Loading date... | Loading Hijri date... | Loading time...

المدثر

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો. يَٰٓأَيُّهَا ٱلْمُدَّثِّرُ. ﴿1﴾
2 ૨. ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો. قُمْ فَأَنذِرْ. ﴿2﴾
3 ૩. અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો وَرَبَّكَ فَكَبِّرْ. ﴿3﴾
4 ૪. અને પોતાના કપડા પાક સાફ રાખો. وَثِيَابَكَ فَطَهِّرْ. ﴿4﴾
5 ૫. અને ગંદકીથી દૂર રહો. وَٱلرُّجْزَ فَٱهْجُرْ. ﴿5﴾
6 ૬. અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો. وَلَا تَمْنُن تَسْتَكْثِرُ. ﴿6﴾
7 ૭. અને પોતાના પાલનહાર માટે સબર કરો. وَلِرَبِّكَ فَٱصْبِرْ. ﴿7﴾
8 ૮. ફરી જ્યારે સૂરમાં ફૂંક મારવામાં આવશે. فَإِذَا نُقِرَ فِى ٱلنَّاقُورِ. ﴿8﴾
9 ૯. તો તે દિવસ ખૂબ જ ભારે હશે. فَذَٰلِكَ يَوْمَئِذٍۢ يَوْمٌ عَسِيرٌ. ﴿9﴾
10 ૧૦. કાફિરો માટે સરળ નહીં હોય. عَلَى ٱلْكَٰفِرِينَ غَيْرُ يَسِيرٍۢ. ﴿10﴾
11 ૧૧. તે વ્યક્તિની બાબત મારા પર છોડી દો, જેને મેં એકલો પેદા કર્યો છે. ذَرْنِى وَمَنْ خَلَقْتُ وَحِيدًۭا. ﴿11﴾
12 ૧૨. તેને ખૂબ માલ આપ્યો. وَجَعَلْتُ لَهُۥ مَالًۭا مَّمْدُودًۭا. ﴿12﴾
13 ૧૩. અને દરેક સમયે હાજર રહેવાવાળા બાળકો આપ્યા. وَبَنِينَ شُهُودًۭا. ﴿13﴾
14 ૧૪. અને દરેક રીતે તેના માટે માર્ગ સરળ બનાવ્યો. وَمَهَّدتُّ لَهُۥ تَمْهِيدًۭا. ﴿14﴾
15 ૧૫. પછી પણ લાલચ રાખે છે કે હું તેને હજુ વધારે આપું. ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ. ﴿15﴾
16 ૧૬. આવું ક્યારેય નહીં થાય કેમકે તે અમારી આયતોથી દુશ્મની રાખે છે. كَلَّآ ۖ إِنَّهُۥ كَانَ لِءَايَٰتِنَا عَنِيدًۭا. ﴿16﴾
17 ૧૭. હું નજીક માંજ તેને સખત ચઢાવીશ. سَأُرْهِقُهُۥ صَعُودًا. ﴿17﴾
18 ૧૮. તેણે વિચાર કર્યો અને વાતો બનાવવાનો પ્રયત્ન કર્યો. إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ. ﴿18﴾
19 ૧૯. બસ તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી? فَقُتِلَ كَيْفَ قَدَّرَ. ﴿19﴾
20 ૨૦. પછી તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી? ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ. ﴿20﴾
21 ૨૧. તેણે (પોતાના સાથીઓ તરફ) જોયુ. ثُمَّ نَظَرَ. ﴿21﴾
22 ૨૨. પછી તેણે કપાળ ચઢાવ્યું અને મોઢું બગાડ્યુ. ثُمَّ عَبَسَ وَبَسَرَ. ﴿22﴾
23 ૨૩. પછી ત્યાંથી જતો રહ્યો અને ઘમંડ કરવા લાગ્યો. ثُمَّ أَدْبَرَ وَٱسْتَكْبَرَ. ﴿23﴾
24 ૨૪. અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે, જે નકલ કરવામાં આવી રહ્યું છે. فَقَالَ إِنْ هَٰذَآ إِلَّا سِحْرٌۭ يُؤْثَرُ. ﴿24﴾
25 ૨૫. આ તો માનવીની જ વાત છે. إِنْ هَٰذَآ إِلَّا قَوْلُ ٱلْبَشَرِ. ﴿25﴾
26 ૨૬. હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ. سَأُصْلِيهِ سَقَرَ. ﴿26﴾
27 ૨૭. અને તમને શું ખબર કે જહન્નમ શું છે? وَمَآ أَدْرَىٰكَ مَا سَقَرُ. ﴿27﴾
28 ૨૮. ન તે બાકી રાખશે અને ન તો છોડશે. لَا تُبْقِى وَلَا تَذَرُ. ﴿28﴾
29 ૨૯. ચામડીને બાળી નાખશે. لَوَّاحَةٌۭ لِّلْبَشَرِ. ﴿29﴾
30 ૩૦. અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે. عَلَيْهَا تِسْعَةَ عَشَرَ. ﴿30﴾
31 ૩૧. અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે. وَمَا جَعَلْنَآ أَصْحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةًۭ ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةًۭ لِّلَّذِينَ كَفَرُوا۟ لِيَسْتَيْقِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَيَزْدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِيمَٰنًۭا ۙ وَلَا يَرْتَابَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَٱلْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌۭ وَٱلْكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلًۭا ۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِىَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ. ﴿31﴾
