الرحمن
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. અત્યંત દયાળુ છે. | ٱلرَّحْمَٰنُ. ﴿1﴾ |
| 2 ૨. (જેણે) આ કુરઆન શીખવાડયું. | عَلَّمَ ٱلْقُرْءَانَ. ﴿2﴾ |
| 3 ૩. તેણે જ માનવીનું સર્જન કર્યુ. | خَلَقَ ٱلْإِنسَٰنَ. ﴿3﴾ |
| 4 ૪. (પછી) તેને બોલતા શીખવાડયું. | عَلَّمَهُ ٱلْبَيَانَ. ﴿4﴾ |
| 5 ૫. સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે ચાલી રહ્યા છે. | ٱلشَّمْسُ وَٱلْقَمَرُ بِحُسْبَانٍۢ. ﴿5﴾ |
| 6 ૬. વેલો અને વૃક્ષો બન્ને સિજદો કરી રહ્યા છે. | وَٱلنَّجْمُ وَٱلشَّجَرُ يَسْجُدَانِ. ﴿6﴾ |
| 7 ૭. તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા. | وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلْمِيزَانَ. ﴿7﴾ |
| 8 ૮. જેથી તમે તોલવામાં અતિરેક ન કરો. | أَلَّا تَطْغَوْا۟ فِى ٱلْمِيزَانِ. ﴿8﴾ |
| 9 ૯. ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો. | وَأَقِيمُوا۟ ٱلْوَزْنَ بِٱلْقِسْطِ وَلَا تُخْسِرُوا۟ ٱلْمِيزَانَ. ﴿9﴾ |
| 10 ૧૦. અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી. | وَٱلْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ. ﴿10﴾ |
| 11 ૧૧. જેમાં (દરેક પ્રકારના) ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે. | فِيهَا فَٰكِهَةٌۭ وَٱلنَّخْلُ ذَاتُ ٱلْأَكْمَامِ. ﴿11﴾ |
| 12 ૧૨. અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે. | وَٱلْحَبُّ ذُو ٱلْعَصْفِ وَٱلرَّيْحَانُ. ﴿12﴾ |
| 13 ૧૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿13﴾ |
| 14 ૧૪. તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી. | خَلَقَ ٱلْإِنسَٰنَ مِن صَلْصَٰلٍۢ كَٱلْفَخَّارِ. ﴿14﴾ |
| 15 ૧૫. અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા. | وَخَلَقَ ٱلْجَآنَّ مِن مَّارِجٍۢ مِّن نَّارٍۢ. ﴿15﴾ |
| 16 ૧૬. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿16﴾ |
| 17 ૧૭. તે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો રબ છે | رَبُّ ٱلْمَشْرِقَيْنِ وَرَبُّ ٱلْمَغْرِبَيْنِ. ﴿17﴾ |
| 18 ૧૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿18﴾ |
| 19 ૧૯. તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે. | مَرَجَ ٱلْبَحْرَيْنِ يَلْتَقِيَانِ. ﴿19﴾ |
| 20 ૨૦. (તો પણ) તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા. | بَيْنَهُمَا بَرْزَخٌۭ لَّا يَبْغِيَانِ. ﴿20﴾ |
| 21 ૨૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿21﴾ |
| 22 ૨૨. તે બન્ને દરિયાઓમાંથી મોતી અને પરવાળું નીકળે છે. | يَخْرُجُ مِنْهُمَا ٱللُّؤْلُؤُ وَٱلْمَرْجَانُ. ﴿22﴾ |
| 23 ૨૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿23﴾ |
| 24 ૨૪. અને સમુદ્રોમાં પર્વત માફક જે વહાણો ઉભા છે, તે બધું જ માલિકી હેઠળ છે. | وَلَهُ ٱلْجَوَارِ ٱلْمُنشَـَٔاتُ فِى ٱلْبَحْرِ كَٱلْأَعْلَٰمِ. ﴿24﴾ |
| 25 ૨૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿25﴾ |
| 26 ૨૬. ધરતી પર જે કંઇ છે, તે નાશ પામશે. | كُلُّ مَنْ عَلَيْهَا فَانٍۢ. ﴿26﴾ |
| 27 ૨૭. ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે. | وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو ٱلْجَلَٰلِ وَٱلْإِكْرَامِ. ﴿27﴾ |
| 28 ૨૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿28﴾ |
| 29 ૨૯. દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે. | يَسْـَٔلُهُۥ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِى شَأْنٍۢ. ﴿29﴾ |
| 30 ૩૦. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿30﴾ |
| 31 ૩૧. (જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું. | سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ ٱلثَّقَلَانِ. ﴿31﴾ |
| 32 ૩૨. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿32﴾ |
| 33 ૩૩. હે જિન્નાતો અને માનવીઓના જૂથો! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા. | يَٰمَعْشَرَ ٱلْجِنِّ وَٱلْإِنسِ إِنِ ٱسْتَطَعْتُمْ أَن تَنفُذُوا۟ مِنْ أَقْطَارِ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ فَٱنفُذُوا۟ ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَٰنٍۢ. ﴿33﴾ |
| 34 ૩૪. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿34﴾ |
| 35 ૩૫. તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે તેનો સામનો નહી કરી શકો. | يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌۭ مِّن نَّارٍۢ وَنُحَاسٌۭ فَلَا تَنتَصِرَانِ. ﴿35﴾ |
| 36 ૩૬. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿36﴾ |
| 37 ૩૭. બસ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું. | فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتْ وَرْدَةًۭ كَٱلدِّهَانِ. ﴿37﴾ |
| 38 ૩૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿38﴾ |
