الانفطار
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. જ્યારે આકાશ ફાટી પડશે. | إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ. ﴿1﴾ |
| 2 ૨. અને જ્યારે તારાઓ વિખરાઇ જશે. | وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ. ﴿2﴾ |
| 3 ૩. અને જ્યારે દરિયાઓ વહેવા લાગશે. | وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ. ﴿3﴾ |
| 4 ૪. અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે. | وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ. ﴿4﴾ |
| 5 ૫. (તે દિવસે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે, કે તેણે આગળ શું મમોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે? | عَلِمَتْ نَفْسٌۭ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ. ﴿5﴾ |
| 6 ૬. હે માનવ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો છે. | يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ. ﴿6﴾ |
| 7 ૭. જે (પાલનહારે) તને પેદા કર્યો પછી ઠીક ઠાક કર્યો, પછી બરાબર બનાવ્યો. | ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ. ﴿7﴾ |
| 8 ૮. જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી તૈયાર કર્યો. | فِىٓ أَىِّ صُورَةٍۢ مَّا شَآءَ رَكَّبَكَ. ﴿8﴾ |
| 9 ૯. કદાપિ નહી! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો. | كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ. ﴿9﴾ |
| 10 ૧૦. નિ:શંક તમારા પર નિરીક્ષક (ફરિશ્તા) નક્કી છે. | وَإِنَّ عَلَيْكُمْ لَحَٰفِظِينَ. ﴿10﴾ |
| 11 ૧૧. જે પ્રતિષ્ઠિત છે, કાર્યો લખનાર, | كِرَامًۭا كَٰتِبِينَ. ﴿11﴾ |
| 12 ૧૨. તેઓ જાણે છે, જે કઈ તમે કરી રહ્યા છો. | يَعْلَمُونَ مَا تَفْعَلُونَ. ﴿12﴾ |
| 13 ૧૩. ખરેખર સદાચારી લોકો નેઅમતોમાં હશે. | إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍۢ. ﴿13﴾ |
| 14 ૧૪. અને દુરચારી લોકો જહન્નમમાં હશે. | وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍۢ. ﴿14﴾ |
| 15 ૧૫. બદલાના દિવસે તેમાં દાખલ કરી દેવામાં આવશે. | يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ. ﴿15﴾ |
| 16 ૧૬. અને તેઓ જહન્નમથી ગાયબ નથી થઇ શકતા. | وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ. ﴿16﴾ |
| 17 ૧૭. અને તમને શું ખબર બદલાનો દિવસ શું છે. | وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ. ﴿17﴾ |
| 18 ૧૮. ફરીવાર (કહું છું) તમને શું ખબર બદલાનો દિવસ શું છે? | ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ. ﴿18﴾ |
| 19 ૧૯. જે દિવસે કોઇ કોઇનામાટે કંઇ નહીં કરી શકતો હોય, તે દિવસે દરેક આદેશ અલ્લાહનો જ ચાલશે. | يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌۭ لِّنَفْسٍۢ شَيْـًۭٔا ۖ وَٱلْأَمْرُ يَوْمَئِذٍۢ لِّلَّهِ. ﴿19﴾ |