Loading date... | Loading Hijri date... | Loading time...

الواقعة

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. જ્યારે કયામત આવી પહોંચશે. إِذَا وَقَعَتِ ٱلْوَاقِعَةُ. ﴿1﴾
2 ૨. તેને કોઈ જુઠલાવી નહીં શકે, لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ. ﴿2﴾
3 ૩. તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે. خَافِضَةٌۭ رَّافِعَةٌ. ﴿3﴾
4 ૪. જ્યારે કે જમીનને ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે. إِذَا رُجَّتِ ٱلْأَرْضُ رَجًّۭا. ﴿4﴾
5 ૫. અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે وَبُسَّتِ ٱلْجِبَالُ بَسًّۭا. ﴿5﴾
6 ૬. પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે. فَكَانَتْ هَبَآءًۭ مُّنۢبَثًّۭا. ﴿6﴾
7 ૭. તે સમયે તમે ત્રણ જૂથોમાં બની જશો. وَكُنتُمْ أَزْوَٰجًۭا ثَلَٰثَةًۭ. ﴿7﴾
8 ૮. (એક) જમણા હાથવાળા હશે, કેવા સારા હશે. જમણા હાથવાળા. فَأَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ مَآ أَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ. ﴿8﴾
9 ૯. અને (બીજા) ડાબા હાથવાળા હશે, ડાબા હાથવાળાઓને શું કહીએ? وَأَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ مَآ أَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ. ﴿9﴾
10 ૧૦. અને (ત્રીજા) આગળ વધનારા, તે તો આગળ વધનારા જ છે. وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ. ﴿10﴾
11 ૧૧. આ જ તે લોકો છે, જેઓ અલ્લાહના ખાસ બંદાઓ હશે. أُو۟لَٰٓئِكَ ٱلْمُقَرَّبُونَ. ﴿11﴾
12 ૧૨. નેઅમતોવાળા બગીચામાં છે. فِى جَنَّٰتِ ٱلنَّعِيمِ. ﴿12﴾
13 ૧૩. પહેલાના લોકો માંથી તેમનું મોટું જૂથ હશે. ثُلَّةٌۭ مِّنَ ٱلْأَوَّلِينَ. ﴿13﴾
14 ૧૪. અને પાછળના લોકો માંથી ઓછા હશે. وَقَلِيلٌۭ مِّنَ ٱلْءَاخِرِينَ. ﴿14﴾
15 ૧૫. આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર, عَلَىٰ سُرُرٍۢ مَّوْضُونَةٍۢ. ﴿15﴾
16 ૧૬. એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે. مُّتَّكِـِٔينَ عَلَيْهَا مُتَقَٰبِلِينَ. ﴿16﴾
17 ૧૭. હંમેશા જવાન રહેનાર સેવકો તેમની આજુબાજુ હશે. يَطُوفُ عَلَيْهِمْ وِلْدَٰنٌۭ مُّخَلَّدُونَ. ﴿17﴾
18 ૧૮. એવી શરાબના પ્યાલા, જાગ અને જામ લઇ, بِأَكْوَابٍۢ وَأَبَارِيقَ وَكَأْسٍۢ مِّن مَّعِينٍۢ. ﴿18﴾
19 ૧૯. જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે. لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ. ﴿19﴾
20 ૨૦. અને એવા ફળો લઇને, જે તેઓને મનગમતા હશે, وَفَٰكِهَةٍۢ مِّمَّا يَتَخَيَّرُونَ. ﴿20﴾
21 ૨૧. અને પંખીઓના ગોશ્ત, જે તેઓને પસંદ હશે, وَلَحْمِ طَيْرٍۢ مِّمَّا يَشْتَهُونَ. ﴿21﴾
22 ૨૨. અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ હશે. وَحُورٌ عِينٌۭ. ﴿22﴾
23 ૨૩. જે છૂપાયેલા મોતીઓ જેવી હશે. كَأَمْثَٰلِ ٱللُّؤْلُؤِ ٱلْمَكْنُونِ. ﴿23﴾
24 ૨૪. આ તે કર્મોનો બદલો હશે, જે તેઓ કરતા હતા. جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ. ﴿24﴾
25 ૨૫. ન ત્યાં બકવાસ સાંભળશે અને ન તો કોઈ ગુનાહની વાત. لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًۭا وَلَا تَأْثِيمًا. ﴿25﴾
26 ૨૬. તેઓ બસ (એકબીજાને) સલામ જ સલામ કહેતા હશે. إِلَّا قِيلًۭا سَلَٰمًۭا سَلَٰمًۭا. ﴿26﴾