32 ૩૨. (પરંતુ આ લોકો ક્યારેય શિખામણ પ્રાપ્ત નહી કરે) ચંદ્રની કસમ. كَلَّا وَٱلْقَمَرِ. ﴿32﴾
33 ૩૩. અને રાતની, જ્યારે તે જવા લાગે. وَٱلَّيْلِ إِذْ أَدْبَرَ. ﴿33﴾
34 ૩૪. અને સવારની, જ્યારે તે પ્રકાશિત થઇ જાય. وَٱلصُّبْحِ إِذَآ أَسْفَرَ. ﴿34﴾
35 ૩૫. કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે. إِنَّهَا لَإِحْدَى ٱلْكُبَرِ. ﴿35﴾
36 ૩૬. તે માનવીઓ માટે ભયનું કારણ છે. نَذِيرًۭا لِّلْبَشَرِ. ﴿36﴾
37 ૩૭. જે તમારા માંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહેવા ઈચ્છે. لِمَن شَآءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ. ﴿37﴾
38 ૩૮. દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગિરવે છે. كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِينَةٌ. ﴿38﴾
39 ૩૯. સિવાય જમણા હાથવાળા. إِلَّآ أَصْحَٰبَ ٱلْيَمِينِ. ﴿39﴾
40 ૪૦. કે તેઓ જન્નતોમાં હશે, તેઓ પૂછી રહ્યા હશે. فِى جَنَّٰتٍۢ يَتَسَآءَلُونَ. ﴿40﴾
41 ૪૧. ગુનેગાર વિશે عَنِ ٱلْمُجْرِمِينَ. ﴿41﴾
42 ૪૨. તમને જહન્નમમાં કઇ વસ્તુ લઈને આવી. مَا سَلَكَكُمْ فِى سَقَرَ. ﴿42﴾
43 ૪૩. તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા. قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ. ﴿43﴾
44 ૪૪. ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા. وَلَمْ نَكُ نُطْعِمُ ٱلْمِسْكِينَ. ﴿44﴾
45 ૪૫. અને અમે વાદવિવાદ કરનારની સાથે વ્યસ્ત રહેતા હતાં. وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ. ﴿45﴾
46 ૪૬. અને બદલાના દિવસને જૂઠલાવતા હતા. وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ ٱلدِّينِ. ﴿46﴾
47 ૪૭. અહીં સુધી કે અમને મોત આવી ગઈ. حَتَّىٰٓ أَتَىٰنَا ٱلْيَقِينُ. ﴿47﴾
48 ૪૮. (તે સમયે) ભલામણ કરનારાઓની ભલામણ તેમને કઈ ફાયદો નહીં પહોંચાડી શકે. فَمَا تَنفَعُهُمْ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ. ﴿48﴾
49 ૪૯. તેમને શું થઇ ગયું છે? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે. فَمَا لَهُمْ عَنِ ٱلتَّذْكِرَةِ مُعْرِضِينَ. ﴿49﴾
50 ૫૦. જાણે કે તેઓ જંગલી ગધેડા હોય. كَأَنَّهُمْ حُمُرٌۭ مُّسْتَنفِرَةٌۭ. ﴿50﴾
51 ૫૧. જે સિંહથી ડરીને ભાગ્યા હોય. فَرَّتْ مِن قَسْوَرَةٍۭ. ﴿51﴾
52 ૫૨. પરંતુ તેમના માંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સ્પષ્ટ કિતાબ આપવામાં આવે. بَلْ يُرِيدُ كُلُّ ٱمْرِئٍۢ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًۭا مُّنَشَّرَةًۭ. ﴿52﴾
53 ૫૩. ક્યારેય નહિ, સાચી વાત એ કે આ લોકો આખિરતથી નથી ડરતા. كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ ٱلْءَاخِرَةَ. ﴿53﴾
54 ૫૪. સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે. كَلَّآ إِنَّهُۥ تَذْكِرَةٌۭ. ﴿54﴾
55 ૫૫. હવે જે ઇચ્છે, તે શિખામણ પ્રાપ્ત કરે. فَمَن شَآءَ ذَكَرَهُۥ. ﴿55﴾
56 ૫૬. અને તેઓ શિખામણ પ્રાપ્ત નહીં કરે પરંતુ એ કે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તે જ માફ કરવાવાળો છે. وَمَا يَذْكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ ۚ هُوَ أَهْلُ ٱلتَّقْوَىٰ وَأَهْلُ ٱلْمَغْفِرَةِ. ﴿56﴾