Loading date... | Loading Hijri date... | Loading time...

الانشقاق

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. જ્યારે આકાશ ફાટી જશે. إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ. ﴿1﴾
2 ૨. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે. وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ. ﴿2﴾
3 ૩. અને જ્યારે જમીન ફેલાવી દેવામાં આવશે. وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ. ﴿3﴾
4 ૪. અને તેમાં જે કંઇ પણ છે, તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે. وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ. ﴿4﴾
5 ૫. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે. وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ. ﴿5﴾
6 ૬. હે માનવી! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ. يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًۭا فَمُلَٰقِيهِ. ﴿6﴾
7 ૭. પછી જેનું કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે. فَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ. ﴿7﴾
8 ૮. તેનો હિસાબ તો ખુબ જ સરળ લેવામાં આવશે. فَسَوْفَ يُحَاسَبُ حِسَابًۭا يَسِيرًۭا. ﴿8﴾
9 ૯. અને તે પોતાના ઘરવાળાઓ તરફ ખુશી ખુશી પાછો ફરશે. وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًۭا. ﴿9﴾
10 ૧૦. હા! જે વ્યક્તિને તેનો કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે. وَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ. ﴿10﴾
11 ૧૧. તો તે નષ્ટતા પોકારશે. فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًۭا. ﴿11﴾
12 ૧૨. અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે. وَيَصْلَىٰ سَعِيرًا. ﴿12﴾
13 ૧૩. તે પોતાના ઘરવાળાઓ સાથે (દુનિયામાં) ઘણો ખુશ હતો. إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا. ﴿13﴾
14 ૧૪. તે સમજતો હતો કે તે ક્યારેય મારી તરફ પાછો નહીં આવે. إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ. ﴿14﴾
15 ૧૫. કેમ નહી આવે, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો. بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًۭا. ﴿15﴾
16 ૧૬. હું સંધ્યાની લાલાશની કસમ ખાઉ છુ. فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ. ﴿16﴾
17 ૧૭. અને રાતની અને જે કઈ તે સમેટે છે. وَٱلَّيْلِ وَمَا وَسَقَ. ﴿17﴾
18 ૧૮. અને ચંદ્રની, જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે. وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ. ﴿18﴾
19 ૧૯. નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ સુધી પહોંચશો. لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍۢ. ﴿19﴾
20 ૨૦. તેમને શું થઇ ગયું છે કે તેઓ ઇમાન નથી લાવતા. فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ. ﴿20﴾
21 ૨૧. અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે, તો સિજદો નથી કરતા. وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ ۩. ﴿21﴾
22 ૨૨. પરંતુ કાફિરો તો જુઠલાવી રહ્યા છે. بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ. ﴿22﴾
23 ૨૩. અને અલ્લાહ તઆલા ખુબ જાણે છે, જે કંઇ તેમના દિલમાં છે. وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ. ﴿23﴾
24 ૨૪. તેઓને દુ:ખદાયક અઝાબની શુભસુચના સંભળાવી દો. فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ. ﴿24﴾
25 ૨૫. હા, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમના માટે એવો બદલો છે, જે ક્યારેય ખતમ નહી થાય. إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ. ﴿25﴾