Loading date... | Loading Hijri date... | Loading time...

نوح

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. નિ:શંક અમે નૂહ ને તેમની કોમ તરફ (પયગંબર) બનાવી મોક્લ્યા કે પોતાની કોમને (ખરાબ પરિણામથી) ડરાવી દો (અને સચેત કરી દો) તે પહેલા કે તેમનાં પર એક દુ:ખદાયી અઝાબ આવી જાય. إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌۭ. ﴿1﴾
2 ૨. (નૂહ એ) કહ્યુ, કે હે મારી કોમ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું. قَالَ يَٰقَوْمِ إِنِّى لَكُمْ نَذِيرٌۭ مُّبِينٌ. ﴿2﴾
3 ૩. કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો. أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ وَأَطِيعُونِ. ﴿3﴾
4 ૪. તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જશે, તો તેમાં વાર નહીં થાય કદાચ કે તમે આ વાત જાણતા હોત. يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ ٱللَّهِ إِذَا جَآءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ. ﴿4﴾
5 ૫. (નૂહ એ) કહ્યુ, હે મારા પાલનહાર! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા. قَالَ رَبِّ إِنِّى دَعَوْتُ قَوْمِى لَيْلًۭا وَنَهَارًۭا. ﴿5﴾
6 ૬. પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા. فَلَمْ يَزِدْهُمْ دُعَآءِىٓ إِلَّا فِرَارًۭا. ﴿6﴾
7 ૭. મેં જ્યારે પણ તેમને તારી માફી તરફ બોલાવ્યા, તો તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ તેમજ ઘમંડ કરવા લાગ્યા . وَإِنِّى كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوٓا۟ أَصَٰبِعَهُمْ فِىٓ ءَاذَانِهِمْ وَٱسْتَغْشَوْا۟ ثِيَابَهُمْ وَأَصَرُّوا۟ وَٱسْتَكْبَرُوا۟ ٱسْتِكْبَارًۭا. ﴿7﴾
8 ૮. પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા. ثُمَّ إِنِّى دَعَوْتُهُمْ جِهَارًۭا. ﴿8﴾
9 ૯. અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ . ثُمَّ إِنِّىٓ أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًۭا. ﴿9﴾
10 ૧૦. અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ માફ કરવાવાળો છે. فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًۭا. ﴿10﴾
11 ૧૧. તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે. يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًۭا. ﴿11﴾
12 ૧૨. અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે. وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍۢ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍۢ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًۭا. ﴿12﴾
13 ૧૩. તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા. مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًۭا. ﴿13﴾
14 ૧૪. જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે. وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا. ﴿14﴾
15 ૧૫. શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ કેવી રીતે સાત આકાશો તળ પર તળ બનાવ્યા? أَلَمْ تَرَوْا۟ كَيْفَ خَلَقَ ٱللَّهُ سَبْعَ سَمَٰوَٰتٍۢ طِبَاقًۭا. ﴿15﴾
16 ૧૬. અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક. وَجَعَلَ ٱلْقَمَرَ فِيهِنَّ نُورًۭا وَجَعَلَ ٱلشَّمْسَ سِرَاجًۭا. ﴿16﴾
17 ૧૭. અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ) وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلْأَرْضِ نَبَاتًۭا. ﴿17﴾
18 ૧૮. ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે. ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًۭا. ﴿18﴾
19 ૧૯. અને અલ્લાહ તઆલાએ જ તમારા માટે ધરતીને પાથરણું બનાવી દીધુ છે. وَٱللَّهُ جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ بِسَاطًۭا. ﴿19﴾
20 ૨૦. જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો. لِّتَسْلُكُوا۟ مِنْهَا سُبُلًۭا فِجَاجًۭا. ﴿20﴾
21 ૨૧. નૂહ એ કહ્યુ કે હે મારા પાલનહાર! તે લોકોએ મારી અવજ્ઞા કરી અને અને તેવા લોકોની પાછળ લાગી ગયા, જેમનું ધન અને સંતાનોએ તેમનાં માટે નુકસાનમાં વધારો કર્યો. قَالَ نُوحٌۭ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِى وَٱتَّبَعُوا۟ مَن لَّمْ يَزِدْهُ مَالُهُۥ وَوَلَدُهُۥٓ إِلَّا خَسَارًۭا. ﴿21﴾
22 ૨૨. અને તે લોકોએ ખૂબ યુક્તિઓ કરી. وَمَكَرُوا۟ مَكْرًۭا كُبَّارًۭا. ﴿22﴾
23 ૨૩. અને તેમણે કહ્યુ કે તમે પોતાના પુજ્યોને કદાપિ ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો). وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّۭا وَلَا سُوَاعًۭا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًۭا. ﴿23﴾
24 ૨૪. તે લોકોએ ઘણા લોકોને ગુમરાહ કરી દીધા. તો હવે (હે અલ્લાહ) તુ તે જાલિમોની ગુમરાહીમાં વધારો કર. وَقَدْ أَضَلُّوا۟ كَثِيرًۭا ۖ وَلَا تَزِدِ ٱلظَّٰلِمِينَ إِلَّا ضَلَٰلًۭا. ﴿24﴾
25 ૨૫. આ લોકો પોતાના પાપોના લીધે ડુબાડી દેવામાં આવ્યા અને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા. પછી તે લોકોએ પોતાના માટે અલ્લાહ સિવાય તેમણે કોઇ મદદગાર ન જોયો. مِّمَّا خَطِيٓـَٰٔتِهِمْ أُغْرِقُوا۟ فَأُدْخِلُوا۟ نَارًۭا فَلَمْ يَجِدُوا۟ لَهُم مِّن دُونِ ٱللَّهِ أَنصَارًۭا. ﴿25﴾
26 ૨૬. અને નૂહ એ કહ્યુ, કે હે મારા પાલનહાર! કાફિરો માંથી કોઈને તું આ જમીન પર રહેવા માટે ન છોડીશ. وَقَالَ نُوحٌۭ رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا. ﴿26﴾
27 ૨૭. જો તુ તેમને છોડી દઇશ, તો (નિ:શંક) આ લોકો તારા બંદાઓને ગુમરાહ કરશે અને તેમની જે સંતાન હશે, તેઓ પણ દુરાચારી અને સખત કાફિર જ હશે. إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًۭا كَفَّارًۭا. ﴿27﴾
28 ૨૮. હે મારા પાલનહાર! તુ મને અને મારા માતા-પિતાને અને તે દરેક વ્યક્તિને, જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં હોય અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે અને જાલિમોની બરબાદીમાં વધારો કર. رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًۭا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ وَلَا تَزِدِ ٱلظَّٰلِمِينَ إِلَّا تَبَارًۢا. ﴿28﴾