27 ૨૭. અને જમણા હાથવાળા કેટલા (ખુશનસીબ) છે. જમણા હાથવાળાઓ. وَأَصْحَٰبُ ٱلْيَمِينِ مَآ أَصْحَٰبُ ٱلْيَمِينِ. ﴿27﴾
28 ૨૮. તેઓ મજા કરશે, કાંટા વગરની વેલોમાં. فِى سِدْرٍۢ مَّخْضُودٍۢ. ﴿28﴾
29 ૨૯. અને એક પર એક બનાવેલા ખૂંટા. وَطَلْحٍۢ مَّنضُودٍۢ. ﴿29﴾
30 ૩૦. દૂર સુધી ફેલાયેલા પડછાયા, وَظِلٍّۢ مَّمْدُودٍۢ. ﴿30﴾
31 ૩૧. અને વહેતા પાણીમાં, وَمَآءٍۢ مَّسْكُوبٍۢ. ﴿31﴾
32 ૩૨. અને ઘણા જ ફળોમાં હશે. وَفَٰكِهَةٍۢ كَثِيرَةٍۢ. ﴿32﴾
33 ૩૩. જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે. لَّا مَقْطُوعَةٍۢ وَلَا مَمْنُوعَةٍۢ. ﴿33﴾
34 ૩૪. અને ઊંચા ઊંચા પાથરણા પર બેઠા હશે وَفُرُشٍۢ مَّرْفُوعَةٍ. ﴿34﴾
35 ૩૫. અમે તેમની (ની પત્નીઓને) ખાસ તરીકાથી નવેસરથી પેદા કરીશું. إِنَّآ أَنشَأْنَٰهُنَّ إِنشَآءًۭ. ﴿35﴾
36 ૩૬. અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવીશું. فَجَعَلْنَٰهُنَّ أَبْكَارًا. ﴿36﴾
37 ૩૭. જે પોતાના પતિને મુહબ્બત કરવાવાળી અને સરખી ઉંમરની હશે. عُرُبًا أَتْرَابًۭا. ﴿37﴾
38 ૩૮. આ બધુ જ જમણા હાથવાળાઓ માટે હશે. لِّأَصْحَٰبِ ٱلْيَمِينِ. ﴿38﴾
39 ૩૯. ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે. ثُلَّةٌۭ مِّنَ ٱلْأَوَّلِينَ. ﴿39﴾
40 ૪૦. અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે. وَثُلَّةٌۭ مِّنَ ٱلْءَاخِرِينَ. ﴿40﴾
41 ૪૧. અને ડાબા હાથવાળા જે હશે તો તેમની (નષ્ટતા)નું શું કહેવું? وَأَصْحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصْحَٰبُ ٱلشِّمَالِ. ﴿41﴾
42 ૪૨. તેઓ લુ અને ગરમ પાણી માં (હશે). فِى سَمُومٍۢ وَحَمِيمٍۢ. ﴿42﴾
43 ૪૩. અને કાળા ધુમાડાના પડછાયામાં હશે. وَظِلٍّۢ مِّن يَحْمُومٍۢ. ﴿43﴾
44 ૪૪. જે ન તો ઠંડો હશે અને ન તો આરામદાયક. لَّا بَارِدٍۢ وَلَا كَرِيمٍ. ﴿44﴾
45 ૪૫. નિ:શંક આ લોકો આ (પરિણામ) પહેલા ખૂબ જ ઠાઠમાઠમાં હતા. إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ. ﴿45﴾
46 ૪૬. અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા હતા. وَكَانُوا۟ يُصِرُّونَ عَلَى ٱلْحِنثِ ٱلْعَظِيمِ. ﴿46﴾
47 ૪૭. અને કહેતા હતા, શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો અમને બીજીવાર જીવિત કરવામાં આવશે? وَكَانُوا۟ يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًۭا وَعِظَٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ. ﴿47﴾
48 ૪૮. અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ? أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ. ﴿48﴾
49 ૪૯. તમે તેમને કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને, قُلْ إِنَّ ٱلْأَوَّلِينَ وَٱلْءَاخِرِينَ. ﴿49﴾
50 ૫૦. સૌને એક નક્કી કરેલ દિવસે ભેગા કરવામાં આવશે,જેનો સમય નક્કી છે. لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوْمٍۢ مَّعْلُومٍۢ. ﴿50﴾
51 ૫૧. પછી તમે હે જૂઠલાવનારાઓ! તમે ગુમરાહ છો. ثُمَّ إِنَّكُمْ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلْمُكَذِّبُونَ. ﴿51﴾
52 ૫૨. તમારે એક એવું વ્રુક્ષ ખાવું પડશે, જેનું નામ ઝક્કૂમ છે. لَءَاكِلُونَ مِن شَجَرٍۢ مِّن زَقُّومٍۢ. ﴿52﴾
