Loading date... | Loading Hijri date... | Loading time...

ق

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. કૉફ[1] કસમ છે, તે કુરઆનની, જે ભવ્ય શાનવાળું છે.
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
قٓ ۚ وَٱلْقُرْءَانِ ٱلْمَجِيدِ. ﴿1﴾
2 ૨. પરંતુ તેઓ એ વાત પર આશ્ચર્ય કરે છે કે તેઓ પાસે તેમના માંથી જ એક ડરાવનાર આવ્યો. તો કાફિરોએ કહ્યુ કે આ તો અદભુત વાત છે. بَلْ عَجِبُوٓا۟ أَن جَآءَهُم مُّنذِرٌۭ مِّنْهُمْ فَقَالَ ٱلْكَٰفِرُونَ هَٰذَا شَىْءٌ عَجِيبٌ. ﴿2﴾
3 ૩. શું જ્યારે અમે મૃત્યુ પામ્યા પછી માટી થઇ જઇશું? (તો ફરીવાર ઉઠાવવામાં આવીશું?) પછી વાત તો સમજની બહાર છે. أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًۭا ۖ ذَٰلِكَ رَجْعٌۢ بَعِيدٌۭ. ﴿3﴾
4 ૪. અમે જાણીએ છીએ કે ધરતી (તેમના મૃત શરીર) માંથી કઇ કઈ વસ્તુ ઘટાડે છે અને અમારી પાસે એક કિતાબ છે, જેમાં દરેક વસ્તુ સુરક્ષિત છે. قَدْ عَلِمْنَا مَا تَنقُصُ ٱلْأَرْضُ مِنْهُمْ ۖ وَعِندَنَا كِتَٰبٌ حَفِيظٌۢ. ﴿4﴾
5 ૫. પરંતુ જ્યારે તેમની પાસે સાચી વાત આવી ગઈ ઓ તેઓએ તેને જુઠલાવી દીધું, બસ! તેઓ એક મૂંઝવણમાં પડી ગયા છે. بَلْ كَذَّبُوا۟ بِٱلْحَقِّ لَمَّا جَآءَهُمْ فَهُمْ فِىٓ أَمْرٍۢ مَّرِيجٍ. ﴿5﴾
6 ૬. શું તેઓએ પોતાની ઉપર આકાશ તરફ નથી જોતા? કે અમે તેને કેવી રીતે બનાવ્યું છે, અને શણગાર્યું છે, તેમાં કોઇ કાણું નથી. أَفَلَمْ يَنظُرُوٓا۟ إِلَى ٱلسَّمَآءِ فَوْقَهُمْ كَيْفَ بَنَيْنَٰهَا وَزَيَّنَّٰهَا وَمَا لَهَا مِن فُرُوجٍۢ. ﴿6﴾
7 ૭. અને ધરતીને અમે પાથરી દીધી અને તેમાં અમે પહાડો નાખી દીધા અને તેમાં અમે અલગ અલગ પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડી. وَٱلْأَرْضَ مَدَدْنَٰهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَٰسِىَ وَأَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍۭ بَهِيجٍۢ. ﴿7﴾
8 ૮. (તે વસ્તુઓમાં) દરેક ઝૂક્નાર બંદાઓ શિખામણ અને (નસીહત પ્રાપ્ત કરવાનો સામાન) છે . تَبْصِرَةًۭ وَذِكْرَىٰ لِكُلِّ عَبْدٍۢ مُّنِيبٍۢ. ﴿8﴾
9 ૯. અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેનાથી બગીચાઓ અને અનાજના દાણા ઉગાડ્યાં, જેમને કાપવામાં આવે છે. وَنَزَّلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءًۭ مُّبَٰرَكًۭا فَأَنۢبَتْنَا بِهِۦ جَنَّٰتٍۢ وَحَبَّ ٱلْحَصِيدِ. ﴿9﴾
10 ૧૦. અને ખજૂરોના ઊંચા ઊંચા વૃક્ષો જેમના ગુચ્છા એક પર એક છે. وَٱلنَّخْلَ بَاسِقَٰتٍۢ لَّهَا طَلْعٌۭ نَّضِيدٌۭ. ﴿10﴾
