النبأ
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. કઈ વસ્તુ બાબતે તેઓ સવાલ કરી રહ્યા છે? | عَمَّ يَتَسَآءَلُونَ. ﴿1﴾ |
| 2 ૨. તે જબરદસ્ત ખબર વિશે? | عَنِ ٱلنَّبَإِ ٱلْعَظِيمِ. ﴿2﴾ |
| 3 ૩. જેના વિશે તેઓ એકબીજાથી મતભેદ કરી રહ્યા છે. | ٱلَّذِى هُمْ فِيهِ مُخْتَلِفُونَ. ﴿3﴾ |
| 4 ૪. કદાપિ નહી, તેઓ નજીકમાં જ જાણી લેશે. | كَلَّا سَيَعْلَمُونَ. ﴿4﴾ |
| 5 ૫. ફરી તેઓ નજીકમાં જ જાણી લેશે. | ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ. ﴿5﴾ |
| 6 ૬. શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું? | أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ مِهَٰدًۭا. ﴿6﴾ |
| 7 ૭. અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા?) | وَٱلْجِبَالَ أَوْتَادًۭا. ﴿7﴾ |
| 8 ૮. અને તમને જોડકામાં પેદા કર્યા. | وَخَلَقْنَٰكُمْ أَزْوَٰجًۭا. ﴿8﴾ |
| 9 ૯. અને તમારી નિદ્રાને તમારા માટે આરામનું કારણ બનાવી. | وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًۭا. ﴿9﴾ |
| 10 ૧૦. અને રાતને અમે પરદાનું કારણ બનાવ્યું. | وَجَعَلْنَا ٱلَّيْلَ لِبَاسًۭا. ﴿10﴾ |
| 11 ૧૧. અને દિવસને કમાણી માટે બનાવ્યો. | وَجَعَلْنَا ٱلنَّهَارَ مَعَاشًۭا. ﴿11﴾ |
| 12 ૧૨. અને અમે તમારા ઉપર સાત મજબુત (આકાશો) બનાવ્યા. | وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًۭا شِدَادًۭا. ﴿12﴾ |
| 13 ૧૩. અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો. | وَجَعَلْنَا سِرَاجًۭا وَهَّاجًۭا. ﴿13﴾ |
| 14 ૧૪. અને અમે જ ભરેલા વાદળો માંથી મુશળધાર વરસાદ વરસાવ્યો. | وَأَنزَلْنَا مِنَ ٱلْمُعْصِرَٰتِ مَآءًۭ ثَجَّاجًۭا. ﴿14﴾ |
| 15 ૧૫. જેથી તેનાથી અમે અનાજ અને વનસ્પતિ ઉપજાવીએ. | لِّنُخْرِجَ بِهِۦ حَبًّۭا وَنَبَاتًۭا. ﴿15﴾ |
| 16 ૧૬. અને હર્યા-ભર્યા બાગ. (પણ ઉપજાવીએ) | وَجَنَّٰتٍ أَلْفَافًا. ﴿16﴾ |
| 17 ૧૭. નિ:શંક ફેસલાનો દિવસ એક નક્કી કરેલ સમય છે. | إِنَّ يَوْمَ ٱلْفَصْلِ كَانَ مِيقَٰتًۭا. ﴿17﴾ |
| 18 ૧૮. જે દિવસે સૂર ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ નીકળી આવશો. | يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًۭا. ﴿18﴾ |
| 19 ૧૯. અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે. | وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتْ أَبْوَٰبًۭا. ﴿19﴾ |
| 20 ૨૦. અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે ચમકતી રેતીની જેમ બની જશે. | وَسُيِّرَتِ ٱلْجِبَالُ فَكَانَتْ سَرَابًا. ﴿20﴾ |
| 21 ૨૧. નિ:શંક જહન્નમ ઘાતમાં છે. | إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًۭا. ﴿21﴾ |
| 22 ૨૨. જે દુરાચારીઓનું ઠેકાણુ છે. | لِّلطَّٰغِينَ مَـَٔابًۭا. ﴿22﴾ |
| 23 ૨૩. જેમાં તેઓ અગણિત વર્ષો સુધી એવી રીતે પડ્યા હશે. | لَّٰبِثِينَ فِيهَآ أَحْقَابًۭا. ﴿23﴾ |
