الدخان
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
|
1
૧. હા-મીમ્ [1]
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
|
حمٓ. ﴿1﴾ |
| 2 ૨. તે કિતાબની કસમ! જે સત્યને સ્પષ્ટ કરે છે. | وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ. ﴿2﴾ |
| 3 ૩. નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં ઉતારી છે, નિ:શંક અમે સચેત કરનારા છે. | إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةٍۢ مُّبَٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ. ﴿3﴾ |
| 4 ૪. તે જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે. | فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ. ﴿4﴾ |
| 5 ૫. ખરેખર અમે જ પયગંબર બનાવી મોકલીએ છીએ, | أَمْرًۭا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ. ﴿5﴾ |
| 6 ૬. અને આ તમારા પાલનહારની કૃપાથી હતું, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે. | رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ. ﴿6﴾ |
| 7 ૭. જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય. | رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ. ﴿7﴾ |
| 8 ૮. તેના સિવાય કોઇ ઇલાહનથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે. | لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ. ﴿8﴾ |
| 9 ૯. પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરી રહ્યા છે. | بَلْ هُمْ فِى شَكٍّۢ يَلْعَبُونَ. ﴿9﴾ |
| 10 ૧૦. તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે. | فَٱرْتَقِبْ يَوْمَ تَأْتِى ٱلسَّمَآءُ بِدُخَانٍۢ مُّبِينٍۢ. ﴿10﴾ |
| 11 ૧૧. જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત અઝાબ હશે. | يَغْشَى ٱلنَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌۭ. ﴿11﴾ |
| 12 ૧૨. (તે સમયે લોકો) કહેશે કે હે અમારા પાલનહાર! આ અઝાબ અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ. | رَّبَّنَا ٱكْشِفْ عَنَّا ٱلْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ. ﴿12﴾ |
| 13 ૧૩. તે સમયે તેમને નસીહત ફાયદો નહીં પહોચાડે, જો કે સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા,. | أَنَّىٰ لَهُمُ ٱلذِّكْرَىٰ وَقَدْ جَآءَهُمْ رَسُولٌۭ مُّبِينٌۭ. ﴿13﴾ |
| 14 ૧૪. તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે. | ثُمَّ تَوَلَّوْا۟ عَنْهُ وَقَالُوا۟ مُعَلَّمٌۭ مَّجْنُونٌ. ﴿14﴾ |
| 15 ૧૫. અમે અઝાબને સહેજ દૂર કરી દઇશું તો તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો. | إِنَّا كَاشِفُوا۟ ٱلْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَآئِدُونَ. ﴿15﴾ |
| 16 ૧૬. જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે. | يَوْمَ نَبْطِشُ ٱلْبَطْشَةَ ٱلْكُبْرَىٰٓ إِنَّا مُنتَقِمُونَ. ﴿16﴾ |
| 17 ૧૭. નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા. | ۞ وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُولٌۭ كَرِيمٌ. ﴿17﴾ |
| 18 ૧૮. (જેણે કહ્યું) કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. | أَنْ أَدُّوٓا۟ إِلَىَّ عِبَادَ ٱللَّهِ ۖ إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ. ﴿18﴾ |
| 19 ૧૯. અને એ કે તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ. | وَأَن لَّا تَعْلُوا۟ عَلَى ٱللَّهِ ۖ إِنِّىٓ ءَاتِيكُم بِسُلْطَٰنٍۢ مُّبِينٍۢ. ﴿19﴾ |
| 20 ૨૦. અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો. | وَإِنِّى عُذْتُ بِرَبِّى وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ. ﴿20﴾ |
| 21 ૨૧. અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો. | وَإِن لَّمْ تُؤْمِنُوا۟ لِى فَٱعْتَزِلُونِ. ﴿21﴾ |
| 22 ૨૨. પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે. | فَدَعَا رَبَّهُۥٓ أَنَّ هَٰٓؤُلَآءِ قَوْمٌۭ مُّجْرِمُونَ. ﴿22﴾ |
| 23 ૨૩. (અલ્લાહએ આદેશ આપ્યો) કે તમે રાતના સમયે મારા બંદાઓને લઇને નીકળી જાવ, ખરેખર (આ લોકો) તમારી પાછળ આવશે. | فَأَسْرِ بِعِبَادِى لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ. ﴿23﴾ |
| 24 ૨૪. તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર તેમના લશ્કરને ડુબાડી દેવામાં આવશે. | وَٱتْرُكِ ٱلْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌۭ مُّغْرَقُونَ. ﴿24﴾ |
| 25 ૨૫. તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા. | كَمْ تَرَكُوا۟ مِن جَنَّٰتٍۢ وَعُيُونٍۢ. ﴿25﴾ |
| 26 ૨૬. તથા ખેતરો અને શાંતિવાળા ઘર. | وَزُرُوعٍۢ وَمَقَامٍۢ كَرِيمٍۢ. ﴿26﴾ |
| 27 ૨૭. અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી. | وَنَعْمَةٍۢ كَانُوا۟ فِيهَا فَٰكِهِينَ. ﴿27﴾ |
| 28 ૨૮. આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા. | كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَٰهَا قَوْمًا ءَاخَرِينَ. ﴿28﴾ |
| 29 ૨૯. ન તો તેમના માટે આકાશ રડ્યું અને ન તો જમીન અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી. | فَمَا بَكَتْ عَلَيْهِمُ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ وَمَا كَانُوا۟ مُنظَرِينَ. ﴿29﴾ |