| 39 ૩૯. તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે. (કે શું તેણે આ ગુનાહ કર્યો છે કે નહિ?) | فَيَوْمَئِذٍۢ لَّا يُسْـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٌۭ وَلَا جَآنٌّۭ. ﴿39﴾ |
| 40 ૪૦. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿40﴾ |
| 41 ૪૧. પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે. | يُعْرَفُ ٱلْمُجْرِمُونَ بِسِيمَٰهُمْ فَيُؤْخَذُ بِٱلنَّوَٰصِى وَٱلْأَقْدَامِ. ﴿41﴾ |
| 42 ૪૨. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿42﴾ |
| 43 ૪૩. (અને તેમને કહેવામાં આવશે) કે આ છે તે જહન્નમ, જેને પાપીઓ જુઠલાવતા હતા. | هَٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِى يُكَذِّبُ بِهَا ٱلْمُجْرِمُونَ. ﴿43﴾ |
| 44 ૪૪. તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે. | يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ ءَانٍۢ. ﴿44﴾ |
| 45 ૪૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿45﴾ |
| 46 ૪૬. અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે બગીચાઓ હશે. | وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ. ﴿46﴾ |
| 47 ૪૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿47﴾ |
| 48 ૪૮. (તે બન્ને બગીચા) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે. | ذَوَاتَآ أَفْنَانٍۢ. ﴿48﴾ |
| 49 ૪૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿49﴾ |
| 50 ૫૦. તે બન્ને (બગીચા) માં બે વહેતા ઝરણાં હશે. | فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ. ﴿50﴾ |
| 51 ૫૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿51﴾ |
| 52 ૫૨. બન્ને બગીચામાં દરેક ફળો બે-બે પ્રકારના હશે. | فِيهِمَا مِن كُلِّ فَٰكِهَةٍۢ زَوْجَانِ. ﴿52﴾ |
| 53 ૫૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿53﴾ |
| 54 ૫૪. જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે, જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને બગીચાના ફળો ખુબ જ નજીક હશે. | مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشٍۭ بَطَآئِنُهَا مِنْ إِسْتَبْرَقٍۢ ۚ وَجَنَى ٱلْجَنَّتَيْنِ دَانٍۢ. ﴿54﴾ |
| 55 ૫૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿55﴾ |
| 56 ૫૬. ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય. | فِيهِنَّ قَٰصِرَٰتُ ٱلطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌۭ قَبْلَهُمْ وَلَا جَآنٌّۭ. ﴿56﴾ |
| 57 ૫૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿57﴾ |
| 58 ૫૮. તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે. | كَأَنَّهُنَّ ٱلْيَاقُوتُ وَٱلْمَرْجَانُ. ﴿58﴾ |
| 59 ૫૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿59﴾ |
| 60 ૬૦. ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે છે? | هَلْ جَزَآءُ ٱلْإِحْسَٰنِ إِلَّا ٱلْإِحْسَٰنُ. ﴿60﴾ |
| 61 ૬૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿61﴾ |
| 62 ૬૨. અને તે બન્ને બગીચા સિવાય બીજી બે બગીચાઓ પણ હશે. | وَمِن دُونِهِمَا جَنَّتَانِ. ﴿62﴾ |
| 63 ૬૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿63﴾ |
| 64 ૬૪. જે બન્ને ગીચ લીલાછમ હશે. | مُدْهَآمَّتَانِ. ﴿64﴾ |
| 65 ૬૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿65﴾ |
| 66 ૬૬. તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા હશે. | فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ. ﴿66﴾ |
| 67 ૬૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿67﴾ |
| 68 ૬૮. તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે. | فِيهِمَا فَٰكِهَةٌۭ وَنَخْلٌۭ وَرُمَّانٌۭ. ﴿68﴾ |
| 69 ૬૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿69﴾ |
| 70 ૭૦. તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે. | فِيهِنَّ خَيْرَٰتٌ حِسَانٌۭ. ﴿70﴾ |
| 71 ૭૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿71﴾ |
| 72 ૭૨. (ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી હશે. | حُورٌۭ مَّقْصُورَٰتٌۭ فِى ٱلْخِيَامِ. ﴿72﴾ |
| 73 ૭૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿73﴾ |
| 74 ૭૪. તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નહીં લગાવ્યો હોય. | لَمْ يَطْمِثْهُنَّ إِنسٌۭ قَبْلَهُمْ وَلَا جَآنٌّۭ. ﴿74﴾ |
| 75 ૭૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿75﴾ |
| 76 ૭૬. લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે. | مُتَّكِـِٔينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍۢ وَعَبْقَرِىٍّ حِسَانٍۢ. ﴿76﴾ |
| 77 ૭૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો. | فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. ﴿77﴾ |
| 78 ૭૮. તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે. | تَبَٰرَكَ ٱسْمُ رَبِّكَ ذِى ٱلْجَلَٰلِ وَٱلْإِكْرَامِ. ﴿78﴾ |