Loading date... | Loading Hijri date... | Loading time...

النازعات

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. કસમ છે તે (ફરિશ્તાઓની) જેઓ (કાફિરોની રૂહ) સખતી સાથે ખેંચે છે. وَٱلنَّٰزِعَٰتِ غَرْقًۭا. ﴿1﴾
2 ૨. અને તે (ફરિશ્તાની) કસમ! જે (મોમિનોની રૂહ) નરમી સાથે ખોલી નાખે છે. وَٱلنَّٰشِطَٰتِ نَشْطًۭا. ﴿2﴾
3 ૩. અને તેમની કસમ! જે સૃષ્ટિમાં ઝડપથી તરે-ફરે છે. وَٱلسَّٰبِحَٰتِ سَبْحًۭا. ﴿3﴾
4 ૪. પછી દોડીને એકબીજાથી આગળ વધનારાઓની કસમ! فَٱلسَّٰبِقَٰتِ سَبْقًۭا. ﴿4﴾
5 ૫. પછી તેમની કસમ! જેઓ આદેશ મળ્યા પછી તેને (પૂરો કરવાની) વ્યવસ્થા કરે છે. فَٱلْمُدَبِّرَٰتِ أَمْرًۭا. ﴿5﴾
6 ૬. જે દિવસ ધ્રુજવાવાળી જમીન ધ્રુજવા લાગશે. يَوْمَ تَرْجُفُ ٱلرَّاجِفَةُ. ﴿6﴾
7 ૭. ત્યારપછી એકબીજો ઝટકો આવશે. تَتْبَعُهَا ٱلرَّادِفَةُ. ﴿7﴾
8 ૮. તેનાથી (કેટલાક) હૃદય ધ્રુજી રહ્યા હશે. قُلُوبٌۭ يَوْمَئِذٍۢ وَاجِفَةٌ. ﴿8﴾
9 ૯. તેમની આંખો ઝુકેલી હશે. أَبْصَٰرُهَا خَٰشِعَةٌۭ. ﴿9﴾
10 ૧૦. તે મક્કાનાં કાફિરો કહેશે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું? يَقُولُونَ أَءِنَّا لَمَرْدُودُونَ فِى ٱلْحَافِرَةِ. ﴿10﴾
11 ૧૧. તે સમયે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું? أَءِذَا كُنَّا عِظَٰمًۭا نَّخِرَةًۭ. ﴿11﴾
12 ૧૨. કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક રહેશે. قَالُوا۟ تِلْكَ إِذًۭا كَرَّةٌ خَاسِرَةٌۭ. ﴿12﴾
13 ૧૩. સત્ય વાત એ છે કે તે એક સખત અવાજ હશે. فَإِنَّمَا هِىَ زَجْرَةٌۭ وَٰحِدَةٌۭ. ﴿13﴾
14 ૧૪. તેના પછી તેઓ એક સપાટ મેદાનમાં હશે. فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ. ﴿14﴾
15 ૧૫. શું તમને મૂસા ની વાત પહોંચી છે? هَلْ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ. ﴿15﴾
16 ૧૬. જ્યારે પવિત્ર ઘાટી “તૂવા” માં તેમને તેમના પાલનહારે પોકાર્યો. إِذْ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلْوَادِ ٱلْمُقَدَّسِ طُوًى. ﴿16﴾
17 ૧૭. (કે) તમે ફિરઔન પાસે જાઓ, તે વિદ્રોહી બની ગયો છે. ٱذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ. ﴿17﴾
18 ૧૮. અને તેને કહો, શું તું તારી ઈસ્લાહ કરવા ઈચ્છે છે? فَقُلْ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ. ﴿18﴾
19 ૧૯. અને એ કે હું તને તારા પાલનહારનો માર્ગ બતાવું, જેથી તુ (તેનાથી) ડરવા લાગે. وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ. ﴿19﴾
20 ૨૦. પછી તેને (મૂસાએ) મોટી નિશાની બતાવી. فَأَرَىٰهُ ٱلْءَايَةَ ٱلْكُبْرَىٰ. ﴿20﴾
21 ૨૧. તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી. فَكَذَّبَ وَعَصَىٰ. ﴿21﴾
22 ૨૨. પછી પીઠ બતાવીને યુક્તિઓ કરવા લાગ્યો. ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ. ﴿22﴾
23 ૨૩. તેણે સૌને ભેગા કરી પોકાર્યા. فَحَشَرَ فَنَادَىٰ. ﴿23﴾
24 ૨૪. કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું. فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلْأَعْلَىٰ. ﴿24﴾
25 ૨૫. તો અલ્લાહ તેને આખિરત અને દુનિયાના અઝાબમાં પકડી લીધો. فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلْءَاخِرَةِ وَٱلْأُولَىٰٓ. ﴿25﴾
