القيامة
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. હું કયામતના દિવસની કસમ ખાઉં છું | لَآ أُقْسِمُ بِيَوْمِ ٱلْقِيَٰمَةِ. ﴿1﴾ |
| 2 ૨. અને ઠપકો આપનાર નફસની કસમ ખાઉં છું . | وَلَآ أُقْسِمُ بِٱلنَّفْسِ ٱللَّوَّامَةِ. ﴿2﴾ |
| 3 ૩. શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા નહી કરી શકીએ? | أَيَحْسَبُ ٱلْإِنسَٰنُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُۥ. ﴿3﴾ |
| 4 ૪. કેમ નહીં અમે આ વાત પર કુદરત ધરાવીએ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઈશુ. | بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّىَ بَنَانَهُۥ. ﴿4﴾ |
| 5 ૫. પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે. | بَلْ يُرِيدُ ٱلْإِنسَٰنُ لِيَفْجُرَ أَمَامَهُۥ. ﴿5﴾ |
| 6 ૬. સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે. | يَسْـَٔلُ أَيَّانَ يَوْمُ ٱلْقِيَٰمَةِ. ﴿6﴾ |
| 7 ૭. તો (તેનો જવાબ એ છે કે)જ્યારે નજર પથરાઇ જશે. | فَإِذَا بَرِقَ ٱلْبَصَرُ. ﴿7﴾ |
| 8 ૮. અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે. | وَخَسَفَ ٱلْقَمَرُ. ﴿8﴾ |
| 9 ૯. સૂર્ય અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે. | وَجُمِعَ ٱلشَّمْسُ وَٱلْقَمَرُ. ﴿9﴾ |
| 10 ૧૦. તે દિવસે માનવી કહેશે કે ક્યા ભાગીને જાવું? | يَقُولُ ٱلْإِنسَٰنُ يَوْمَئِذٍ أَيْنَ ٱلْمَفَرُّ. ﴿10﴾ |
| 11 ૧૧. ના ના તેને કોઇ પનાહની જગ્યા નહીં મળે. | كَلَّا لَا وَزَرَ. ﴿11﴾ |
| 12 ૧૨. આજે તો તારા પાલનહાર તરફ જ રુકવાનું છે. | إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمُسْتَقَرُّ. ﴿12﴾ |
| 13 ૧૩. તે દિવસે માનવીને જણાવવામાં આવશે કે તેણે આગળ શું મોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે? | يُنَبَّؤُا۟ ٱلْإِنسَٰنُ يَوْمَئِذٍۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ. ﴿13﴾ |
| 14 ૧૪. પરંતુ માનવી સ્વયં પોતે પોતાને જોવાવાળો છે. | بَلِ ٱلْإِنسَٰنُ عَلَىٰ نَفْسِهِۦ بَصِيرَةٌۭ. ﴿14﴾ |
| 15 ૧૫. ભલેને તે કેટલાય બહાના રજૂ કેમ ન કરે. | وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُۥ. ﴿15﴾ |
| 16 ૧૬. (હે પયગંબર) તમે કુરઆન મજીદને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં. | لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ. ﴿16﴾ |
| 17 ૧૭. તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે. | إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ. ﴿17﴾ |
| 18 ૧૮. પછી જ્યારે અમે તમને પઢાવી દઈએ તો પછી તેવી જ રીતે પઢો. | فَإِذَا قَرَأْنَٰهُ فَٱتَّبِعْ قُرْءَانَهُۥ. ﴿18﴾ |
| 19 ૧૯. પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે. | ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ. ﴿19﴾ |
| 20 ૨૦. ના ના, (સાચી વાત એ છે કે) તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો. | كَلَّا بَلْ تُحِبُّونَ ٱلْعَاجِلَةَ. ﴿20﴾ |
| 21 ૨૧. અને આખિરતને છોડી બેઠા છો. | وَتَذَرُونَ ٱلْءَاخِرَةَ. ﴿21﴾ |
| 22 ૨૨. તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે. | وُجُوهٌۭ يَوْمَئِذٍۢ نَّاضِرَةٌ. ﴿22﴾ |
| 23 ૨૩. પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે. | إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌۭ. ﴿23﴾ |
| 24 ૨૪. અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે. | وَوُجُوهٌۭ يَوْمَئِذٍۭ بَاسِرَةٌۭ. ﴿24﴾ |
| 25 ૨૫. સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે. | تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌۭ. ﴿25﴾ |
| 26 ૨૬. ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે. | كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِىَ. ﴿26﴾ |
| 27 ૨૭. અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે? | وَقِيلَ مَنْ ۜ رَاقٍۢ. ﴿27﴾ |
| 28 ૨૮. અને મૃત્યુ પામનારને યકીન થઇ જાય છે કે આ તેની જુદાઈનો સમય છે. | وَظَنَّ أَنَّهُ ٱلْفِرَاقُ. ﴿28﴾ |
| 29 ૨૯. અને એક પિંડલી બીજી પિંડલી સાથે ભેગી થઇ જશે. | وَٱلْتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ. ﴿29﴾ |
| 30 ૩૦. આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે. | إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمَسَاقُ. ﴿30﴾ |
| 31 ૩૧. તેણે ન તો પુષ્ટિ કરી અને ન તો નમાઝ પઢી. | فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ. ﴿31﴾ |
| 32 ૩૨. પરંતુ સત્યને જુઠલાવ્યુ અને મોઢું ફેરવી લીધું. | وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ. ﴿32﴾ |
| 33 ૩૩. પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો. | ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهْلِهِۦ يَتَمَطَّىٰٓ. ﴿33﴾ |
| 34 ૩૪. ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર. | أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ. ﴿34﴾ |
| 35 ૩૫. પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે. | ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰٓ. ﴿35﴾ |
| 36 ૩૬. શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે. | أَيَحْسَبُ ٱلْإِنسَٰنُ أَن يُتْرَكَ سُدًى. ﴿36﴾ |
| 37 ૩૭. શું તે વીર્યનું એક ટીપું ન હતો, જે ટપકાવવામાં આવ્યું હતું. | أَلَمْ يَكُ نُطْفَةًۭ مِّن مَّنِىٍّۢ يُمْنَىٰ. ﴿37﴾ |
| 38 ૩૮. પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેને ઠીક માનવી બનાવ્યો. | ثُمَّ كَانَ عَلَقَةًۭ فَخَلَقَ فَسَوَّىٰ. ﴿38﴾ |
| 39 ૩૯. પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા. | فَجَعَلَ مِنْهُ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ. ﴿39﴾ |
| 40 ૪૦. શું (અલ્લાહ તઆલા) તે (વાત) પર કુદરત નથી ધરાવતો કે મૃતકને ફરી જીવિત કરી દે? | أَلَيْسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحْۦِىَ ٱلْمَوْتَىٰ. ﴿40﴾ |