الذاريات
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. તે હવાઓની કસમ! જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે. | وَٱلذَّٰرِيَٰتِ ذَرْوًۭا. ﴿1﴾ |
| 2 ૨. પછી તેની (કસમ) જે (વાદળોનો) ભાર ઉઠાવી રાખે છે. | فَٱلْحَٰمِلَٰتِ وِقْرًۭا. ﴿2﴾ |
| 3 ૩. પછી તેની (કસમ) જે ધીમે ધીમે ચાલે છે. | فَٱلْجَٰرِيَٰتِ يُسْرًۭا. ﴿3﴾ |
| 4 ૪. પછી તેમની (કસમ) જે વસ્તુઓને વિભાજીત કરે છે. | فَٱلْمُقَسِّمَٰتِ أَمْرًا. ﴿4﴾ |
| 5 ૫. નિ:શંક તમને જે વચનો આપવામાં આવે છે, (બધા) સાચા વચનો છે. | إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌۭ. ﴿5﴾ |
| 6 ૬. અને નિ:શંક ન્યાયનો (દિવસ) જરૂર આવશે. | وَإِنَّ ٱلدِّينَ لَوَٰقِعٌۭ. ﴿6﴾ |
| 7 ૭. કસમ છે, વિવિધ માર્ગોવાળા આકાશની. | وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْحُبُكِ. ﴿7﴾ |
| 8 ૮. તમે (આખિરત વિશે) વિવિધ પ્રકારની વાતો કરો છો. | إِنَّكُمْ لَفِى قَوْلٍۢ مُّخْتَلِفٍۢ. ﴿8﴾ |
| 9 ૯. (આખિરતની સત્યતાથી) તે જ મોઢું ફેરવે છે, જેને સત્યથી ફેરવી દેવામાં આવ્યો છે. | يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ. ﴿9﴾ |
| 10 ૧૦. નષ્ટ થાય, કાલ્પનિક વાતો કરવાવાળા. | قُتِلَ ٱلْخَرَّٰصُونَ. ﴿10﴾ |
| 11 ૧૧. જેઓ એટલા બેદરકાર છે કે બધું જ ભુલાવી બેઠા છે. | ٱلَّذِينَ هُمْ فِى غَمْرَةٍۢ سَاهُونَ. ﴿11﴾ |
| 12 ૧૨. પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે? | يَسْـَٔلُونَ أَيَّانَ يَوْمُ ٱلدِّينِ. ﴿12﴾ |
| 13 ૧૩. જે દિવસે આ લોકોને આગમાં તપવવામાં આવશે, | يَوْمَ هُمْ عَلَى ٱلنَّارِ يُفْتَنُونَ. ﴿13﴾ |
| 14 ૧૪. (અને કહેવામાં અઆવશે) કે પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ તે અઝાબ છે, જેની તમે ઉતાવળ કરતા હતા. | ذُوقُوا۟ فِتْنَتَكُمْ هَٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تَسْتَعْجِلُونَ. ﴿14﴾ |
| 15 ૧૫. નિ:શંક પરહેજગાર લોકો તે દિવસે જન્નતો અને ઝરણાઓમાં હશે. | إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍۢ وَعُيُونٍ. ﴿15﴾ |
| 16 ૧૬. તેમના પાલનહારે જે કંઇ તેમને આપશે, તેને લઇ રહ્યા હશે, તે આ દિવસ આવતા પહેલા સદાચારી હતા. | ءَاخِذِينَ مَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ. ﴿16﴾ |
| 17 ૧૭. તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા. | كَانُوا۟ قَلِيلًۭا مِّنَ ٱلَّيْلِ مَا يَهْجَعُونَ. ﴿17﴾ |
| 18 ૧૮. અને સહરી ના સમયે માફી માંગતા હતા. | وَبِٱلْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ. ﴿18﴾ |
| 19 ૧૯. અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ બન્ને માટે ભાગ હતો. | وَفِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّۭ لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ. ﴿19﴾ |
| 20 ૨૦. અને મોમિનો માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે. | وَفِى ٱلْأَرْضِ ءَايَٰتٌۭ لِّلْمُوقِنِينَ. ﴿20﴾ |
| 21 ૨૧. અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી? | وَفِىٓ أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ. ﴿21﴾ |
| 22 ૨૨. આકાશમાં તમારી રોજી છે, અને તે બધું પણ, જેનું વચન તમને આપવામાં આવે છે. | وَفِى ٱلسَّمَآءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ. ﴿22﴾ |
| 23 ૨૩. આકાશ અને ધરતીના પાલનહારની કસમ! આ વાત એવી જ સાચી છે, જેવી કે તમારું વાત કરવું સત્ય છે. | فَوَرَبِّ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ إِنَّهُۥ لَحَقٌّۭ مِّثْلَ مَآ أَنَّكُمْ تَنطِقُونَ. ﴿23﴾ |
| 24 ૨૪. (હે નબી!) શું તમારી પાસે ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે? | هَلْ أَتَىٰكَ حَدِيثُ ضَيْفِ إِبْرَٰهِيمَ ٱلْمُكْرَمِينَ. ﴿24﴾ |
