Loading date... | Loading Hijri date... | Loading time...

النجم

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. સિતારાઓની કસમ! જ્યારે તે આથમવા લાગે. وَٱلنَّجْمِ إِذَا هَوَىٰ. ﴿1﴾
2 ૨. તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે. مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ. ﴿2﴾
3 ૩. તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા. وَمَا يَنطِقُ عَنِ ٱلْهَوَىٰٓ. ﴿3﴾
4 ૪. જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે. إِنْ هُوَ إِلَّا وَحْىٌۭ يُوحَىٰ. ﴿4﴾
5 ૫. તેમને એક મજબુત શક્તિશાળી (ફરિશ્તા)એ શિક્ષા આપી છે. عَلَّمَهُۥ شَدِيدُ ٱلْقُوَىٰ. ﴿5﴾
6 ૬. જે શક્તિશાળી છે. પછી તે સામે આવી ઉભો થઇ ગયો. ذُو مِرَّةٍۢ فَٱسْتَوَىٰ. ﴿6﴾
7 ૭. અને તે ઊંચા આકાશના કિનારા પર હતો. وَهُوَ بِٱلْأُفُقِ ٱلْأَعْلَىٰ. ﴿7﴾
8 ૮. પછી નજીક થયો અને ઉતરી આવ્યો. ثُمَّ دَنَا فَتَدَلَّىٰ. ﴿8﴾
9 ૯. બસ! તે બે કમાનોનાં અંતર બરાબર આવી ગયો, પરતું તેના કરતા પણ વધારે નજીક فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ. ﴿9﴾
10 ૧૦. બસ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડવાનું હતું. فَأَوْحَىٰٓ إِلَىٰ عَبْدِهِۦ مَآ أَوْحَىٰ. ﴿10﴾
11 ૧૧. જે કંઇ તેણે આંખો વડે જોયું હતું, દિલે તેને જુઠ્ઠું ન સમજ્યું. مَا كَذَبَ ٱلْفُؤَادُ مَا رَأَىٰٓ. ﴿11﴾
12 ૧૨. શું તમે તે વાત વિશે ઝધડો કરી રહ્યા છો, જે તેણે આંખો વડે જોયું છે. أَفَتُمَٰرُونَهُۥ عَلَىٰ مَا يَرَىٰ. ﴿12﴾
13 ૧૩. (જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા. وَلَقَدْ رَءَاهُ نَزْلَةً أُخْرَىٰ. ﴿13﴾
14 ૧૪. સિદરતુલ્ મુન્તહા પાસે. عِندَ سِدْرَةِ ٱلْمُنتَهَىٰ. ﴿14﴾
15 ૧૫. તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે. عِندَهَا جَنَّةُ ٱلْمَأْوَىٰٓ. ﴿15﴾
16 ૧૬. જ્યારે કે સિદરહને છુપાવી રાખતી હતી તે વસ્તુ, જે તેના પર પડતી હતી. إِذْ يَغْشَى ٱلسِّدْرَةَ مَا يَغْشَىٰ. ﴿16﴾
17 ૧૭. (પયગંબરની) આંખમાં ન તો ઝાંખ પડી અને ન તો હદથી આગળ વધી. مَا زَاغَ ٱلْبَصَرُ وَمَا طَغَىٰ. ﴿17﴾
18 ૧૮. નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી. لَقَدْ رَأَىٰ مِنْ ءَايَٰتِ رَبِّهِ ٱلْكُبْرَىٰٓ. ﴿18﴾
19 ૧૯. શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા? أَفَرَءَيْتُمُ ٱللَّٰتَ وَٱلْعُزَّىٰ. ﴿19﴾
20 ૨૦. અને મનાત્ જે ત્રીજા છે. وَمَنَوٰةَ ٱلثَّالِثَةَ ٱلْأُخْرَىٰٓ. ﴿20﴾
21 ૨૧. શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે? أَلَكُمُ ٱلذَّكَرُ وَلَهُ ٱلْأُنثَىٰ. ﴿21﴾
22 ૨૨. આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે. تِلْكَ إِذًۭا قِسْمَةٌۭ ضِيزَىٰٓ. ﴿22﴾
23 ૨૩. ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેના માટે કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે, અથવા પછી તે વસ્તુની જે તેમના દિલ ઈચ્છતા હોય, ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે હિદાયત આવી પહોંચી છે. إِنْ هِىَ إِلَّآ أَسْمَآءٌۭ سَمَّيْتُمُوهَآ أَنتُمْ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلْطَٰنٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهْوَى ٱلْأَنفُسُ ۖ وَلَقَدْ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلْهُدَىٰٓ. ﴿23﴾
