Loading date... | Loading Hijri date... | Loading time...

التكوير

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે. إِذَا ٱلشَّمْسُ كُوِّرَتْ. ﴿1﴾
2 ૨. અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે. وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتْ. ﴿2﴾
3 ૩. અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે. وَإِذَا ٱلْجِبَالُ سُيِّرَتْ. ﴿3﴾
4 ૪. અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને પોતાની હાલત પર છોડી દેવામાં આવશે. وَإِذَا ٱلْعِشَارُ عُطِّلَتْ. ﴿4﴾
5 ૫. અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે. وَإِذَا ٱلْوُحُوشُ حُشِرَتْ. ﴿5﴾
6 ૬. અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે. وَإِذَا ٱلْبِحَارُ سُجِّرَتْ. ﴿6﴾
7 ૭. અને જ્યારે પ્રાણ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે. وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتْ. ﴿7﴾
8 ૮. અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે. وَإِذَا ٱلْمَوْءُۥدَةُ سُئِلَتْ. ﴿8﴾
9 ૯. કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી? بِأَىِّ ذَنۢبٍۢ قُتِلَتْ. ﴿9﴾
10 ૧૦. અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે. وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتْ. ﴿10﴾
11 ૧૧. અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે. وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتْ. ﴿11﴾
12 ૧૨. અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે. وَإِذَا ٱلْجَحِيمُ سُعِّرَتْ. ﴿12﴾
13 ૧૩. અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે. وَإِذَا ٱلْجَنَّةُ أُزْلِفَتْ. ﴿13﴾
14 ૧૪. (તે સમયે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે શું લઇને આવ્યો છે. عَلِمَتْ نَفْسٌۭ مَّآ أَحْضَرَتْ. ﴿14﴾
15 ૧૫. હું પાછળ હટવાવાળા તારાઓની કસમ ખાઉ છું. فَلَآ أُقْسِمُ بِٱلْخُنَّسِ. ﴿15﴾
16 ૧૬. જે સીધા ચાલતા ચાલતા ગાયબ થઇ જાય છે. ٱلْجَوَارِ ٱلْكُنَّسِ. ﴿16﴾
17 ૧૭. અને રાતની, જ્યારે તેનું અંધારું છવાઈ જાય. وَٱلَّيْلِ إِذَا عَسْعَسَ. ﴿17﴾
18 ૧૮. અને સવારની જ્યારે તે શ્વાસ લેવા લાગે. وَٱلصُّبْحِ إِذَا تَنَفَّسَ. ﴿18﴾
19 ૧૯. નિ:શંક આ (કુરઆન) એક ઇઝઝતવાળા ફરિશ્તાની લાવેલી વાણી છે. إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍۢ كَرِيمٍۢ. ﴿19﴾
20 ૨૦. જે ઘણો શક્તિશાળી છે. અને અર્શવાળા પાસે તેનો ઉચ્ચ દરજ્જો છે. ذِى قُوَّةٍ عِندَ ذِى ٱلْعَرْشِ مَكِينٍۢ. ﴿20﴾
21 ૨૧. ત્યાં તેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે. مُّطَاعٍۢ ثَمَّ أَمِينٍۢ. ﴿21﴾
22 ૨૨. અને(મક્કાના કાફીરો) તમારા સાથી પાગલ નથી. وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍۢ. ﴿22﴾
23 ૨૩. તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે. وَلَقَدْ رَءَاهُ بِٱلْأُفُقِ ٱلْمُبِينِ. ﴿23﴾
24 ૨૪. અને તે ગૈબની વાતો (લોકો સુધી પહોચાડવા માટે) કંજુસ પણ નથી. وَمَا هُوَ عَلَى ٱلْغَيْبِ بِضَنِينٍۢ. ﴿24﴾
25 ૨૫. અને ન તો આ કુરઆન કોઈ ધિક્કારેલા શયતાનનું કથન છે. وَمَا هُوَ بِقَوْلِ شَيْطَٰنٍۢ رَّجِيمٍۢ. ﴿25﴾
26 ૨૬. પછી તમે ક્યાં જઇ રહ્યા છો? فَأَيْنَ تَذْهَبُونَ. ﴿26﴾
27 ૨૭. આ સમગ્ર સૃષ્ટિના લોકો માટે એક નસીહત છે. إِنْ هُوَ إِلَّا ذِكْرٌۭ لِّلْعَٰلَمِينَ. ﴿27﴾
28 ૨૮. (ખાસ કરીને) તેમના માટે, જેઓ સીધો માર્ગ પર ચાલવા માંગે. لِمَن شَآءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ. ﴿28﴾
29 ૨૯. અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય. وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ. ﴿29﴾