المطففين
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે. | وَيْلٌۭ لِّلْمُطَفِّفِينَ. ﴿1﴾ |
| 2 ૨. આવા લોકો જ્યારે બીજા પાસેથી તોલીને લે છે, તો પૂરેપૂરૂ લે છે. | ٱلَّذِينَ إِذَا ٱكْتَالُوا۟ عَلَى ٱلنَّاسِ يَسْتَوْفُونَ. ﴿2﴾ |
| 3 ૩. અને જ્યારે બીજાને માપીને કે તોલીને આપે છે, તો ઓછુ આપે છે. | وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ. ﴿3﴾ |
| 4 ૪. શું તેઓ સમજતા નથી કે તેમને ફરી જીવિત કરવામાં આવશે. | أَلَا يَظُنُّ أُو۟لَٰٓئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ. ﴿4﴾ |
| 5 ૫. તે મહાન દિવસ માટે. | لِيَوْمٍ عَظِيمٍۢ. ﴿5﴾ |
| 6 ૬. જે દિવસે દરેક લોકો પોતાના પાલનહારની સામે ઉભા હશે. | يَوْمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلْعَٰلَمِينَ. ﴿6﴾ |
| 7 ૭. કદાપિ નહી, દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે. | كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍۢ. ﴿7﴾ |
| 8 ૮. તમને શું ખબર કે સિજ્જીન શું છે? | وَمَآ أَدْرَىٰكَ مَا سِجِّينٌۭ. ﴿8﴾ |
| 9 ૯. (આ તો) એક લખેલી કિતાબ છે, | كِتَٰبٌۭ مَّرْقُومٌۭ. ﴿9﴾ |
| 10 ૧૦. તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે. | وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ. ﴿10﴾ |
| 11 ૧૧. જેઓ બદલાના દિવસને જુઠલાવે છે. | ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ ٱلدِّينِ. ﴿11﴾ |
| 12 ૧૨. તેને ફકત તેઓ જ જુઠલાવે છે, જેઓ હદનું ઉલ્લંઘન કરનાર (અને) ગુનેહગાર હોય. | وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ. ﴿12﴾ |
| 13 ૧૩. જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે. | إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلْأَوَّلِينَ. ﴿13﴾ |
| 14 ૧૪. કદાપિ નહી, વાત એવી નથી, પરંતુ તેમના હૃદયો પર તેમના ખરાબ કર્મોના કાટ (ચઢી ગયો) છે. | كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ. ﴿14﴾ |
| 15 ૧૫. કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારના (દિદારથી) છેટા રાખવામાં આવશે. | كَلَّآ إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍۢ لَّمَحْجُوبُونَ. ﴿15﴾ |
| 16 ૧૬. ફરી તે લોકો જહન્નમમાં દાખલ કરવામાં આવશે. | ثُمَّ إِنَّهُمْ لَصَالُوا۟ ٱلْجَحِيمِ. ﴿16﴾ |
| 17 ૧૭. પછી તેમને કહીં દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેને તમે જુઠલાવતા હતા. | ثُمَّ يُقَالُ هَٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ. ﴿17﴾ |
| 18 ૧૮. કદાપિ નહી, સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે. | كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ. ﴿18﴾ |
| 19 ૧૯. તમને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે? | وَمَآ أَدْرَىٰكَ مَا عِلِّيُّونَ. ﴿19﴾ |
| 20 ૨૦. (તે તો) એક લેખિત પુસ્તક છે. | كِتَٰبٌۭ مَّرْقُومٌۭ. ﴿20﴾ |
| 21 ૨૧. નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે. | يَشْهَدُهُ ٱلْمُقَرَّبُونَ. ﴿21﴾ |
| 22 ૨૨. નિ:શંક સદાચારીઓ (ખુબ જ) નેઅમતોમાં હશે. | إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ. ﴿22﴾ |
| 23 ૨૩. ઉચ્ચ આસનો પર બેસી જોઈ રહ્યા હશે. | عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ. ﴿23﴾ |
| 24 ૨૪. તમે તેમના ચહેરાઓ પરથી જ તેમની પ્રસન્નતાને ઓળખી લેશો. | تَعْرِفُ فِى وُجُوهِهِمْ نَضْرَةَ ٱلنَّعِيمِ. ﴿24﴾ |
| 25 ૨૫. આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે. | يُسْقَوْنَ مِن رَّحِيقٍۢ مَّخْتُومٍ. ﴿25﴾ |
| 26 ૨૬. જેના પર કસ્તુરીનું સિલ હશે. અને જે વ્યક્તિ આ બધી નેઅમતોની પ્રાપ્તિ ઈચ્છતો હોય તો તેણે આગળ વધવું જોઈએ. | خِتَٰمُهُۥ مِسْكٌۭ ۚ وَفِى ذَٰلِكَ فَلْيَتَنَافَسِ ٱلْمُتَنَٰفِسُونَ. ﴿26﴾ |
| 27 ૨૭. અને તેની મિલાવટ તસ્નીમની હશે. | وَمِزَاجُهُۥ مِن تَسْنِيمٍ. ﴿27﴾ |
| 28 ૨૮. (એટલે કે) તે ઝરણું જેનું પાણી નિકટનાં લોકો પીશે. | عَيْنًۭا يَشْرَبُ بِهَا ٱلْمُقَرَّبُونَ. ﴿28﴾ |
| 29 ૨૯. અપરાધીઓ (દુનિયામાં) ઇમાન વાળોઓની મજાક ઉડાવતા હતા. | إِنَّ ٱلَّذِينَ أَجْرَمُوا۟ كَانُوا۟ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ يَضْحَكُونَ. ﴿29﴾ |
| 30 ૩૦. અને જ્યારે તેમની પાસેથી પસાર થતા તો એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા. | وَإِذَا مَرُّوا۟ بِهِمْ يَتَغَامَزُونَ. ﴿30﴾ |
| 31 ૩૧. અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા પાછા ફરતા હતા. | وَإِذَا ٱنقَلَبُوٓا۟ إِلَىٰٓ أَهْلِهِمُ ٱنقَلَبُوا۟ فَكِهِينَ. ﴿31﴾ |
| 32 ૩૨. અને જ્યારે ઈમાનવાળાઓને જોતા તો કહેતા, ખરેખર આ જ લોકો ગુમરાહ છે. | وَإِذَا رَأَوْهُمْ قَالُوٓا۟ إِنَّ هَٰٓؤُلَآءِ لَضَآلُّونَ. ﴿32﴾ |
| 33 ૩૩. જો કે તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને મોકલવામાં નથી આવ્યા. | وَمَآ أُرْسِلُوا۟ عَلَيْهِمْ حَٰفِظِينَ. ﴿33﴾ |
| 34 ૩૪. બસ! આજે ઇમાનવાળાઓ તે કાફિરો પર હસતા હશે. | فَٱلْيَوْمَ ٱلَّذِينَ ءَامَنُوا۟ مِنَ ٱلْكُفَّارِ يَضْحَكُونَ. ﴿34﴾ |
| 35 ૩૫. ઉચ્ચ આસન પર બેસી તેમની (હાલત) જોઇ રહ્યા હશે. | عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ. ﴿35﴾ |
| 36 ૩૬. કાફિરોને તેમના કર્મોનો જરૂર બદલો આપવામાં આવશે. | هَلْ ثُوِّبَ ٱلْكُفَّارُ مَا كَانُوا۟ يَفْعَلُونَ. ﴿36﴾ |