26 ૨૬. આ કિસ્સામાં નસીહત છે, તે વ્યક્તિ માટે જે (અલ્લાહની પકડથી) ડરતો હોય. إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةًۭ لِّمَن يَخْشَىٰٓ. ﴿26﴾
27 ૨૭. શું તમને પેદા કરવું વધારે મુશ્કેલ છે કે આકાશનું? જેને તેણે બનાવ્યું. ءَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ ٱلسَّمَآءُ ۚ بَنَىٰهَا. ﴿27﴾
28 ૨૮. તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું. رَفَعَ سَمْكَهَا فَسَوَّىٰهَا. ﴿28﴾
29 ૨૯. અને તેની રાતને અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો. وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَىٰهَا. ﴿29﴾
30 ૩૦. અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી. وَٱلْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَىٰهَآ. ﴿30﴾
31 ૩૧. તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો. أَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعَىٰهَا. ﴿31﴾
32 ૩૨. અને પર્વતોને (સખત) ઠોસી દીધા. وَٱلْجِبَالَ أَرْسَىٰهَا. ﴿32﴾
33 ૩૩. આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે). مَتَٰعًۭا لَّكُمْ وَلِأَنْعَٰمِكُمْ. ﴿33﴾
34 ૩૪. તો જ્યારે મોટી આફત આવી જશે. فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلْكُبْرَىٰ. ﴿34﴾
35 ૩૫. તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે. يَوْمَ يَتَذَكَّرُ ٱلْإِنسَٰنُ مَا سَعَىٰ. ﴿35﴾
36 ૩૬. અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ લાવવામાં આવશે. وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِمَن يَرَىٰ. ﴿36﴾
37 ૩૭. તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે). فَأَمَّا مَن طَغَىٰ. ﴿37﴾
38 ૩૮. અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે). وَءَاثَرَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا. ﴿38﴾
39 ૩૯. (તેનું) ઠેકાણું જહન્નમ જ હશે. فَإِنَّ ٱلْجَحِيمَ هِىَ ٱلْمَأْوَىٰ. ﴿39﴾
40 ૪૦. હા! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે (સવાલોના જવાબ આપવા માટે) ઉભો રહેવાથી ડરતો રહ્યો, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે. وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفْسَ عَنِ ٱلْهَوَىٰ. ﴿40﴾
41 ૪૧. તો જન્નત જ તેનું ઠેકાણું હશે. فَإِنَّ ٱلْجَنَّةَ هِىَ ٱلْمَأْوَىٰ. ﴿41﴾
42 ૪૨. આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે? يَسْـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرْسَىٰهَا. ﴿42﴾
43 ૪૩. તમને તેની ચર્ચા કરવાની શી જરૂર? فِيمَ أَنتَ مِن ذِكْرَىٰهَآ. ﴿43﴾
44 ૪૪. તેનું જ્ઞાન તો તમારા પાલનહાર પાસે જ ખત્મ થાય છે. إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ. ﴿44﴾
45 ૪૫. તમે તો ફકત એક ડરાવનાર છો, તે વ્યક્તિને જે તેનાથી ડરી જાય. إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخْشَىٰهَا. ﴿45﴾
46 ૪૬. જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો તેમને એવું લાગશે કે તેઓ (દુનિયામાં) ફકતએક દિવસની સાંજ અથવા તેની પહોર રોકાયા છે. كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوٓا۟ إِلَّا عَشِيَّةً أَوْ ضُحَىٰهَا. ﴿46﴾