Loading date... | Loading Hijri date... | Loading time...

المعارج

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. એક સવાલ કરનારાએ તે અઝાબ વિશે સવાલ કર્યો, જે સાબિત થઈને રહેશે. سَأَلَ سَآئِلٌۢ بِعَذَابٍۢ وَاقِعٍۢ. ﴿1﴾
2 ૨. કાફિરો પરથી જેને કોઇ ટાળનાર નથી. لِّلْكَٰفِرِينَ لَيْسَ لَهُۥ دَافِعٌۭ. ﴿2﴾
3 ૩. (આ અઝાબ) અલ્લાહ તરફથી (આવશે) જે ઉચ્ચતા વાળો છે. مِّنَ ٱللَّهِ ذِى ٱلْمَعَارِجِ. ﴿3﴾
4 ૪. જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ એક દિવસમાં ચઢે છે. જેની સમયમર્યાદા પચાસ હજાર વર્ષ છે. تَعْرُجُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيْهِ فِى يَوْمٍۢ كَانَ مِقْدَارُهُۥ خَمْسِينَ أَلْفَ سَنَةٍۢ. ﴿4﴾
5 ૫. બસ! તુ સારી રીતે ધીરજ રાખ. فَٱصْبِرْ صَبْرًۭا جَمِيلًا. ﴿5﴾
6 ૬. નિ:શંક આ લોકો તે (અઝાબ) ને દૂર સમજી રહયા છે, إِنَّهُمْ يَرَوْنَهُۥ بَعِيدًۭا. ﴿6﴾
7 ૭. પરંતુ અમે તેને નજીક જોઇ રહ્યા છીએ. وَنَرَىٰهُ قَرِيبًۭا. ﴿7﴾
8 ૮. જે દિવસે આકાશ ઊકળતા તાંબા જેવુ થઇ જશે. يَوْمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلْمُهْلِ. ﴿8﴾
9 ૯. અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે. وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ. ﴿9﴾
10 ૧૦. તે દિવસે કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે. وَلَا يَسْـَٔلُ حَمِيمٌ حَمِيمًۭا. ﴿10﴾
11 ૧૧. જો કે તેઓ એકબીજાને દેખાડવામાં આવશે, તે દિવસે અઝાબથી બચવા માટે ગુનેગાર એવું ઈચ્છશે કે પોતાના દીકરાઓને મુક્તિદંડ રૂપે આપી દે. يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ ٱلْمُجْرِمُ لَوْ يَفْتَدِى مِنْ عَذَابِ يَوْمِئِذٍۭ بِبَنِيهِ. ﴿11﴾
12 ૧૨. પોતાની પત્નિને અને પોતાના ભાઇને وَصَٰحِبَتِهِۦ وَأَخِيهِ. ﴿12﴾
13 ૧૩. અને પોતાના તે કુટુંબીજનોને, જેઓ તેને આશરો આપતા હતા. وَفَصِيلَتِهِ ٱلَّتِى تُـْٔوِيهِ. ﴿13﴾
14 ૧૪. અને જે કઈ જમીનમાં છે તે બધું જ આપી પોતાને બચાવી લે. وَمَن فِى ٱلْأَرْضِ جَمِيعًۭا ثُمَّ يُنجِيهِ. ﴿14﴾
15 ૧૫. (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) હશે. كَلَّآ ۖ إِنَّهَا لَظَىٰ. ﴿15﴾
16 ૧૬. જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે. نَزَّاعَةًۭ لِّلشَّوَىٰ. ﴿16﴾
17 ૧૭. તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે, જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે. تَدْعُوا۟ مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ. ﴿17﴾
18 ૧૮. અને ભેગુ કરીને સંભાળી રાખતો હશે. وَجَمَعَ فَأَوْعَىٰٓ. ﴿18﴾
19 ૧૯. ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે. ۞ إِنَّ ٱلْإِنسَٰنَ خُلِقَ هَلُوعًا. ﴿19﴾
20 ૨૦. જ્યારે તેને પરેશાની પહોંચે છે, તો ગભરાઇ જાય છે. إِذَا مَسَّهُ ٱلشَّرُّ جَزُوعًۭا. ﴿20﴾
21 ૨૧. અને જ્યારે રાહત મળે છે, તો કંજુસી કરવા લાગે છે. وَإِذَا مَسَّهُ ٱلْخَيْرُ مَنُوعًا. ﴿21﴾
22 ૨૨. પરંતુ નમાઝ પઢવાવાળા. إِلَّا ٱلْمُصَلِّينَ. ﴿22﴾
23 ૨૩. જેઓ પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે. ٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَآئِمُونَ. ﴿23﴾
24 ૨૪. અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે. وَٱلَّذِينَ فِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّۭ مَّعْلُومٌۭ. ﴿24﴾
25 ૨૫. માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ. لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ. ﴿25﴾