24 ૨૪. શું દરેક વ્યક્તિ જે ઇચ્છે, તે તેને મળી જાય છે? أَمْ لِلْإِنسَٰنِ مَا تَمَنَّىٰ. ﴿24﴾
25 ૨૫. આખિરત અને દુનિયામાં અધિકાર તો ફક્ત અલ્લાહને જ છે. فَلِلَّهِ ٱلْءَاخِرَةُ وَٱلْأُولَىٰ. ﴿25﴾
26 ૨૬. અને આકાશોમાં ઘણા ફરિશ્તાઓ છે, જેમની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ અલ્લાહ તઆલા જેને ઈચ્છે તેને શિફારિશ કરવાની પરવાનગી આપી શકે છે, અને તે તેના પર રાજી પણ હોય. ۞ وَكَم مِّن مَّلَكٍۢ فِى ٱلسَّمَٰوَٰتِ لَا تُغْنِى شَفَٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ. ﴿26﴾
27 ૨૭. નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે. إِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْءَاخِرَةِ لَيُسَمُّونَ ٱلْمَلَٰٓئِكَةَ تَسْمِيَةَ ٱلْأُنثَىٰ. ﴿27﴾
28 ૨૮. જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે. અને નિ:શંક અનુમાન સત્ય સામે કંઇ કામ નથી આવતું. وَمَا لَهُم بِهِۦ مِنْ عِلْمٍ ۖ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ ۖ وَإِنَّ ٱلظَّنَّ لَا يُغْنِى مِنَ ٱلْحَقِّ شَيْـًۭٔا. ﴿28﴾
29 ૨૯. જે લોકો મારી યાદથી મોઢું ફેરવે છે, તમે તેની પરવા ન કરશો, આવો વ્યક્તિ દુનિયાના જીવન સિવાય કઈ નથી ઈચ્છતો. فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا. ﴿29﴾
30 ૩૦. આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે. ذَٰلِكَ مَبْلَغُهُم مِّنَ ٱلْعِلْمِ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِمَنِ ٱهْتَدَىٰ. ﴿30﴾
31 ૩૧. અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે, જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે. وَلِلَّهِ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ لِيَجْزِىَ ٱلَّذِينَ أَسَٰٓـُٔوا۟ بِمَا عَمِلُوا۟ وَيَجْزِىَ ٱلَّذِينَ أَحْسَنُوا۟ بِٱلْحُسْنَى. ﴿31﴾
32 ૩૨. જે લોકો મોટા ગુનાહો અને અશ્ર્લિલતા કાર્યોથી બચે છે, (તેઓને પણ ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે, ٱلَّذِينَ يَجْتَنِبُونَ كَبَٰٓئِرَ ٱلْإِثْمِ وَٱلْفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلْمَغْفِرَةِ ۚ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ ٱلْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌۭ فِى بُطُونِ أُمَّهَٰتِكُمْ ۖ فَلَا تُزَكُّوٓا۟ أَنفُسَكُمْ ۖ هُوَ أَعْلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ. ﴿32﴾
33 ૩૩. શું તમે તેને જોયો, જેણે મોઢું ફેરવી લીધું? أَفَرَءَيْتَ ٱلَّذِى تَوَلَّىٰ. ﴿33﴾
34 ૩૪. ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા. وَأَعْطَىٰ قَلِيلًۭا وَأَكْدَىٰٓ. ﴿34﴾
35 ૩૫. શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે? أَعِندَهُۥ عِلْمُ ٱلْغَيْبِ فَهُوَ يَرَىٰٓ. ﴿35﴾
36 ૩૬. શું તેની પાસે આ બધી વાત નથી પહોચી, જે મૂસાના સહિફામાં છે. أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِى صُحُفِ مُوسَىٰ. ﴿36﴾
37 ૩૭. અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં પણ છે. وَإِبْرَٰهِيمَ ٱلَّذِى وَفَّىٰٓ. ﴿37﴾
38 ૩૮. કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે. أَلَّا تَزِرُ وَازِرَةٌۭ وِزْرَ أُخْرَىٰ. ﴿38﴾
