Loading date... | Loading Hijri date... | Loading time...

عبس

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. (પયગંબરે) મોઢું બનાવ્યું, અને મોં ફેરવી લીધું. عَبَسَ وَتَوَلَّىٰٓ. ﴿1﴾
2 ૨. (એટલા માટે) કે તેમની પાસે એક અંધ વ્યક્તિ આવી ગયો. أَن جَآءَهُ ٱلْأَعْمَىٰ. ﴿2﴾
3 ૩. તમને શું ખબર કદાચ તે સુધરવાની ઈચ્છા ધરાવતો. وَمَا يُدْرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ. ﴿3﴾
4 ૪. અથવા શિખામણ પ્રાપ્ત કરતો તો તેને તે શિખામણ લાભ પહોંચાડતી. أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكْرَىٰٓ. ﴿4﴾
5 ૫. પરંતુ જે વ્યક્તિ અવગણના કરે છે. أَمَّا مَنِ ٱسْتَغْنَىٰ. ﴿5﴾
6 ૬. તો તમે તેની તરફ (તેમની હિદાયત માટે) પૂરતુ ધ્યાન આપી રહ્યા છો. فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ. ﴿6﴾
7 ૭. જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ તેમની કોઈ જવાબદારી નથી. وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ. ﴿7﴾
8 ૮. અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે. وَأَمَّا مَن جَآءَكَ يَسْعَىٰ. ﴿8﴾
9 ૯. અને તે ડરી (પણ) રહ્યો છે. وَهُوَ يَخْشَىٰ. ﴿9﴾
10 ૧૦. તમે તેની તરફ બેધ્યાન છો. فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ. ﴿10﴾
11 ૧૧. આવું ઠીક નથી, આ કુરઆન તો એક ઉપદેશ છે. كَلَّآ إِنَّهَا تَذْكِرَةٌۭ. ﴿11﴾
12 ૧૨. જે ઈચ્છે તેને યાદ કરી લે. فَمَن شَآءَ ذَكَرَهُۥ. ﴿12﴾
13 ૧૩. (આ તો) પ્રતિષ્ઠિત સહીફામાં (છે). فِى صُحُفٍۢ مُّكَرَّمَةٍۢ. ﴿13﴾
14 ૧૪. જે ઉચ્ચ કક્ષાના છે અને પવિત્ર છે. مَّرْفُوعَةٍۢ مُّطَهَّرَةٍۭ. ﴿14﴾
15 ૧૫. તે એવા લખનારના હાથોમાં રહે છે, بِأَيْدِى سَفَرَةٍۢ. ﴿15﴾
16 ૧૬. જેઓ આદરણીય અને પ્રામણિક છે. كِرَامٍۭ بَرَرَةٍۢ. ﴿16﴾
17 ૧૭. લઅનત થાય ઇન્સાન પર, તે કેવો કૃત્ઘની છે. قُتِلَ ٱلْإِنسَٰنُ مَآ أَكْفَرَهُۥ. ﴿17﴾
18 ૧૮. અલ્લાહએ તેને કઈ વસ્તુ વડે પેદા કર્યો? مِنْ أَىِّ شَىْءٍ خَلَقَهُۥ. ﴿18﴾
19 ૧૯. એક ટીપા વડે તેને પેદા કર્યો, પછી તેની તકદીર (ભાગ્ય) નક્કી કર્યું. مِن نُّطْفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ. ﴿19﴾
20 ૨૦. પછી તેના માટે માર્ગ સરળ કર્યો. ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ. ﴿20﴾
21 ૨૧. પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો. ثُمَّ أَمَاتَهُۥ فَأَقْبَرَهُۥ. ﴿21﴾
22 ૨૨. પછી જ્યારે ઇચ્છશે તેને ફરીવાર જીવિત કરી દેશે. ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ. ﴿22﴾
23 ૨૩. કદાપિ નહી, જે વાતનો તેને આદેશ આપવામાં આવ્યો હતો, તે આદેશનું પાલન નથી કર્યું. كَلَّا لَمَّا يَقْضِ مَآ أَمَرَهُۥ. ﴿23﴾
24 ૨૪. માનવીએ પોતાના ભોજન તરફ ધ્યાન ધરવું જોઈએ. فَلْيَنظُرِ ٱلْإِنسَٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ. ﴿24﴾
25 ૨૫. નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું. أَنَّا صَبَبْنَا ٱلْمَآءَ صَبًّۭا. ﴿25﴾
26 ૨૬. પછી અમે જ ધરતીને ચીરી ફાડી. ثُمَّ شَقَقْنَا ٱلْأَرْضَ شَقًّۭا. ﴿26﴾
27 ૨૭. પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું. فَأَنۢبَتْنَا فِيهَا حَبًّۭا. ﴿27﴾
28 ૨૮. દ્રાક્ષ અને શાકભાજીઓ. وَعِنَبًۭا وَقَضْبًۭا. ﴿28﴾
29 ૨૯. જૈતૂન અને ખજુરો. وَزَيْتُونًۭا وَنَخْلًۭا. ﴿29﴾
30 ૩૦. અને હર્યા-ભર્યા બગીચા. وَحَدَآئِقَ غُلْبًۭا. ﴿30﴾
31 ૩૧. અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો. وَفَٰكِهَةًۭ وَأَبًّۭا. ﴿31﴾
32 ૩૨. આ બધું તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે ઉગાડ્યું. مَّتَٰعًۭا لَّكُمْ وَلِأَنْعَٰمِكُمْ. ﴿32﴾
33 ૩૩. બસ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે. فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ. ﴿33﴾
34 ૩૪. તે દિવસે માનવી પોતાના સગાભાઇથી ભાગશે. يَوْمَ يَفِرُّ ٱلْمَرْءُ مِنْ أَخِيهِ. ﴿34﴾
35 ૩૫. અને પોતાની માતા તેમજ પિતાથી, وَأُمِّهِۦ وَأَبِيهِ. ﴿35﴾
36 ૩૬. અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે. وَصَٰحِبَتِهِۦ وَبَنِيهِ. ﴿36﴾
37 ૩૭. તે દિવસે દરેક વ્યક્તિની એવી પરિસ્થિતિ હશે, જે તેને (બીજાથી) અળગો કરી દેશે. لِكُلِّ ٱمْرِئٍۢ مِّنْهُمْ يَوْمَئِذٍۢ شَأْنٌۭ يُغْنِيهِ. ﴿37﴾
38 ૩૮. તે દિવસે કેટલાક ચહેરા ચમકતા હશે. وُجُوهٌۭ يَوْمَئِذٍۢ مُّسْفِرَةٌۭ. ﴿38﴾
39 ૩૯. (જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે. ضَاحِكَةٌۭ مُّسْتَبْشِرَةٌۭ. ﴿39﴾
40 ૪૦. અને કેટલાક ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે. وَوُجُوهٌۭ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌۭ. ﴿40﴾
41 ૪૧. તેમના પર કાળાશ છવાયેલી હશે. تَرْهَقُهَا قَتَرَةٌ. ﴿41﴾
42 ૪૨. અને તેઓ તે લોકો હશે, જેઓ કાફિર અને દુરાચારી હતા. أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ. ﴿42﴾