| 25 ૨૫. જ્યારે તેઓ ઇબ્રાહીમ પાસે આવ્યા, તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને વિચાર કર્યો કે) આ તો અજાણ્યા લોકો છે. | إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَٰمًۭا ۖ قَالَ سَلَٰمٌۭ قَوْمٌۭ مُّنكَرُونَ. ﴿25﴾ |
| 26 ૨૬. પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા. | فَرَاغَ إِلَىٰٓ أَهْلِهِۦ فَجَآءَ بِعِجْلٍۢ سَمِينٍۢ. ﴿26﴾ |
| 27 ૨૭. અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા કેમ નથી? | فَقَرَّبَهُۥٓ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ. ﴿27﴾ |
| 28 ૨૮. પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી. | فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةًۭ ۖ قَالُوا۟ لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَٰمٍ عَلِيمٍۢ. ﴿28﴾ |
| 29 ૨૯. બસ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ. | فَأَقْبَلَتِ ٱمْرَأَتُهُۥ فِى صَرَّةٍۢ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌۭ. ﴿29﴾ |
| 30 ૩૦. તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે કહ્યું છે. નિ:શંક તે હિકામ્તવાળો અને જાણવાવાળો છે. | قَالُوا۟ كَذَٰلِكِ قَالَ رَبُّكِ ۖ إِنَّهُۥ هُوَ ٱلْحَكِيمُ ٱلْعَلِيمُ. ﴿30﴾ |
| 31 ૩૧. (ઇબ્રાહીમે) તે ફરિશ્તાઓને કહ્યું: હે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ)! તમારો શું હેતુ છે? | ۞ قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ. ﴿31﴾ |
| 32 ૩૨. તેમણે જવાબ આપ્યો કે અમને એક દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે. | قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍۢ مُّجْرِمِينَ. ﴿32﴾ |
| 33 ૩૩. જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ. | لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةًۭ مِّن طِينٍۢ. ﴿33﴾ |
| 34 ૩૪. જે તમારા પાલનહાર તરફથી ચિન્હિત છે, તે સીમાઓનું ઉલ્લંઘન કરનારાઓ માટે. | مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ. ﴿34﴾ |
| 35 ૩૫. બસ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા. | فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ ٱلْمُؤْمِنِينَ. ﴿35﴾ |
| 36 ૩૬. અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું. | فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍۢ مِّنَ ٱلْمُسْلِمِينَ. ﴿36﴾ |
| 37 ૩૭. અને અમે ત્યાં તેમના માટે એક નિશાની છોડી. જે દુ:ખદાયી અઝાબથી ડરે છે. | وَتَرَكْنَا فِيهَآ ءَايَةًۭ لِّلَّذِينَ يَخَافُونَ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ. ﴿37﴾ |
| 38 ૩૮. અને મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફથી) એક નિશાની કે અમે તેને ફિરઓન તરફ સ્પષ્ટ મુઅજિઝા આપી મોકલ્યા. | وَفِى مُوسَىٰٓ إِذْ أَرْسَلْنَٰهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَٰنٍۢ مُّبِينٍۢ. ﴿38﴾ |
| 39 ૩૯. બસ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે. | فَتَوَلَّىٰ بِرُكْنِهِۦ وَقَالَ سَٰحِرٌ أَوْ مَجْنُونٌۭ. ﴿39﴾ |
| 40 ૪૦. છેવટે અમે તેને અને તેના લશ્કરને પકડી લીધા અને દરિયામાં નાખી દીધા અને તે હતો જ ધૂત્કારને લાયક. | فَأَخَذْنَٰهُ وَجُنُودَهُۥ فَنَبَذْنَٰهُمْ فِى ٱلْيَمِّ وَهُوَ مُلِيمٌۭ. ﴿40﴾ |
| 41 ૪૧. આવી જ રીતે આદનાં કિસ્સામાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો. | وَفِى عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ ٱلرِّيحَ ٱلْعَقِيمَ. ﴿41﴾ |
| 42 ૪૨. તે જે વસ્તુ પર પડતી તેને સડી ગયેલા હાડકાની જેમ (ચૂરે ચૂરા) કરી નાખતી હતી. | مَا تَذَرُ مِن شَىْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَٱلرَّمِيمِ. ﴿42﴾ |
| 43 ૪૩. અને ષમૂદ (ના કિસ્સા)માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો. | وَفِى ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا۟ حَتَّىٰ حِينٍۢ. ﴿43﴾ |
