الحاقة
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. સાબિત થવાવાળી | ٱلْحَآقَّةُ. ﴿1﴾ |
| 2 ૨. સાબિત થવાવાળી શું છે? | مَا ٱلْحَآقَّةُ. ﴿2﴾ |
| 3 ૩. અને તમને શું ખબર કે તે સાબિત થનાર શું છે? | وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحَآقَّةُ. ﴿3﴾ |
| 4 ૪. ષમૂદ અને આદની કોમે ખખડાવી દેનારી (કયામત)ને જુઠલાવી હતી. | كَذَّبَتْ ثَمُودُ وَعَادٌۢ بِٱلْقَارِعَةِ. ﴿4﴾ |
| 5 ૫. (જેના પરિણામ રૂપે) ષમૂદને ભયજનક અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા. | فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا۟ بِٱلطَّاغِيَةِ. ﴿5﴾ |
| 6 ૬. અને આદને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા. | وَأَمَّا عَادٌۭ فَأُهْلِكُوا۟ بِرِيحٍۢ صَرْصَرٍ عَاتِيَةٍۢ. ﴿6﴾ |
| 7 ૭. જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. (જો તમે ત્યાં હોત તો) તમે જોતા કે તે લોકો જમીન પર એવી રીતે ઊંધા પડયા હતા, જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય. | سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍۢ وَثَمَٰنِيَةَ أَيَّامٍ حُسُومًۭا فَتَرَى ٱلْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍۢ. ﴿7﴾ |
| 8 ૮. શું તમે તેમના માંથી કોઇ પણ બાકી જુઓ છો? | فَهَلْ تَرَىٰ لَهُم مِّنۢ بَاقِيَةٍۢ. ﴿8﴾ |
| 9 ૯. ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા. | وَجَآءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُۥ وَٱلْمُؤْتَفِكَٰتُ بِٱلْخَاطِئَةِ. ﴿9﴾ |
| 10 ૧૦. તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા. | فَعَصَوْا۟ رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةًۭ رَّابِيَةً. ﴿10﴾ |
| 11 ૧૧. જ્યારે પાણીનું તોફાન વધારે થયું તો તે સમયે અમે જ તમને હોળીમાં સવાર કરી દીધા હતા. | إِنَّا لَمَّا طَغَا ٱلْمَآءُ حَمَلْنَٰكُمْ فِى ٱلْجَارِيَةِ. ﴿11﴾ |
| 12 ૧૨. જેથી અમે તેને તમારા માટે શિખામણ અને યાદગાર બનાવી દઈએ અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે. | لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةًۭ وَتَعِيَهَآ أُذُنٌۭ وَٰعِيَةٌۭ. ﴿12﴾ |
| 13 ૧૩. બસ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે. | فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ نَفْخَةٌۭ وَٰحِدَةٌۭ. ﴿13﴾ |
| 14 ૧૪. અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે. | وَحُمِلَتِ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ فَدُكَّتَا دَكَّةًۭ وَٰحِدَةًۭ. ﴿14﴾ |
| 15 ૧૫. તે દિવસે સાબિત થવાવાળી (કયામત) થઇને રહેશે. | فَيَوْمَئِذٍۢ وَقَعَتِ ٱلْوَاقِعَةُ. ﴿15﴾ |
| 16 ૧૬. અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે. | وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِىَ يَوْمَئِذٍۢ وَاهِيَةٌۭ. ﴿16﴾ |
| 17 ૧૭. તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તે દિવસે આઠ (ફરિશ્તાઓ) તમારા પાલનાહારના અર્શને પોતાના ઉપર ઉઠાવીને રાખ્યું હશે. | وَٱلْمَلَكُ عَلَىٰٓ أَرْجَآئِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍۢ ثَمَٰنِيَةٌۭ. ﴿17﴾ |
| 18 ૧૮. તે દિવસે તમે સૌ (અલ્લાહની સમક્ષ) રજૂ કરવામાં આવશો, તમારુ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે. | يَوْمَئِذٍۢ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌۭ. ﴿18﴾ |
| 19 ૧૯. પછી જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારુ કર્મપત્ર વાંચી લો”. | فَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقْرَءُوا۟ كِتَٰبِيَهْ. ﴿19﴾ |
| 20 ૨૦. મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળવાનો છે. | إِنِّى ظَنَنتُ أَنِّى مُلَٰقٍ حِسَابِيَهْ. ﴿20﴾ |
| 21 ૨૧. બસ! તે એક મનગમતા જીવનમાં હશે. | فَهُوَ فِى عِيشَةٍۢ رَّاضِيَةٍۢ. ﴿21﴾ |
| 22 ૨૨. ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં | فِى جَنَّةٍ عَالِيَةٍۢ. ﴿22﴾ |
| 23 ૨૩. જેના ગુચ્છા નમી પડેલા હશે. | قُطُوفُهَا دَانِيَةٌۭ. ﴿23﴾ |
| 24 ૨૪. (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે વિતેલા દિવસોમાં કર્યા. | كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَآ أَسْلَفْتُمْ فِى ٱلْأَيَّامِ ٱلْخَالِيَةِ. ﴿24﴾ |