39 ૩૯. અને એ કે દરેક વ્યક્તિ માટે તે જ છે, જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે. وَأَن لَّيْسَ لِلْإِنسَٰنِ إِلَّا مَا سَعَىٰ. ﴿39﴾
40 ૪૦. અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે. وَأَنَّ سَعْيَهُۥ سَوْفَ يُرَىٰ. ﴿40﴾
41 ૪૧. પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે. ثُمَّ يُجْزَىٰهُ ٱلْجَزَآءَ ٱلْأَوْفَىٰ. ﴿41﴾
42 ૪૨. અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે. وَأَنَّ إِلَىٰ رَبِّكَ ٱلْمُنتَهَىٰ. ﴿42﴾
43 ૪૩. અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે. وَأَنَّهُۥ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ. ﴿43﴾
44 ૪૪. અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે. وَأَنَّهُۥ هُوَ أَمَاتَ وَأَحْيَا. ﴿44﴾
45 ૪૫. અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે. وَأَنَّهُۥ خَلَقَ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰ. ﴿45﴾
46 ૪૬. ટીપા વડે જ્યારે કે (ગર્ભમાં) ટપકાવવામાં આવે છે. مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ. ﴿46﴾
47 ૪૭. અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે. وَأَنَّ عَلَيْهِ ٱلنَّشْأَةَ ٱلْأُخْرَىٰ. ﴿47﴾
48 ૪૮. અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ લાચાર કરે છે. وَأَنَّهُۥ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ. ﴿48﴾
49 ૪૯. અને એ કે તે જ શિઅરા (તારાનું નામ)નો રબ છે. وَأَنَّهُۥ هُوَ رَبُّ ٱلشِّعْرَىٰ. ﴿49﴾
50 ૫૦. અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે. وَأَنَّهُۥٓ أَهْلَكَ عَادًا ٱلْأُولَىٰ. ﴿50﴾
51 ૫૧. અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયા. وَثَمُودَا۟ فَمَآ أَبْقَىٰ. ﴿51﴾
52 ૫૨. અને આ પહેલા નૂહની કોમને (પણ નષ્ટ કરી), નિ:શંક તેઓ ખુબ જ જાલિમ અને બળવાખોર હતા. وَقَوْمَ نُوحٍۢ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا۟ هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ. ﴿52﴾
53 ૫૩. અને મુઅતફીકા (શહેર અથવા ફેરવેલી વસ્તીઓને) તેણે જ ફેરવી નાખી. وَٱلْمُؤْتَفِكَةَ أَهْوَىٰ. ﴿53﴾
54 ૫૪. પછી તેમના પર (નષ્ટતા) છવાઈ ગઈ, જેણે તે વસ્તીના લોકોને સપૂર્ણ ઢાંકી લીધા. فَغَشَّىٰهَا مَا غَشَّىٰ. ﴿54﴾
55 ૫૫. બસ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર શંકા કરીશ. فَبِأَىِّ ءَالَآءِ رَبِّكَ تَتَمَارَىٰ. ﴿55﴾
56 ૫૬. આ (પયગંબર) પણ પેહલા ડરાવનાર પયગંબરોની જેમ જ ડરાવનાર છે. هَٰذَا نَذِيرٌۭ مِّنَ ٱلنُّذُرِ ٱلْأُولَىٰٓ. ﴿56﴾
57 ૫૭. કયામત નજીક આવી ગઇ. أَزِفَتِ ٱلْءَازِفَةُ. ﴿57﴾
58 ૫૮. અલ્લાહ સિવાય તેને હટાવી શકે તેઓ કોઈ નથી. لَيْسَ لَهَا مِن دُونِ ٱللَّهِ كَاشِفَةٌ. ﴿58﴾
59 ૫૯. બસ! શું તમે આ વાતથી નવાઇ પામો છો. أَفَمِنْ هَٰذَا ٱلْحَدِيثِ تَعْجَبُونَ. ﴿59﴾
60 ૬૦. અને હસો છો. રડતા નથી. وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ. ﴿60﴾
61 ૬૧. (પરંતુ) તમે રમત-ગમતમાં પડી તેનાથી ગાફેલ થઇ ગયા છો. وَأَنتُمْ سَٰمِدُونَ. ﴿61﴾
62 ૬૨. હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરતા રહો. فَٱسْجُدُوا۟ لِلَّهِ وَٱعْبُدُوا۟ ۩. ﴿62﴾