53 ૫૩. અને તેનાથી જ તમે પેટ ભરશો. فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ. ﴿53﴾
54 ૫૪. પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો. فَشَٰرِبُونَ عَلَيْهِ مِنَ ٱلْحَمِيمِ. ﴿54﴾
55 ૫૫. જેને તમે તરસ્યા ઊંટ જેવું પીશો, જે બીમાર હશે. فَشَٰرِبُونَ شُرْبَ ٱلْهِيمِ. ﴿55﴾
56 ૫૬. બદલાના દિવસે તેઓની આ મહેમાની હશે. هَٰذَا نُزُلُهُمْ يَوْمَ ٱلدِّينِ. ﴿56﴾
57 ૫૭. અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી. نَحْنُ خَلَقْنَٰكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ. ﴿57﴾
58 ૫૮. હા, એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો, أَفَرَءَيْتُم مَّا تُمْنُونَ. ﴿58﴾
59 ૫૯. તો તે બાળકને તમે પેદા કરો છો અથવા તો તેને પેદા કરવાવાળા અમે જ છે? ءَأَنتُمْ تَخْلُقُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلْخَٰلِقُونَ. ﴿59﴾
60 ૬૦. અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી. نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ ٱلْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ. ﴿60﴾
61 ૬૧. કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તેમને ફરીથી આ જગતમાં એવી સ્થિતિમાં પેદા કરી દઇએ, જેને તમને જાણતા પણ નથી. عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمْثَٰلَكُمْ وَنُنشِئَكُمْ فِى مَا لَا تَعْلَمُونَ. ﴿61﴾
62 ૬૨. તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા? وَلَقَدْ عَلِمْتُمُ ٱلنَّشْأَةَ ٱلْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ. ﴿62﴾
63 ૬૩. હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો, أَفَرَءَيْتُم مَّا تَحْرُثُونَ. ﴿63﴾
64 ૬૪. તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે. ءَأَنتُمْ تَزْرَعُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلزَّٰرِعُونَ. ﴿64﴾
65 ૬૫. જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ. لَوْ نَشَآءُ لَجَعَلْنَٰهُ حُطَٰمًۭا فَظَلْتُمْ تَفَكَّهُونَ. ﴿65﴾
66 ૬૬. કે અમારા પર ભાર થઇ ગયો છે. إِنَّا لَمُغْرَمُونَ. ﴿66﴾
67 ૬૭. પરંતુ અમારું નસીબ જ ફૂટી ગયું. بَلْ نَحْنُ مَحْرُومُونَ. ﴿67﴾
68 ૬૮. હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો, أَفَرَءَيْتُمُ ٱلْمَآءَ ٱلَّذِى تَشْرَبُونَ. ﴿68﴾
69 ૬૯. તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ? ءَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ ٱلْمُزْنِ أَمْ نَحْنُ ٱلْمُنزِلُونَ. ﴿69﴾
70 ૭૦. જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા? لَوْ نَشَآءُ جَعَلْنَٰهُ أُجَاجًۭا فَلَوْلَا تَشْكُرُونَ. ﴿70﴾
71 ૭૧. હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો, أَفَرَءَيْتُمُ ٱلنَّارَ ٱلَّتِى تُورُونَ. ﴿71﴾
72 ૭૨. તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે? ءَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَآ أَمْ نَحْنُ ٱلْمُنشِـُٔونَ. ﴿72﴾
73 ૭૩. અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે. نَحْنُ جَعَلْنَٰهَا تَذْكِرَةًۭ وَمَتَٰعًۭا لِّلْمُقْوِينَ. ﴿73﴾
