 ૪૩. અને અમે તેમને તેમનું સંપૂર્ણ કુટુંબ આપ્યું, પરંતુ તેના જેટલા જ બીજા પણ, પોતાના તરફથી કૃપા તરીકે અને બુદ્ધિશાળી લોકોની શિખામણ માટે. وَوَهَبْنَا لَهُۥٓ أَهْلَهُۥ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةًۭ مِّنَّا وَذِكْرَىٰ لِأُو۟لِى ٱلْأَلْبَٰبِ. ﴿43﴾
44 ૪૪. અને (અમે તેમને કહ્યું) કે પોતાના હાથમાં સળીઓનો એક ઝૂડો લઇને મારી દો અને કસમ ન તોડો, સાચી વાત તો એ છે કે અમે તેને ઘણો જ ધીરજવાન જોયો, તે ખૂબ જ સદાચારી વ્યક્તિ હતો અને ખૂબ જ વિનમ્ર હતા. وَخُذْ بِيَدِكَ ضِغْثًۭا فَٱضْرِب بِّهِۦ وَلَا تَحْنَثْ ۗ إِنَّا وَجَدْنَٰهُ صَابِرًۭا ۚ نِّعْمَ ٱلْعَبْدُ ۖ إِنَّهُۥٓ أَوَّابٌۭ. ﴿44﴾
45 ૪૫. અમારા બંદા ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબનું પણ વર્ણન લોકો સામે કરો, જેઓ ખૂબ અમલ કરનાર અને બુદ્ધિશાળી હતા. وَٱذْكُرْ عِبَٰدَنَآ إِبْرَٰهِيمَ وَإِسْحَٰقَ وَيَعْقُوبَ أُو۟لِى ٱلْأَيْدِى وَٱلْأَبْصَٰرِ. ﴿45﴾
46 ૪૬. અમે તેમને એક ખાસ વાતના કારણે નિકટતા આપી હતી, તે આખિરતની યાદ હતી. إِنَّآ أَخْلَصْنَٰهُم بِخَالِصَةٍۢ ذِكْرَى ٱلدَّارِ. ﴿46﴾
47 ૪૭. આ બધા અમારી ખૂબ જ નિકટ અને શ્રેષ્ઠ લોકો હતા. وَإِنَّهُمْ عِندَنَا لَمِنَ ٱلْمُصْطَفَيْنَ ٱلْأَخْيَارِ. ﴿47﴾
48 ૪૮. ઇસ્માઇલ, ય-સ-અ અને ઝુલ્ કિફ્લનું પણ વર્ણન કરી દો, આ બધા સદાચારી લોકો હતા. وَٱذْكُرْ إِسْمَٰعِيلَ وَٱلْيَسَعَ وَذَا ٱلْكِفْلِ ۖ وَكُلٌّۭ مِّنَ ٱلْأَخْيَارِ. ﴿48﴾
49 ૪૯. આ તો તેમનું વર્ણન છે અને ખરેખર ડરવાવાળા લોકો માટે ખૂબ જ સારી જગ્યા છે. هَٰذَا ذِكْرٌۭ ۚ وَإِنَّ لِلْمُتَّقِينَ لَحُسْنَ مَـَٔابٍۢ. ﴿49﴾
50 ૫૦. (એટલે) કે હંમેશા બાકી રહેવાવાળી જન્નતો, જેના દ્વાર તેમના માટે ખુલ્લા હશે. جَنَّٰتِ عَدْنٍۢ مُّفَتَّحَةًۭ لَّهُمُ ٱلْأَبْوَٰبُ. ﴿50﴾
51 ૫૧. જેમાં (તકિયા સાથે) ટેકો લગાવી બેઠા હશે અને દરેક પ્રકારના ફળો અને શરાબોની ઇચ્છા કરતા હશે. مُتَّكِـِٔينَ فِيهَا يَدْعُونَ فِيهَا بِفَٰكِهَةٍۢ كَثِيرَةٍۢ وَشَرَابٍۢ. ﴿51﴾
52 ૫૨. અને તેમની પાસે નીચી નજરોવાળી સરખીવયની હૂરો હશે. ۞ وَعِندَهُمْ قَٰصِرَٰتُ ٱلطَّرْفِ أَتْرَابٌ. ﴿52﴾
53 ૫૩. આ છે તે વચન, જે તમારી સાથે હિસાબના દિવસ માટે, કરવામાં આવતું હતું. هَٰذَا مَا تُوعَدُونَ لِيَوْمِ ٱلْحِسَابِ. ﴿53﴾
54 ૫૪. નિ:શંક આ અમારી રોજી છે, જે ક્યારેય સમાપ્ત નહીં થાય. إِنَّ هَٰذَا لَرِزْقُنَا مَا لَهُۥ مِن نَّفَادٍ. ﴿54﴾
55 ૫૫. આ તો (ડરવાવાળાઓનું) બદલો થયો, હવે વિદ્રોહ કરનારા માટે અત્યંત ખરાબ ઠેકાણું છે. هَٰذَا ۚ وَإِنَّ لِلطَّٰغِينَ لَشَرَّ مَـَٔابٍۢ. ﴿55﴾
56 ૫૬. જહન્નમ છે, જેમાં તેઓ જશે, કેટલું ખરાબ પાથરણું છે? جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ ٱلْمِهَادُ. ﴿56﴾
57 ૫૭. આ છે તેમનું પરિણામ, હવે! તે સ્વાદ ચાખે, ગરમ પાણીનો અને પરૂંનો, هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌۭ وَغَسَّاقٌۭ. ﴿57﴾
