Loading date... | Loading Hijri date... | Loading time...

المرسلات

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. તે હવાઓની કસમ! જે ધીમી ધીમે ચાલે છે. وَٱلْمُرْسَلَٰتِ عُرْفًۭا. ﴿1﴾
2 ૨. પછી તીવ્ર હવાઓની કસમ! فَٱلْعَٰصِفَٰتِ عَصْفًۭا. ﴿2﴾
3 ૩. પછી ઉકસાવીને વેરવિખેર કરનારા (વાદળોની) કસમ!. وَٱلنَّٰشِرَٰتِ نَشْرًۭا. ﴿3﴾
4 ૪. પછી સત્ય અને અસત્યને અલગ કરી દેનાર (ફરિશ્તાઓ)ની કસમ! فَٱلْفَٰرِقَٰتِ فَرْقًۭا. ﴿4﴾
5 ૫. અને વહી લાવનારા ફરિશ્તાઓની કસમ! فَٱلْمُلْقِيَٰتِ ذِكْرًا. ﴿5﴾
6 ૬. જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે. عُذْرًا أَوْ نُذْرًا. ﴿6﴾
7 ૭. જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, તે નિ:શંક તે થઇને જ રહેશે. إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٌۭ. ﴿7﴾
8 ૮. જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે. فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتْ. ﴿8﴾
9 ૯. અને જ્યારે આકાશ ફોડી નાખવામાં આવશે. وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتْ. ﴿9﴾
10 ૧૦. અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે. وَإِذَا ٱلْجِبَالُ نُسِفَتْ. ﴿10﴾
11 ૧૧. અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે. وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتْ. ﴿11﴾
12 ૧૨. કેવા દિવસ માટે (આ બાબતમાં) વિલંબ કરવામાં આવ્યો. لِأَىِّ يَوْمٍ أُجِّلَتْ. ﴿12﴾
13 ૧૩. નિર્ણયના દિવસ માટે لِيَوْمِ ٱلْفَصْلِ. ﴿13﴾
14 ૧૪. અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે? وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلْفَصْلِ. ﴿14﴾
15 ૧૫. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿15﴾
16 ૧૬. શું અમે પહેલાના લોકોને નષ્ટ નથી કર્યા? أَلَمْ نُهْلِكِ ٱلْأَوَّلِينَ. ﴿16﴾
17 ૧૭. ફરી અમે તેમના પછી બીજાને મોકલતા રહીએ છીએ. ثُمَّ نُتْبِعُهُمُ ٱلْءَاخِرِينَ. ﴿17﴾
18 ૧૮. અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ. كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ. ﴿18﴾
19 ૧૯. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿19﴾
20 ૨૦. શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા? أَلَمْ نَخْلُقكُّم مِّن مَّآءٍۢ مَّهِينٍۢ. ﴿20﴾
21 ૨૧. પછી અમે તેને એક સુરક્ષીત જગ્યાએ રાખ્યું. فَجَعَلْنَٰهُ فِى قَرَارٍۢ مَّكِينٍ. ﴿21﴾
22 ૨૨. એક નક્કી કરેલ સમય સુધી. إِلَىٰ قَدَرٍۢ مَّعْلُومٍۢ. ﴿22﴾
23 ૨૩. પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે. فَقَدَرْنَا فَنِعْمَ ٱلْقَٰدِرُونَ. ﴿23﴾
24 ૨૪. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿24﴾
25 ૨૫. શું અમે ધરતીને સમેટવાવાળી ન બનાવી? أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ كِفَاتًا. ﴿25﴾
26 ૨૬. જીવિત લોકોને પણ અને મૃતકોને પણ. أَحْيَآءًۭ وَأَمْوَٰتًۭا. ﴿26﴾
27 ૨૭. અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું. وَجَعَلْنَا فِيهَا رَوَٰسِىَ شَٰمِخَٰتٍۢ وَأَسْقَيْنَٰكُم مَّآءًۭ فُرَاتًۭا. ﴿27﴾
28 ૨૮. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿28﴾
29 ૨૯. ચાલો! તે જ જહન્નમ તરફ, જેને તમે જુઠલાવતા રહ્યા. ٱنطَلِقُوٓا۟ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ. ﴿29﴾
30 ૩૦. ચાલો! તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ. ٱنطَلِقُوٓا۟ إِلَىٰ ظِلٍّۢ ذِى ثَلَٰثِ شُعَبٍۢ. ﴿30﴾
31 ૩૧. જે ન તો તે છાયડો ઠંડો હશે અને ન તો લૂ થી બચાવશે. لَّا ظَلِيلٍۢ وَلَا يُغْنِى مِنَ ٱللَّهَبِ. ﴿31﴾
32 ૩૨. તે એટલા મોટા મોટા આગના ગોળા ફેંકશે, જે મહેલ જેવા હશે. إِنَّهَا تَرْمِى بِشَرَرٍۢ كَٱلْقَصْرِ. ﴿32﴾
33 ૩૩. (ઉછળવાનાં કારણે એવા લાગશે) કે જેવું કે તે પીળા ઊંટો છે. كَأَنَّهُۥ جِمَٰلَتٌۭ صُفْرٌۭ. ﴿33﴾
34 ૩૪. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿34﴾
35 ૩૫. આજ (નો દિવસ) એવો હશે કે તેઓ કઈ પણ બોલી નહીં શકે. هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ. ﴿35﴾
36 ૩૬. અને ન તેમને બહાના માટે કોઈ તક આપવામાં આવશે. وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ. ﴿36﴾
37 ૩૭. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿37﴾
38 ૩૮. આ છે નિર્ણયનો દિવસ, અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે. هَٰذَا يَوْمُ ٱلْفَصْلِ ۖ جَمَعْنَٰكُمْ وَٱلْأَوَّلِينَ. ﴿38﴾
39 ૩૯. બસ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં. فَإِن كَانَ لَكُمْ كَيْدٌۭ فَكِيدُونِ. ﴿39﴾
40 ૪૦. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿40﴾
41 ૪૧. નિ:શંક ડરવાવાળા (તે દિવસે) છાંયડામાં અને વહેતા ઝરણામાં હશે. إِنَّ ٱلْمُتَّقِينَ فِى ظِلَٰلٍۢ وَعُيُونٍۢ. ﴿41﴾
42 ૪૨. અને જે ફળોની ઈચ્છા કરશે, તે તેમને મળશે. وَفَوَٰكِهَ مِمَّا يَشْتَهُونَ. ﴿42﴾
43 ૪૩. (હે જન્નતીઓ) મજાથી ખાવો પીવો, તે કાર્યોના બદલામાં, જે તમે કરતા રહ્યા. كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ. ﴿43﴾
44 ૪૪. નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ. إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ. ﴿44﴾
45 ૪૫. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿45﴾
46 ૪૬. (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડાક જ દિવસ ખાઇ લો અને મોજ કરી લો, નિ:શંક તમે જ પાપી છો. كُلُوا۟ وَتَمَتَّعُوا۟ قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ. ﴿46﴾
47 ૪૭. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿47﴾
48 ૪૮. તેમને જ્યારે તેમને (અલ્લાહ સામે) ઝૂકવાનું કહેવામાં આવતું તો તેઓ ઝુકતા ન હતા. وَإِذَا قِيلَ لَهُمُ ٱرْكَعُوا۟ لَا يَرْكَعُونَ. ﴿48﴾
49 ૪૯. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે. وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿49﴾
50 ૫૦. હવે આ વાત (કુરઆન) પછી બીજી કેવી વાત હોઈ શકે છે, જેના પર આ લોકો ઈમાન લાવે? فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ. ﴿50﴾