Loading date... | Loading Hijri date... | Loading time...

البروج

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. બુરૂજોવાળા આકાશની કસમ! وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْبُرُوجِ. ﴿1﴾
2 ૨. અને તે દિવસની, જેનું વચન આપવામાં આવ્યું છે. وَٱلْيَوْمِ ٱلْمَوْعُودِ. ﴿2﴾
3 ૩. હાજર થવાવાળા અને હાજર કરેલાની કસમ! وَشَاهِدٍۢ وَمَشْهُودٍۢ. ﴿3﴾
4 ૪. અલ્લાહની લઅનત છે, તે ખાડા (ખોદનાર) લોકો પર. قُتِلَ أَصْحَٰبُ ٱلْأُخْدُودِ. ﴿4﴾
5 ૫. જેમાં ઇંધણવાળી આગ હતી. ٱلنَّارِ ذَاتِ ٱلْوَقُودِ. ﴿5﴾
6 ૬. જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા. إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌۭ. ﴿6﴾
7 ૭. અને જે કઈ ઈમાનવાળાઓ સાથે કરી રહ્યા હતા, તેને પોતાની સામે જોઇ રહ્યા હતા. وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِٱلْمُؤْمِنِينَ شُهُودٌۭ. ﴿7﴾
8 ૮. અને તે લોકોને ઇમાનવાળાઓની આ જ વાત ખરાબ લાગતી હતી કે તેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા હતા, જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે. وَمَا نَقَمُوا۟ مِنْهُمْ إِلَّآ أَن يُؤْمِنُوا۟ بِٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ. ﴿8﴾
9 ૯. આકાશો અને જમીન પર બાદશાહત તેની જ છે અને દરેક વસ્તુ અલ્લાહ તઆલાની સામે જ છે. ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ شَهِيدٌ. ﴿9﴾
10 ૧૦. જે લોકોએ મોમિન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો, પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમનો અઝાબ છે અને તેમના માટે એવો અઝાબ છે, જે તેમને ભષ્મ કરી દેશે. إِنَّ ٱلَّذِينَ فَتَنُوا۟ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ ثُمَّ لَمْ يَتُوبُوا۟ فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ ٱلْحَرِيقِ. ﴿10﴾
11 ૧૧. નિ:શંક ઇમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમના માટે એવા બગીચા છે, જેની નીચે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે. إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ لَهُمْ جَنَّٰتٌۭ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْكَبِيرُ. ﴿11﴾
12 ૧૨. નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે. إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ. ﴿12﴾
13 ૧૩. તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે. إِنَّهُۥ هُوَ يُبْدِئُ وَيُعِيدُ. ﴿13﴾
14 ૧૪. તે ખૂબ માફ કરવાવાળો અને ખુબ જ મોહબ્બત કરનાર છે. وَهُوَ ٱلْغَفُورُ ٱلْوَدُودُ. ﴿14﴾
15 ૧૫. અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે. ذُو ٱلْعَرْشِ ٱلْمَجِيدُ. ﴿15﴾
16 ૧૬. જે ઇચ્છે, તેને કરી નાખનાર છે. فَعَّالٌۭ لِّمَا يُرِيدُ. ﴿16﴾
17 ૧૭. શું તમારી પાસે સેનાઓની સુચના પહોંચી છે.? هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْجُنُودِ. ﴿17﴾
18 ૧૮. (એટલે કે) ફિરઔન અને ષમૂદના (લશ્કરોની) فِرْعَوْنَ وَثَمُودَ. ﴿18﴾
19 ૧૯. પરંતુ કાફિરો તો જુઠલાવવામાં લાગેલા છે. بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى تَكْذِيبٍۢ. ﴿19﴾
20 ૨૦. અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે. وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطٌۢ. ﴿20﴾
21 ૨૧. પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ. بَلْ هُوَ قُرْءَانٌۭ مَّجِيدٌۭ. ﴿21﴾
22 ૨૨. લૌહે મહફૂઝ માં (લખેલું) છે. فِى لَوْحٍۢ مَّحْفُوظٍۭ. ﴿22﴾