58 ૫૮. તે સિવાય બીજા અલગ-અલગ પ્રકારનો અઝાબ وَءَاخَرُ مِن شَكْلِهِۦٓ أَزْوَٰجٌ. ﴿58﴾
59 ૫૯. (જુઓ) આ એક કોમ છે, જે તમારી સાથે (આગમાં) જશે, કોઇ સ્વાગત તેમના માટે નથી, આ લોકો જ જહન્નમમાં જનારા છે, هَٰذَا فَوْجٌۭ مُّقْتَحِمٌۭ مَّعَكُمْ ۖ لَا مَرْحَبًۢا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُوا۟ ٱلنَّارِ. ﴿59﴾
60 ૬૦. તેઓ કહેશે કે તમે જ છો, જેમના માટે કોઇ સ્વાગત નથી, તમે લોકો જ આને પહેલાથી અમારી સામે લાવ્યા હતા, બસ! રહેવા માટેની ખૂબ જ ખરાબ જગ્યા છે. قَالُوا۟ بَلْ أَنتُمْ لَا مَرْحَبًۢا بِكُمْ ۖ أَنتُمْ قَدَّمْتُمُوهُ لَنَا ۖ فَبِئْسَ ٱلْقَرَارُ. ﴿60﴾
61 ૬૧. તેઓ કહેશે કે હે અમારા પાલનહાર! જેણે (ઇન્કારનો રિવાજ) અમારા માટે પહેલાથી જ કાઢ્યો હોય, તેના માટે જહન્નમની સજા બમણી કરી દે. قَالُوا۟ رَبَّنَا مَن قَدَّمَ لَنَا هَٰذَا فَزِدْهُ عَذَابًۭا ضِعْفًۭا فِى ٱلنَّارِ. ﴿61﴾
62 ૬૨. અને જહન્નમી લોકો કહેશે કે, શું વાત છે કે તે લોકોને આપણે નથી જોઇ રહ્યા, જેમને આપણે ખરાબ લોકોમાં ગણતા હતા. وَقَالُوا۟ مَا لَنَا لَا نَرَىٰ رِجَالًۭا كُنَّا نَعُدُّهُم مِّنَ ٱلْأَشْرَارِ. ﴿62﴾
63 ૬૩. શું આપણે જ તેમની મશ્કરી કરતા હતા અથવા આપણી નજર તેમના પરથી હઠી ગઇ છે? أَتَّخَذْنَٰهُمْ سِخْرِيًّا أَمْ زَاغَتْ عَنْهُمُ ٱلْأَبْصَٰرُ. ﴿63﴾
64 ૬૪. આ વાત સાચી છે કે જહન્નમી લોકો અંદરો-અંદર આવી રીતે ઝઘડતા હશે. إِنَّ ذَٰلِكَ لَحَقٌّۭ تَخَاصُمُ أَهْلِ ٱلنَّارِ. ﴿64﴾
65 ૬૫. (હે પયગંબર) કહી દો! કે, હું તો ફક્ત ડરાવનાર છું, અલ્લાહ સિવાય તમારો કોઈ ઇલાહ નથી. قُلْ إِنَّمَآ أَنَا۠ مُنذِرٌۭ ۖ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا ٱللَّهُ ٱلْوَٰحِدُ ٱلْقَهَّارُ. ﴿65﴾
66 ૬૬. જે આકાશો, ધરતી અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તે બધાનો પાલનહાર છે. તે જબરદસ્ત અને ખૂબ જ માફ કરવાવાળો છે. رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلْعَزِيزُ ٱلْغَفَّٰرُ. ﴿66﴾
67 ૬૭. તમે તેમને કહી દો કે આ ખૂબ જ મોટી વાત છે, قُلْ هُوَ نَبَؤٌا۟ عَظِيمٌ. ﴿67﴾
68 ૬૮. જેનાથી તમે બેદરકાર થઇ રહ્યા છો, أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ. ﴿68﴾
69 ૬૯. મને તે ઉચ્ચ, પ્રતિષ્ઠિત ફરિશ્તાઓની (વાતોનું) કોઇ જ્ઞાન નથી, જ્યારે તેઓ તકરાર કરી રહ્યા હતા. مَا كَانَ لِىَ مِنْ عِلْمٍۭ بِٱلْمَلَإِ ٱلْأَعْلَىٰٓ إِذْ يَخْتَصِمُونَ. ﴿69﴾
70 ૭૦. મારી તરફ ફક્ત તે જ વહી કરવામાં આવે છે કે, હું તો સ્પષ્ટ રીતે ડરાવનાર છું. إِن يُوحَىٰٓ إِلَىَّ إِلَّآ أَنَّمَآ أَنَا۠ نَذِيرٌۭ مُّبِينٌ. ﴿70﴾
71 ૭૧. જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું માટી વડે માનવીનું સર્જન કરવાનો છું, إِذْ قَالَ رَبُّكَ لِلْمَلَٰٓئِكَةِ إِنِّى خَٰلِقٌۢ بَشَرًۭا مِّن طِينٍۢ. ﴿71﴾
72 ૭૨. તો જ્યારે હું તેને વ્યવસ્થિત કરી લઉં અને તેમાં પોતાની (પેદા કરેલી) રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો, فَإِذَا سَوَّيْتُهُۥ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِى فَقَعُوا۟ لَهُۥ سَٰجِدِينَ. ﴿72﴾