| 30 ૩૦. અને નિ:શંક અમે (જ) બની ઇસ્રાઇલને અપમાનિત કરી દેનારા અઝાબથી છુટકારો આપ્યો. | وَلَقَدْ نَجَّيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ مِنَ ٱلْعَذَابِ ٱلْمُهِينِ. ﴿30﴾ |
| 31 ૩૧. (અર્થાત) ફિરઔનથી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો. | مِن فِرْعَوْنَ ۚ إِنَّهُۥ كَانَ عَالِيًۭا مِّنَ ٱلْمُسْرِفِينَ. ﴿31﴾ |
| 32 ૩૨. અને અમે બની ઇસ્રાઇલને પોતાના ઇલ્મના કારણે સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી. | وَلَقَدِ ٱخْتَرْنَٰهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى ٱلْعَٰلَمِينَ. ﴿32﴾ |
| 33 ૩૩. અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી, જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી. | وَءَاتَيْنَٰهُم مِّنَ ٱلْءَايَٰتِ مَا فِيهِ بَلَٰٓؤٌۭا۟ مُّبِينٌ. ﴿33﴾ |
| 34 ૩૪. આ લોકો તો આવું જ કહે છે, | إِنَّ هَٰٓؤُلَآءِ لَيَقُولُونَ. ﴿34﴾ |
| 35 ૩૫. કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે. | إِنْ هِىَ إِلَّا مَوْتَتُنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ. ﴿35﴾ |
| 36 ૩૬. જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો. | فَأْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿36﴾ |
| 37 ૩૭. શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા. | أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍۢ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَٰهُمْ ۖ إِنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ. ﴿37﴾ |
| 38 ૩૮. અમે આકાશો અને ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું. | وَمَا خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَٰعِبِينَ. ﴿38﴾ |
| 39 ૩૯. પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી. | مَا خَلَقْنَٰهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. ﴿39﴾ |
| 40 ૪૦. નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે. | إِنَّ يَوْمَ ٱلْفَصْلِ مِيقَٰتُهُمْ أَجْمَعِينَ. ﴿40﴾ |
| 41 ૪૧. તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે. | يَوْمَ لَا يُغْنِى مَوْلًى عَن مَّوْلًۭى شَيْـًۭٔا وَلَا هُمْ يُنصَرُونَ. ﴿41﴾ |
| 42 ૪૨. સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે. | إِلَّا مَن رَّحِمَ ٱللَّهُ ۚ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ. ﴿42﴾ |
| 43 ૪૩. નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ, | إِنَّ شَجَرَتَ ٱلزَّقُّومِ. ﴿43﴾ |
| 44 ૪૪. અપરાધીનો ખોરાક છે. | طَعَامُ ٱلْأَثِيمِ. ﴿44﴾ |
| 45 ૪૫. જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે. | كَٱلْمُهْلِ يَغْلِى فِى ٱلْبُطُونِ. ﴿45﴾ |
| 46 ૪૬. સખત ગરમ પાણી જેવું, | كَغَلْىِ ٱلْحَمِيمِ. ﴿46﴾ |
| 47 ૪૭. (પછી આદેશ આપવામાં આવશે) કે તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો. | خُذُوهُ فَٱعْتِلُوهُ إِلَىٰ سَوَآءِ ٱلْجَحِيمِ. ﴿47﴾ |
| 48 ૪૮. પછી તેના માથા પર સખત ગરમ પાણીનો અઝાબ વહાવો. | ثُمَّ صُبُّوا۟ فَوْقَ رَأْسِهِۦ مِنْ عَذَابِ ٱلْحَمِيمِ. ﴿48﴾ |
| 49 ૪૯. (તેને કહેવામાં આવશે) ચાખતો રહે, તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો, | ذُقْ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْكَرِيمُ. ﴿49﴾ |
| 50 ૫૦. આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા. | إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِۦ تَمْتَرُونَ. ﴿50﴾ |
| 51 ૫૧. નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે. | إِنَّ ٱلْمُتَّقِينَ فِى مَقَامٍ أَمِينٍۢ. ﴿51﴾ |
| 52 ૫૨. બગીચા અને ઝરણાઓમાં. | فِى جَنَّٰتٍۢ وَعُيُونٍۢ. ﴿52﴾ |
| 53 ૫૩. પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે. | يَلْبَسُونَ مِن سُندُسٍۢ وَإِسْتَبْرَقٍۢ مُّتَقَٰبِلِينَ. ﴿53﴾ |
| 54 ૫૪. આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું. | كَذَٰلِكَ وَزَوَّجْنَٰهُم بِحُورٍ عِينٍۢ. ﴿54﴾ |
| 55 ૫૫. શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે. | يَدْعُونَ فِيهَا بِكُلِّ فَٰكِهَةٍ ءَامِنِينَ. ﴿55﴾ |
| 56 ૫૬. ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, જે દુનિયામાં આવી ગયું, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમના અઝાબથી બચાવી લેશે. | لَا يَذُوقُونَ فِيهَا ٱلْمَوْتَ إِلَّا ٱلْمَوْتَةَ ٱلْأُولَىٰ ۖ وَوَقَىٰهُمْ عَذَابَ ٱلْجَحِيمِ. ﴿56﴾ |
| 57 ૫૭. આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે. | فَضْلًۭا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ. ﴿57﴾ |
| 58 ૫૮. અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે. | فَإِنَّمَا يَسَّرْنَٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ. ﴿58﴾ |
| 59 ૫૯. હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે. | فَٱرْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ. ﴿59﴾ |