26 ૨૬. અને જે કયામતના દિવસની પુષ્ટિ કરે છે. وَٱلَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ ٱلدِّينِ. ﴿26﴾
27 ૨૭. અને જે પોતાના પાલનહારના અઝાબથી ડરતા રહે છે. وَٱلَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ. ﴿27﴾
28 ૨૮. કારણકે તેમના પાલનહારનો અઝાબ નીડર થવા જેવી વસ્તુ નથી. إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍۢ. ﴿28﴾
29 ૨૯. અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે.. وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَٰفِظُونَ. ﴿29﴾
30 ૩૦. હા! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ નિંદા નથી. إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ. ﴿30﴾
31 ૩૧. હવે જે કોઇ તેના સિવાય અન્ય (રસ્તો) શોધશે, તો આવા લોકો હદ વટાવી જનારા છે. فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ. ﴿31﴾
32 ૩૨. અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે. وَٱلَّذِينَ هُمْ لِأَمَٰنَٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ. ﴿32﴾
33 ૩૩. અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે. وَٱلَّذِينَ هُم بِشَهَٰدَٰتِهِمْ قَآئِمُونَ. ﴿33﴾
34 ૩૪. અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે. وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ. ﴿34﴾
35 ૩૫. આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે. أُو۟لَٰٓئِكَ فِى جَنَّٰتٍۢ مُّكْرَمُونَ. ﴿35﴾
36 ૩૬. બસ! આ કાફિરોને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવી રહ્યા છે. فَمَالِ ٱلَّذِينَ كَفَرُوا۟ قِبَلَكَ مُهْطِعِينَ. ﴿36﴾
37 ૩૭. જમણે અને ડાબેથી, જૂથના જૂથ (આવી રહ્યા છે) عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ عِزِينَ. ﴿37﴾
38 ૩૮. શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે? أَيَطْمَعُ كُلُّ ٱمْرِئٍۢ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍۢ. ﴿38﴾
39 ૩૯. (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે, જેને તેઓ પોતે પણ જાણે છે. كَلَّآ ۖ إِنَّا خَلَقْنَٰهُم مِّمَّا يَعْلَمُونَ. ﴿39﴾
40 ૪૦. બસ! હું પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની કસમ ખાઈને કહું છું (કે) અમે ખરેખર આ વાત પર કુદરત ધરાવીએ છીએ. فَلَآ أُقْسِمُ بِرَبِّ ٱلْمَشَٰرِقِ وَٱلْمَغَٰرِبِ إِنَّا لَقَٰدِرُونَ. ﴿40﴾
41 ૪૧. કે અમે તેમના બદલે તેમનાથી સારા લોકોને લઇને આવીએ, અને અમે અક્ષમ કરનાર કોઈ નથી. عَلَىٰٓ أَن نُّبَدِّلَ خَيْرًۭا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ. ﴿41﴾
42 ૪૨. બસ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે તેઓ તે દિવસ જોઈ લે, જેનું તેમને વચન આપવામાં આવે છે. فَذَرْهُمْ يَخُوضُوا۟ وَيَلْعَبُوا۟ حَتَّىٰ يُلَٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى يُوعَدُونَ. ﴿42﴾
43 ૪૩. જે દિવસે તે લોકો પોતાની કબરોમાંથી નીકળી એવી રીતે દોડતા જઈ રહ્યા હશે, જેવું કે પોતાના પૂજકો પાસે દોડતા જઈ રહ્યા હોય. يَوْمَ يَخْرُجُونَ مِنَ ٱلْأَجْدَاثِ سِرَاعًۭا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍۢ يُوفِضُونَ. ﴿43﴾
44 ૪૪. તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે, તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું. خَٰشِعَةً أَبْصَٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌۭ ۚ ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلَّذِى كَانُوا۟ يُوعَدُونَ. ﴿44﴾