| 44 ૪૪. પરંતુ (આ ચેતવણી આપ્યા છતાં) તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓના પર વીજળીનો અઝાબ આવી ગયો. | فَعَتَوْا۟ عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ ٱلصَّٰعِقَةُ وَهُمْ يَنظُرُونَ. ﴿44﴾ |
| 45 ૪૫. બસ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો તેઓ પોતાનો બચાવ કરી શક્યા. | فَمَا ٱسْتَطَٰعُوا۟ مِن قِيَامٍۢ وَمَا كَانُوا۟ مُنتَصِرِينَ. ﴿45﴾ |
| 46 ૪૬. અને આ પહેલા નૂહની કોમને પણ (નષ્ટ કર્યા હતા), તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી લોકો હતા. | وَقَوْمَ نُوحٍۢ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًۭا فَٰسِقِينَ. ﴿46﴾ |
| 47 ૪૭. આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે. | وَٱلسَّمَآءَ بَنَيْنَٰهَا بِأَيْي۟دٍۢ وَإِنَّا لَمُوسِعُونَ. ﴿47﴾ |
| 48 ૪૮. અને ધરતીને અમે પાથરણું બનાવી દીધી, અને અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે. | وَٱلْأَرْضَ فَرَشْنَٰهَا فَنِعْمَ ٱلْمَٰهِدُونَ. ﴿48﴾ |
| 49 ૪૯. અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે (તેમનાથી) શિખામણ પ્રાપ્ત કરો. | وَمِن كُلِّ شَىْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ. ﴿49﴾ |
| 50 ૫૦. બસ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું | فَفِرُّوٓا۟ إِلَى ٱللَّهِ ۖ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌۭ مُّبِينٌۭ. ﴿50﴾ |
| 51 ૫૧. અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ ઇલાહ ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું. | وَلَا تَجْعَلُوا۟ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ ۖ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌۭ مُّبِينٌۭ. ﴿51﴾ |
| 52 ૫૨. આવી જ રીતે આ (મક્કાના કાફિરો) પહેલા જે પયગંબર આવ્યા, તેઓએ આ જ કહ્યું કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે. | كَذَٰلِكَ مَآ أَتَى ٱلَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا۟ سَاحِرٌ أَوْ مَجْنُونٌ. ﴿52﴾ |
| 53 ૫૩. શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે. | أَتَوَاصَوْا۟ بِهِۦ ۚ بَلْ هُمْ قَوْمٌۭ طَاغُونَ. ﴿53﴾ |
| 54 ૫૪. તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી. | فَتَوَلَّ عَنْهُمْ فَمَآ أَنتَ بِمَلُومٍۢ. ﴿54﴾ |
| 55 ૫૫. અને શિખામણ આપતા રહો, નિ:શંક શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડે છે. | وَذَكِّرْ فَإِنَّ ٱلذِّكْرَىٰ تَنفَعُ ٱلْمُؤْمِنِينَ. ﴿55﴾ |
| 56 ૫૬. મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે. | وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ. ﴿56﴾ |
| 57 ૫૭. ન હું તેમની પાસે રોજી નથી માંગતો અને ન તો મારી ઇચ્છા છે કે તે લોકો મને ખવડાવે. | مَآ أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍۢ وَمَآ أُرِيدُ أَن يُطْعِمُونِ. ﴿57﴾ |
| 58 ૫૮. અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડે છે, શક્તિમાન અને તાકાતવર છે. | إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلْقُوَّةِ ٱلْمَتِينُ. ﴿58﴾ |
| 59 ૫૯. બસ! જે લોકોએ જુલમ કર્યો છે, તેમની પણ એ જ દશા થશેમ જે દશા તેમના કરતા પહેલા સાથીઓની થઇ, એટલા માટે તે લોકો મારાથી (અઝાબ) માટે ઉતાવળ ન કરે. | فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ ذَنُوبًۭا مِّثْلَ ذَنُوبِ أَصْحَٰبِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ. ﴿59﴾ |
| 60 ૬૦. કુફ્ર કરનારાઓ માટે તે દિવસે નષ્ટતા હશે, જે દિવસથી તેમને ડરાવવામાં આવે છે. | فَوَيْلٌۭ لِّلَّذِينَ كَفَرُوا۟ مِن يَوْمِهِمُ ٱلَّذِى يُوعَدُونَ. ﴿60﴾ |