11 ૧૧. આ બંદાઓની રોજી છે અને અમે પાણી વડે મૃત જમીનને જીવિત કરીએ છીએ, (તમારું જમીન માંથી બીજીવાર) નીકળવું પણ આવી જ રીતે થશે. رِّزْقًۭا لِّلْعِبَادِ ۖ وَأَحْيَيْنَا بِهِۦ بَلْدَةًۭ مَّيْتًۭا ۚ كَذَٰلِكَ ٱلْخُرُوجُ. ﴿11﴾
12 ૧૨. આ પહેલા નૂહની કોમે,કૂંવાવાળાઓ અને ષમૂદીયોએ જુઠલાવ્યા . كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍۢ وَأَصْحَٰبُ ٱلرَّسِّ وَثَمُودُ. ﴿12﴾
13 ૧૩. આદ,ફિરઔને અને લૂતના લોકોએ પણ (જુઠલાવ્યા). وَعَادٌۭ وَفِرْعَوْنُ وَإِخْوَٰنُ لُوطٍۢ. ﴿13﴾
14 ૧૪. અને અયકહવાળાઓએ અને તુબ્બઅ ની કોમવાળાએ પણ, સૌએ પયગંબરોને જૂઠલાવ્યા, બસ! મારા અઝાબનું વચન તેઓ પર સાચુ થઇ ગયું وَأَصْحَٰبُ ٱلْأَيْكَةِ وَقَوْمُ تُبَّعٍۢ ۚ كُلٌّۭ كَذَّبَ ٱلرُّسُلَ فَحَقَّ وَعِيدِ. ﴿14﴾
15 ૧૫. શું અમે પ્રથમ વખત પેદા કરી થાકી ગયા? (પરંતુ સાચી વાત તો એ છે કે) આ લોકો નવા સર્જન વિશે શંકામાં પડેલા છે. أَفَعَيِينَا بِٱلْخَلْقِ ٱلْأَوَّلِ ۚ بَلْ هُمْ فِى لَبْسٍۢ مِّنْ خَلْقٍۢ جَدِيدٍۢ. ﴿15﴾
16 ૧૬. અમે માનવીનું સર્જન કર્યુ છે અને તેઓના હૃદયોમાં જે વિચારો ઉત્પન્ન થાય છે તેને પણ અમે જાણીએ છીએ અને અમે તેની ધોરી નસથી પણ વધુ નજીક છે. وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهِۦ نَفْسُهُۥ ۖ وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ ٱلْوَرِيدِ. ﴿16﴾
17 ૧૭. જ્યારે કે બે (ફરિશ્તાઓ) દરેક વસ્તુને નોંધ કરનાર જમણી અને ડાબી બાજુ બેસી બધું જ લખી રહ્યા છે. إِذْ يَتَلَقَّى ٱلْمُتَلَقِّيَانِ عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ قَعِيدٌۭ. ﴿17﴾
18 ૧૮. (માનવી) મોં વડે કોઇ શબ્દ બોલી શકતો નથી પરંતુ તેની ઉપર એક દેખરેખ રાખનારા તૈયાર છે. مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌۭ. ﴿18﴾
19 ૧૯. અને મૃતની બેહોશી સાચે જ આવીને રહેશે, (હે માનવી!) આ તે વસ્તુ છે, જેનાથી તું કતરાતો હતો. وَجَآءَتْ سَكْرَةُ ٱلْمَوْتِ بِٱلْحَقِّ ۖ ذَٰلِكَ مَا كُنتَ مِنْهُ تَحِيدُ. ﴿19﴾
20 ૨૦. અને (પછી જ્યારે) સૂરમાં ફૂંક મારવામાં આવશે, (તો તેને કહેવામાં આવશે કે) આ જ અઝાબના વચનનો દિવસ છે. وَنُفِخَ فِى ٱلصُّورِ ۚ ذَٰلِكَ يَوْمُ ٱلْوَعِيدِ. ﴿20﴾
21 ૨૧. અને દરેક વ્યક્તિ તે દિવસે એવી રીતે આવશે કે તેની સાથે એક હાંકનાર અને એક શાક્ષી આપનાર (ફરિશ્તો) હશે. وَجَآءَتْ كُلُّ نَفْسٍۢ مَّعَهَا سَآئِقٌۭ وَشَهِيدٌۭ. ﴿21﴾
22 ૨૨. નિ:શંક તમે તે દિવસથી ગાફેલ હતા, પરંતુ આજે અમે તમારી આંખો પરથી પરદો હટાવી દીધો, બસ! આજે તારી નઝર ખુબ જ તેઝ થઇ ગઈ. لَّقَدْ كُنتَ فِى غَفْلَةٍۢ مِّنْ هَٰذَا فَكَشَفْنَا عَنكَ غِطَآءَكَ فَبَصَرُكَ ٱلْيَوْمَ حَدِيدٌۭ. ﴿22﴾