74 ૭૪. બસ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારની તસ્બીહ કરતા રહો. فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ. ﴿74﴾
75 ૭૫. બસ! હું કસમ ખાઉં છુંમ એ જગ્યાની જ્યાં તારાઓના પડે છે. ۞ فَلَآ أُقْسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ. ﴿75﴾
76 ૭૬. અને જો તમને સમજતા હોય, તો આ ઘણી જ મોટી કસમ છે. وَإِنَّهُۥ لَقَسَمٌۭ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ. ﴿76﴾
77 ૭૭. નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે. إِنَّهُۥ لَقُرْءَانٌۭ كَرِيمٌۭ. ﴿77﴾
78 ૭૮. જે એક સુરક્ષિત કિતાબમાં છે. فِى كِتَٰبٍۢ مَّكْنُونٍۢ. ﴿78﴾
79 ૭૯. તેને ફકત પવિત્ર લોકો જ સ્પર્શ કરી શકે છે. لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلْمُطَهَّرُونَ. ﴿79﴾
80 ૮૦. આ સૃષ્ટિના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે. تَنزِيلٌۭ مِّن رَّبِّ ٱلْعَٰلَمِينَ. ﴿80﴾
81 ૮૧. શું તમે આ વાતને સામાન્ય જાણો છો? أَفَبِهَٰذَا ٱلْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ. ﴿81﴾
82 ૮૨. અને તેની બાબતે તમે નક્કી કર્યું છે કે અમે ફકત જુઠલાવતા રહીશું. وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ. ﴿82﴾
83 ૮૩. એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે. فَلَوْلَآ إِذَا بَلَغَتِ ٱلْحُلْقُومَ. ﴿83﴾
84 ૮૪. અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો. وَأَنتُمْ حِينَئِذٍۢ تَنظُرُونَ. ﴿84﴾
85 ૮૫. અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા. وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ. ﴿85﴾
86 ૮૬. જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું? فَلَوْلَآ إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ. ﴿86﴾
87 ૮૭. અને જો તમે (પોતાની વાતમાં) સાચા હોવ તો આ જીવને પાછે લાવી બતાઓ. تَرْجِعُونَهَآ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿87﴾
88 ૮૮. હા, (મૃત્યુ પામનાર) અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય. فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُقَرَّبِينَ. ﴿88﴾
89 ૮૯. તેને તો આરામ, ખોરાક અને આરામદાયક બગીચા હશે. فَرَوْحٌۭ وَرَيْحَانٌۭ وَجَنَّتُ نَعِيمٍۢ. ﴿89﴾
90 ૯૦. અને જો તે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી હશે. وَأَمَّآ إِن كَانَ مِنْ أَصْحَٰبِ ٱلْيَمِينِ. ﴿90﴾
91 ૯૧. તો (તેને કહેવામાં આવશે કે) તમારા માટે સલામતી જ સલામતી છે, કે તમે જમણા હાથવાળાઓ માંથી છો. فَسَلَٰمٌۭ لَّكَ مِنْ أَصْحَٰبِ ٱلْيَمِينِ. ﴿91﴾
92 ૯૨. પરંતુ જો કોઇ જુઠલાવનારા ગુમરાહ લોકો માંથી હશે, وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ. ﴿92﴾
93 ૯૩. તો તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની હશે. فَنُزُلٌۭ مِّنْ حَمِيمٍۢ. ﴿93﴾
94 ૯૪. અને તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે. وَتَصْلِيَةُ جَحِيمٍ. ﴿94﴾
95 ૯૫. આ ખબર ખરેખર સાચી અને સત્ય છે. إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلْيَقِينِ. ﴿95﴾
96 ૯૬. બસ (હે પયગંબર)! તમે પોતાના પાલનહારનાં નામની તસ્બીહ કરતા રહો, જે ખૂબ જ મહાનતા વાળો છે. فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ. ﴿96﴾