الطور
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. કસમ છે, તૂરની (એક પર્વતનું નામ). | وَٱلطُّورِ. ﴿1﴾ |
| 2 ૨. અને તે કિતાબની, જે લખેલી છે. | وَكِتَٰبٍۢ مَّسْطُورٍۢ. ﴿2﴾ |
| 3 ૩. જે ખુલ્લા પાના ઉપર (લખાયેલ) છે. | فِى رَقٍّۢ مَّنشُورٍۢ. ﴿3﴾ |
| 4 ૪. અને કસમ છે, બૈતે મઅમૂરની. | وَٱلْبَيْتِ ٱلْمَعْمُورِ. ﴿4﴾ |
| 5 ૫. અને ઊંચી છતની. | وَٱلسَّقْفِ ٱلْمَرْفُوعِ. ﴿5﴾ |
| 6 ૬. અને ભડકાવવામાં આવેલ સમુદ્રના. | وَٱلْبَحْرِ ٱلْمَسْجُورِ. ﴿6﴾ |
| 7 ૭. નિ:શંક તમારા પાલનહારનો અઝાબ આવીને જ રહેશે. | إِنَّ عَذَابَ رَبِّكَ لَوَٰقِعٌۭ. ﴿7﴾ |
| 8 ૮. તેને કોઇ રોકનાર નથી. | مَّا لَهُۥ مِن دَافِعٍۢ. ﴿8﴾ |
| 9 ૯. જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે. | يَوْمَ تَمُورُ ٱلسَّمَآءُ مَوْرًۭا. ﴿9﴾ |
| 10 ૧૦. અને પર્વતો ચાલવા લાગશે. | وَتَسِيرُ ٱلْجِبَالُ سَيْرًۭا. ﴿10﴾ |
| 11 ૧૧. તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે. | فَوَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿11﴾ |
| 12 ૧૨. જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે. | ٱلَّذِينَ هُمْ فِى خَوْضٍۢ يَلْعَبُونَ. ﴿12﴾ |
| 13 ૧૩. જે દિવસે તેમને ધક્કા મારી મારીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે. | يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا. ﴿13﴾ |
| 14 ૧૪. (અને કહેવામાં આવશે) આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા. | هَٰذِهِ ٱلنَّارُ ٱلَّتِى كُنتُم بِهَا تُكَذِّبُونَ. ﴿14﴾ |
| 15 ૧૫. (હવે બતાવો) શું આ જાદુ છે? અથવા તો તમને કઈ દેખાતું જ નથી? | أَفَسِحْرٌ هَٰذَآ أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ. ﴿15﴾ |
| 16 ૧૬. આમાં દાખલ થઇ જાઓ, હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે. | ٱصْلَوْهَا فَٱصْبِرُوٓا۟ أَوْ لَا تَصْبِرُوا۟ سَوَآءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ. ﴿16﴾ |
| 17 ૧૭. નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે. | إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍۢ وَنَعِيمٍۢ. ﴿17﴾ |
| 18 ૧૮. જે કઈ તેમનો પાલનહાર તેમને આપશે, તેનો આનંદ લઇ રહ્યા હશે, અને તેમનો પાલનહાર તેમને જહન્નમનાં અઝાબથી બચાવી લેશે. | فَٰكِهِينَ بِمَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ وَوَقَىٰهُمْ رَبُّهُمْ عَذَابَ ٱلْجَحِيمِ. ﴿18﴾ |
| 19 ૧૯. (તેમને કહેવામાં આવશે) મસ્ત ખાતા પીતા રહો, આ તે કાર્યોનો બદલો છે, જે તમે કરતા રહ્યા. | كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ. ﴿19﴾ |
| 20 ૨૦. ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ બેઠા હશે અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દઈશું. | مُتَّكِـِٔينَ عَلَىٰ سُرُرٍۢ مَّصْفُوفَةٍۢ ۖ وَزَوَّجْنَٰهُم بِحُورٍ عِينٍۢ. ﴿20﴾ |
| 21 ૨૧. જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, તો અમે તેમના સંતાનોને તેમની સાથે પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલો છે. | وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَٱتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَٰنٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَآ أَلَتْنَٰهُم مِّنْ عَمَلِهِم مِّن شَىْءٍۢ ۚ كُلُّ ٱمْرِئٍۭ بِمَا كَسَبَ رَهِينٌۭ. ﴿21﴾ |
| 22 ૨૨. અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું | وَأَمْدَدْنَٰهُم بِفَٰكِهَةٍۢ وَلَحْمٍۢ مِّمَّا يَشْتَهُونَ. ﴿22﴾ |
| 23 ૨૩. ત્યાં મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો કોઈ પાપ. | يَتَنَٰزَعُونَ فِيهَا كَأْسًۭا لَّا لَغْوٌۭ فِيهَا وَلَا تَأْثِيمٌۭ. ﴿23﴾ |
| 24 ૨૪. અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે અને તેઓ એવા સુંદર હશે, જેવા કે છુપાવીને રાખેલા મોતી. | ۞ وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌۭ لَّهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌۭ مَّكْنُونٌۭ. ﴿24﴾ |
| 25 ૨૫. તે અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે. | وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍۢ يَتَسَآءَلُونَ. ﴿25﴾ |
| 26 ૨૬. કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા. | قَالُوٓا۟ إِنَّا كُنَّا قَبْلُ فِىٓ أَهْلِنَا مُشْفِقِينَ. ﴿26﴾ |
| 27 ૨૭. બસ! આજે અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને લૂ ના અઝાબથી બચાવી લીધા | فَمَنَّ ٱللَّهُ عَلَيْنَا وَوَقَىٰنَا عَذَابَ ٱلسَّمُومِ. ﴿27﴾ |