23 ૨૩. તેનો સાથી (ફરિશ્તો) કહેશે, આ રહ્યું તેનું કર્મનોધ, મારી પાસે હાજર છે. وَقَالَ قَرِينُهُۥ هَٰذَا مَا لَدَىَّ عَتِيدٌ. ﴿23﴾
24 ૨૪. (હાંકનાર અને સાક્ષી આપનાર બન્ને ફરિશ્તાઓને આદેશ આપવામાં આવશે) કે દરેક ગુમરાહ અને વિદ્રોહી લોકોને જહન્નમમાં ધકેલી દો. أَلْقِيَا فِى جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِيدٍۢ. ﴿24﴾
25 ૨૫. જે સદકાર્યોથી રોકનાર, હદ વટાવી જનાર અને શંકા કરનાર હતા. مَّنَّاعٍۢ لِّلْخَيْرِ مُعْتَدٍۢ مُّرِيبٍ. ﴿25﴾
26 ૨૬. જેણે અલ્લાહ સાથે બીજાને ઇલાહ બનાવી રાખ્યા હતા, બસ! તેને સખત અઝાબમાં ધકેલી દો. ٱلَّذِى جَعَلَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَأَلْقِيَاهُ فِى ٱلْعَذَابِ ٱلشَّدِيدِ. ﴿26﴾
27 ૨૭. તેની સાથેનો (શૈતાન) કહેશે હે અમારા પાલનહાર મેં તેને વિદ્રોહી નહતો બનાવ્યો, પરંતુ આ પોતે જ દૂરની ગુમરાહીમાં હતો. ۞ قَالَ قَرِينُهُۥ رَبَّنَا مَآ أَطْغَيْتُهُۥ وَلَٰكِن كَانَ فِى ضَلَٰلٍۭ بَعِيدٍۢ. ﴿27﴾
28 ૨૮. (અલ્લાહ) કહેશે બસ! મારી સામે ઝઘડવાની વાત ન કરો, હું તો પહેલાથી જ તમારી તરફ ચેતવણી (અઝાબનું વચન) મોકલી ચુકયો હતો. قَالَ لَا تَخْتَصِمُوا۟ لَدَىَّ وَقَدْ قَدَّمْتُ إِلَيْكُم بِٱلْوَعِيدِ. ﴿28﴾
29 ૨૯. મારી પાસે વાત બદલાતી નથી અને હું મારા બંદાઓ પર જુલમ કરવાવાળો નથી. مَا يُبَدَّلُ ٱلْقَوْلُ لَدَىَّ وَمَآ أَنَا۠ بِظَلَّٰمٍۢ لِّلْعَبِيدِ. ﴿29﴾
30 ૩૦. તે દિવસે અમે જહન્નમને પૂછીશું, શું તું ભરાઇ ગઇ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે? يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ ٱمْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍۢ. ﴿30﴾
31 ૩૧. અને જન્નત સંયમરાખનાર માટે નજીક કરવામાં આવશે, થોડીક પણ દૂર નહી હોય. وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ غَيْرَ بَعِيدٍ. ﴿31﴾
32 ૩૨. આ તે છે, જેનું વચન તમને આપવામાં આવતુ હતું, દરેક તે વ્યક્તિ માટે જે ઝૂક્નાર અને નિયંત્રણ રાખનાર હશે, هَٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٍۢ. ﴿32﴾
33 ૩૩. જે રહમાનથી વિણદેખે ડરે છે, અને તૌબા કરનારૂ હૃદય લાવ્યો હશે. مَّنْ خَشِىَ ٱلرَّحْمَٰنَ بِٱلْغَيْبِ وَجَآءَ بِقَلْبٍۢ مُّنِيبٍ. ﴿33﴾
34 ૩૪. તમે આ જન્નતમાં સલામતી સાથે પ્રવેશ પામો, તે દિવસ હંમેશા માટેનો દિવસ હશે. ٱدْخُلُوهَا بِسَلَٰمٍۢ ۖ ذَٰلِكَ يَوْمُ ٱلْخُلُودِ. ﴿34﴾
35 ૩૫. આ (લોકો) ત્યાં જે વસ્તુની ઈચ્છા કરશે, તેમને મળી જશે, અને અમારી પાસે તેના કરતા વધારે વસ્તુ હાજર છે. لَهُم مَّا يَشَآءُونَ فِيهَا وَلَدَيْنَا مَزِيدٌۭ. ﴿35﴾