| 25 ૨૫. પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કાશ મને મારુ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”. | وَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَٰلَيْتَنِى لَمْ أُوتَ كِتَٰبِيَهْ. ﴿25﴾ |
| 26 ૨૬. અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે. | وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ. ﴿26﴾ |
| 27 ૨૭. કાશ! કે મૃત્યુ (મારુ) કામ પુરૂ કરી દેત. | يَٰلَيْتَهَا كَانَتِ ٱلْقَاضِيَةَ. ﴿27﴾ |
| 28 ૨૮. મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ. | مَآ أَغْنَىٰ عَنِّى مَالِيَهْ ۜ. ﴿28﴾ |
| 29 ૨૯. મારી સત્તા પણ બરબાદ થઇ ગઈ. | هَلَكَ عَنِّى سُلْطَٰنِيَهْ. ﴿29﴾ |
| 30 ૩૦. આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો, | خُذُوهُ فَغُلُّوهُ. ﴿30﴾ |
| 31 ૩૧. પછી તેને જહન્નમમાં નાખી દો. | ثُمَّ ٱلْجَحِيمَ صَلُّوهُ. ﴿31﴾ |
| 32 ૩૨. પછી તેને સિત્તેર હાથ લાંબી સાંકળમાં બાંધી દો. | ثُمَّ فِى سِلْسِلَةٍۢ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًۭا فَٱسْلُكُوهُ. ﴿32﴾ |
| 33 ૩૩. નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો. | إِنَّهُۥ كَانَ لَا يُؤْمِنُ بِٱللَّهِ ٱلْعَظِيمِ. ﴿33﴾ |
| 34 ૩૪. અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો. | وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ. ﴿34﴾ |
| 35 ૩૫. બસ! આજે તેનો કોઈ મિત્ર નહીં હોય. | فَلَيْسَ لَهُ ٱلْيَوْمَ هَٰهُنَا حَمِيمٌۭ. ﴿35﴾ |
| 36 ૩૬. અને પરૂ સિવાય તેને કઈ ભોજન નહીં મળે. | وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍۢ. ﴿36﴾ |
| 37 ૩૭. જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય. | لَّا يَأْكُلُهُۥٓ إِلَّا ٱلْخَٰطِـُٔونَ. ﴿37﴾ |
| 38 ૩૮. બસ! હું તે વસ્તુની પણ કસમ ખાઉ છું, જે તમે જુવો છો. | فَلَآ أُقْسِمُ بِمَا تُبْصِرُونَ. ﴿38﴾ |
| 39 ૩૯. અને તે વસ્તુઓની પણ, જે તમે જોતા નથી. | وَمَا لَا تُبْصِرُونَ. ﴿39﴾ |
| 40 ૪૦. કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે. | إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍۢ كَرِيمٍۢ. ﴿40﴾ |
| 41 ૪૧. આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો. | وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍۢ ۚ قَلِيلًۭا مَّا تُؤْمِنُونَ. ﴿41﴾ |
| 42 ૪૨. અને ન તો આ કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) તમે ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો. | وَلَا بِقَوْلِ كَاهِنٍۢ ۚ قَلِيلًۭا مَّا تَذَكَّرُونَ. ﴿42﴾ |
| 43 ૪૩. (આ તો) જગતના પાલનહારે ઉતાર્યું છે. | تَنزِيلٌۭ مِّن رَّبِّ ٱلْعَٰلَمِينَ. ﴿43﴾ |
| 44 ૪૪. અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડી લેતો, | وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ ٱلْأَقَاوِيلِ. ﴿44﴾ |
| 45 ૪૫. તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા. | لَأَخَذْنَا مِنْهُ بِٱلْيَمِينِ. ﴿45﴾ |
| 46 ૪૬. પછી તેની ધોરી નસ કાપી નાખતા. | ثُمَّ لَقَطَعْنَا مِنْهُ ٱلْوَتِينَ. ﴿46﴾ |
| 47 ૪૭. પછી તમારામાંથી કોઇ પણ અમને આ કામથી રોકનાર ન હોત. | فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَٰجِزِينَ. ﴿47﴾ |
| 48 ૪૮. નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે. | وَإِنَّهُۥ لَتَذْكِرَةٌۭ لِّلْمُتَّقِينَ. ﴿48﴾ |
| 49 ૪૯. અને અમને સારી રીતે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે. | وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ. ﴿49﴾ |
| 50 ૫૦. નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે. | وَإِنَّهُۥ لَحَسْرَةٌ عَلَى ٱلْكَٰفِرِينَ. ﴿50﴾ |
| 51 ૫૧. અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વાસનિય સત્ય છે. | وَإِنَّهُۥ لَحَقُّ ٱلْيَقِينِ. ﴿51﴾ |
| 52 ૫૨. બસ! (હે નબી) તમે પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કરો. | فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ. ﴿52﴾ |