| 28 ૨૮. અમે આ પહેલા (દુનિયામાં) તેની જ બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુ છે. | إِنَّا كُنَّا مِن قَبْلُ نَدْعُوهُ ۖ إِنَّهُۥ هُوَ ٱلْبَرُّ ٱلرَّحِيمُ. ﴿28﴾ |
| 29 ૨૯. તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ. | فَذَكِّرْ فَمَآ أَنتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍۢ وَلَا مَجْنُونٍ. ﴿29﴾ |
| 30 ૩૦. અથવા તેઓ કહે છે કે આ કવિ છે? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે. | أَمْ يَقُولُونَ شَاعِرٌۭ نَّتَرَبَّصُ بِهِۦ رَيْبَ ٱلْمَنُونِ. ﴿30﴾ |
| 31 ૩૧. કહીં દો! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું. | قُلْ تَرَبَّصُوا۟ فَإِنِّى مَعَكُم مِّنَ ٱلْمُتَرَبِّصِينَ. ﴿31﴾ |
| 32 ૩૨. શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ લોકો જ બળવાખોર છે. | أَمْ تَأْمُرُهُمْ أَحْلَٰمُهُم بِهَٰذَآ ۚ أَمْ هُمْ قَوْمٌۭ طَاغُونَ. ﴿32﴾ |
| 33 ૩૩. શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે? વાત એવી છે કે તેઓ ઇમાન લાવશે જ નહિ. | أَمْ يَقُولُونَ تَقَوَّلَهُۥ ۚ بَل لَّا يُؤْمِنُونَ. ﴿33﴾ |
| 34 ૩૪. જો તે લોકો (પોતાની વાતોમાં) સાચા છે તો પછી આના જેવી જ એક વાત લઈને આવે. | فَلْيَأْتُوا۟ بِحَدِيثٍۢ مِّثْلِهِۦٓ إِن كَانُوا۟ صَٰدِقِينَ. ﴿34﴾ |
| 35 ૩૫. શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે? અથવા તો આ પોતે સર્જન કરનારા છે? | أَمْ خُلِقُوا۟ مِنْ غَيْرِ شَىْءٍ أَمْ هُمُ ٱلْخَٰلِقُونَ. ﴿35﴾ |
| 36 ૩૬. શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા. | أَمْ خَلَقُوا۟ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ ۚ بَل لَّا يُوقِنُونَ. ﴿36﴾ |
| 37 ૩૭. અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે. | أَمْ عِندَهُمْ خَزَآئِنُ رَبِّكَ أَمْ هُمُ ٱلْمُصَۣيْطِرُونَ. ﴿37﴾ |
| 38 ૩૮. અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને તેઓ (આકાશોની વાતો) જાણી લાવે છે? (જો આવું જ હોય) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે. | أَمْ لَهُمْ سُلَّمٌۭ يَسْتَمِعُونَ فِيهِ ۖ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَٰنٍۢ مُّبِينٍ. ﴿38﴾ |
| 39 ૩૯. શું તે (અલ્લાહ) માટે તો પુત્રીઓ છે? અને તમારા માટે પુત્રો છે? | أَمْ لَهُ ٱلْبَنَٰتُ وَلَكُمُ ٱلْبَنُونَ. ﴿39﴾ |
| 40 ૪૦. શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો? જેથી તેના ભારથી આ લોકો દબાયેલા છે? | أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًۭا فَهُم مِّن مَّغْرَمٍۢ مُّثْقَلُونَ. ﴿40﴾ |
| 41 ૪૧. શું તે લોકો પાસે ગેબનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય? | أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ. ﴿41﴾ |
| 42 ૪૨. અથવા શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે. | أَمْ يُرِيدُونَ كَيْدًۭا ۖ فَٱلَّذِينَ كَفَرُوا۟ هُمُ ٱلْمَكِيدُونَ. ﴿42﴾ |
| 43 ૪૩. શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ છે? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે. | أَمْ لَهُمْ إِلَٰهٌ غَيْرُ ٱللَّهِ ۚ سُبْحَٰنَ ٱللَّهِ عَمَّا يُشْرِكُونَ. ﴿43﴾ |
| 44 ૪૪. જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે. | وَإِن يَرَوْا۟ كِسْفًۭا مِّنَ ٱلسَّمَآءِ سَاقِطًۭا يَقُولُوا۟ سَحَابٌۭ مَّرْكُومٌۭ. ﴿44﴾ |
| 45 ૪૫. તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે, જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે. | فَذَرْهُمْ حَتَّىٰ يُلَٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى فِيهِ يُصْعَقُونَ. ﴿45﴾ |
| 46 ૪૬. જે દિવસે તેમની કોઈ ચાલ તેમના કોઇ કામમાં નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે. | يَوْمَ لَا يُغْنِى عَنْهُمْ كَيْدُهُمْ شَيْـًۭٔا وَلَا هُمْ يُنصَرُونَ. ﴿46﴾ |
| 47 ૪૭. નિ:શંક જાલિમ લોકો માટે આખિરતના અઝાબ સિવાય (દુનિયામાં પણ) અઝાબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી. | وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ عَذَابًۭا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. ﴿47﴾ |
| 48 ૪૮. (હે નબી!) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખોની સામે છો, અને જ્યારે તમે સવારે ઉઠો તો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો. | وَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا ۖ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ. ﴿48﴾ |
| 49 ૪૯. અને રાત્રે પણ તેની તસ્બીહ કરો અને તારાઓ આથમવાના સમયે પણ. | وَمِنَ ٱلَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَٰرَ ٱلنُّجُومِ. ﴿49﴾ |