36 ૩૬. અને આ પહેલા પણ અમે ઘણી કોમોને નષ્ટ કરી ચુકયા છે, જે તેમના કરતા વધુ શક્તિશાળી હતી, (જ્યારે અઝાબ આવ્યો) તે લોકોએ શહેરનો ખૂણો ખૂણો શોધી કાઢ્યો કે તેમને શરણ માટે કોઈ જગ્યા મળી જાય. وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَشَدُّ مِنْهُم بَطْشًۭا فَنَقَّبُوا۟ فِى ٱلْبِلَٰدِ هَلْ مِن مَّحِيصٍ. ﴿36﴾
37 ૩૭. આમાં હૃદયવાળા માટે શિખામણ છે, અને તેના માટે જે ધ્યાનધરીને સાંભળે અને તે હાજર હોય. إِنَّ فِى ذَٰلِكَ لَذِكْرَىٰ لِمَن كَانَ لَهُۥ قَلْبٌ أَوْ أَلْقَى ٱلسَّمْعَ وَهُوَ شَهِيدٌۭ. ﴿37﴾
38 ૩૮. નિ:શંક અમે આકાશ અને ધરતી અને જે કંઇ તેઓની વચ્ચે છે, દરેક વસ્તુઓને છ દિવસમાં પેદા કરી, અને અમે સહેજ પણ થાકયા નથી. وَلَقَدْ خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِى سِتَّةِ أَيَّامٍۢ وَمَا مَسَّنَا مِن لُّغُوبٍۢ. ﴿38﴾
39 ૩૯. બસ! (હે નબી) આ લોકો જે કંઇ પણ કહે છે, તમે તેના પર ધીરજ રાખો અને પોતાના પાલનહારનાનામની પ્રશંસા તસ્બીહ સાથે સુર્યોદય અને સુર્યાસ્ત પહેલા કરો. فَٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ ٱلشَّمْسِ وَقَبْلَ ٱلْغُرُوبِ. ﴿39﴾
40 ૪૦. અને રાતના કોઇ પણ સમયે અને નમાઝ પછી પણ તેની તસ્બીહ કરતા રહો. وَمِنَ ٱلَّيْلِ فَسَبِّحْهُ وَأَدْبَٰرَ ٱلسُّجُودِ. ﴿40﴾
41 ૪૧. અને ધ્યાનથી સાંભળો કે જે દિવસ એક પોકારવાવાળો નજીકની જગ્યાએથી પોકારશે. وَٱسْتَمِعْ يَوْمَ يُنَادِ ٱلْمُنَادِ مِن مَّكَانٍۢ قَرِيبٍۢ. ﴿41﴾
42 ૪૨. (અને) દરેક લોકો તે સખત ચીસને નિશ્ર્ચિતપણે સાંભળી લેશે, આ (જમીન માંથી બીજીવાર) નીકળવાનો દિવસ હશે. يَوْمَ يَسْمَعُونَ ٱلصَّيْحَةَ بِٱلْحَقِّ ۚ ذَٰلِكَ يَوْمُ ٱلْخُرُوجِ. ﴿42﴾
43 ૪૩. અમે જ જીવિત કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ. અને અમારી પાસે પાછા આવવાનું છે. إِنَّا نَحْنُ نُحْىِۦ وَنُمِيتُ وَإِلَيْنَا ٱلْمَصِيرُ. ﴿43﴾
44 ૪૪. જે દિવસે ધરતી ફાટી પડશે અને તેઓ દોડતા (નીકળી પડશે), આ પ્રમાણે ભેગા કરવા, અમારા માટે ખુબ જ સરળ છે يَوْمَ تَشَقَّقُ ٱلْأَرْضُ عَنْهُمْ سِرَاعًۭا ۚ ذَٰلِكَ حَشْرٌ عَلَيْنَا يَسِيرٌۭ. ﴿44﴾
45 ૪૫. જે કંઇ આ લોકો કહી રહ્યા છે, અમે ખુબ સારી રીતે જાણીએ છીએ અને તમે તેઓના પર સમર્થ નથી, તો તમે તે દરેક વ્યક્તિને નસીહત કરતા રહો, જે મેં આપેલ અઝાબના વચનથી ડરે છે. نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ ۖ وَمَآ أَنتَ عَلَيْهِم بِجَبَّارٍۢ ۖ فَذَكِّرْ بِٱلْقُرْءَانِ مَن يَخَافُ وَعِيدِ. ﴿45﴾