73 ૭૩. તેથી દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો, فَسَجَدَ ٱلْمَلَٰٓئِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ. ﴿73﴾
74 ૭૪. પરંતુ ઇબ્લિસે (ન કર્યો), તેણે ઘમંડ કર્યું અને તે કાફિરો માંથી બની ગયો. إِلَّآ إِبْلِيسَ ٱسْتَكْبَرَ وَكَانَ مِنَ ٱلْكَٰفِرِينَ. ﴿74﴾
75 ૭૫. (અલ્લાહ તઆલાએ) કહ્યું, હે ઇબ્લિસ! તને તેની સામે સિજદો કરવાથી કેવી વસ્તુએ રોક્યો? જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું. શું તું અહંકારી બની ગયો છે? અથવા તો ઉચ્ચ દરજ્જા વાળાઓ માંથી છે? قَالَ يَٰٓإِبْلِيسُ مَا مَنَعَكَ أَن تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَىَّ ۖ أَسْتَكْبَرْتَ أَمْ كُنتَ مِنَ ٱلْعَالِينَ. ﴿75﴾
76 ૭૬. તેણે જવાબ આપ્યો કે હું આના કરતા શ્રેષ્ઠ છું, તે મારું સર્જન આગ વડે કર્યું અને આનું માટી વડે, قَالَ أَنَا۠ خَيْرٌۭ مِّنْهُ ۖ خَلَقْتَنِى مِن نَّارٍۢ وَخَلَقْتَهُۥ مِن طِينٍۢ. ﴿76﴾
77 ૭૭. આદેશ આપ્યો કે તું અહીંયાથી જતો રહે, તું ધૃત્કારેલો છે, قَالَ فَٱخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌۭ. ﴿77﴾
78 ૭૮. અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે. وَإِنَّ عَلَيْكَ لَعْنَتِىٓ إِلَىٰ يَوْمِ ٱلدِّينِ. ﴿78﴾
79 ૭૯. કહેવા લાગ્યો કે મારા પાલનહાર! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ. قَالَ رَبِّ فَأَنظِرْنِىٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ. ﴿79﴾
80 ૮૦. (અલ્લાહ તઆલાએ) કહ્યું, સારુ તને મહેતલ આપવામાં આવે છે. قَالَ فَإِنَّكَ مِنَ ٱلْمُنظَرِينَ. ﴿80﴾
81 ૮૧. નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી, إِلَىٰ يَوْمِ ٱلْوَقْتِ ٱلْمَعْلُومِ. ﴿81﴾
82 ૮૨. કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ! નિ:શંક હું તે સૌને ગુમરાહ કરીશ. قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ. ﴿82﴾
83 ૮૩. તારા તે બંદાઓ સિવાય, જેમને તે વિશિષ્ટ કરી લીધા. إِلَّا عِبَادَكَ مِنْهُمُ ٱلْمُخْلَصِينَ. ﴿83﴾
84 ૮૪. કહ્યું કે સત્ય તો આ છે, અને હું સાચું જ કહું છું, قَالَ فَٱلْحَقُّ وَٱلْحَقَّ أَقُولُ. ﴿84﴾
85 ૮૫. કે તને અને તારું અનુસરણ કરનારા દરેક લોકોથી, હું જહન્નમને ભરી દઇશ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ. ﴿85﴾
86 ૮૬. તમે તેમને કહી દો કે હું તમારી પાસે આના માટે કોઇ વળતર નથી માંગતો અને ન તો હું બળજબરી કરવાવાળો છું. قُلْ مَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍۢ وَمَآ أَنَا۠ مِنَ ٱلْمُتَكَلِّفِينَ. ﴿86﴾
87 ૮૭. આ કુરઆન તો સમગ્ર સૃષ્ટિના લોકો માટે સ્પષ્ટ શિખામણ છે. إِنْ هُوَ إِلَّا ذِكْرٌۭ لِّلْعَٰلَمِينَ. ﴿87﴾
88 ૮૮. થોડાક જ સમય પછી તમને (પોતે જ) આ વાતની (સત્યતા) ખબર પડી જશે. وَلَتَعْلَمُنَّ نَبَأَهُۥ بَعْدَ حِينٍۭ. ﴿88﴾