| 24 ૨૪. કે ન તો તેઓ ત્યાં કોઈ ઠંડકનો સ્વાદ ચાખશે અને ન તો પીવા માટે પીણુંનો સ્વાદ ચાખી શકશે. | لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًۭا وَلَا شَرَابًا. ﴿24﴾ |
| 25 ૨૫. સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ. | إِلَّا حَمِيمًۭا وَغَسَّاقًۭا. ﴿25﴾ |
| 26 ૨૬. આ (તેમનો) સંપૂર્ણ બદલો હશે. | جَزَآءًۭ وِفَاقًا. ﴿26﴾ |
| 27 ૨૭. તેઓ હિસાબની આશા જ નહતા રાખતા. | إِنَّهُمْ كَانُوا۟ لَا يَرْجُونَ حِسَابًۭا. ﴿27﴾ |
| 28 ૨૮. અને હંમેશા અમારી આયતોને જુઠલાવતા હતા. | وَكَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا كِذَّابًۭا. ﴿28﴾ |
| 29 ૨૯. અને અમે દરેક વસ્તુને લખીને સુરક્ષિત રાખી છે. | وَكُلَّ شَىْءٍ أَحْصَيْنَٰهُ كِتَٰبًۭا. ﴿29﴾ |
| 30 ૩૦. (અને તેમને કહેવામાં આવશે) કે હવે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નહીં કરીએ. | فَذُوقُوا۟ فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا. ﴿30﴾ |
| 31 ૩૧. નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે. | إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا. ﴿31﴾ |
| 32 ૩૨. બગીચાઓ અને દ્રાક્ષ છે. | حَدَآئِقَ وَأَعْنَٰبًۭا. ﴿32﴾ |
| 33 ૩૩. અને નવયુવાન અને સરખી વયની કુમારિકાઓ. | وَكَوَاعِبَ أَتْرَابًۭا. ﴿33﴾ |
| 34 ૩૪. અને છલકાતા પ્યાલા. | وَكَأْسًۭا دِهَاقًۭا. ﴿34﴾ |
| 35 ૩૫. ત્યાં ન તો બકવાસ સાંભળશે અને ન તો કોઈ જુઠી વાત. | لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًۭا وَلَا كِذَّٰبًۭا. ﴿35﴾ |
| 36 ૩૬. આ તમારા પાલનહાર તરફથી બદલો હશે, જે પોતાના કર્મ પ્રમાણે મળશે. | جَزَآءًۭ مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًۭا. ﴿36﴾ |
| 37 ૩૭. જે આકાશો અને જમીન અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે, તેનો પાલનહાર છે, અને તે ખુબજ રહમકરવાવાળો છે, (તે દિવસે) કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય. | رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًۭا. ﴿37﴾ |
| 38 ૩૮. જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને જે યોગ્ય વાત કહેશે. | يَوْمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلْمَلَٰٓئِكَةُ صَفًّۭا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ ٱلرَّحْمَٰنُ وَقَالَ صَوَابًۭا. ﴿38﴾ |
| 39 ૩૯. તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે. | ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلْحَقُّ ۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا. ﴿39﴾ |
| 40 ૪૦. નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારા અઝાબથી ડરાવી દીધા, જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કાશ! હું માટી હોત. | إِنَّآ أَنذَرْنَٰكُمْ عَذَابًۭا قَرِيبًۭا يَوْمَ يَنظُرُ ٱلْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ ٱلْكَافِرُ يَٰلَيْتَنِى كُنتُ تُرَٰبًۢا. ﴿40﴾ |