Loading date... | Loading Hijri date... | Loading time...

الطارق

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. કસમ છે,આકાશની અને રાતમાં આવનારની, وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ. ﴿1﴾
2 ૨. તમને શું ખબર કે તે રાતમાં આવનાર શું છે? وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ. ﴿2﴾
3 ૩. તે ચમકતો તારો છે. ٱلنَّجْمُ ٱلثَّاقِبُ. ﴿3﴾
4 ૪. કોઇ (જીવ) એવો નથી, જેના પર એક દેખરેખ રાખનાર (ફરિશ્તો) ન હોય. إِن كُلُّ نَفْسٍۢ لَّمَّا عَلَيْهَا حَافِظٌۭ. ﴿4﴾
5 ૫. માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે. فَلْيَنظُرِ ٱلْإِنسَٰنُ مِمَّ خُلِقَ. ﴿5﴾
6 ૬. તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે. خُلِقَ مِن مَّآءٍۢ دَافِقٍۢ. ﴿6﴾
7 ૭. જે પીઠ અને છાતીનાં હાડકા વચ્ચેથી નીકળે છે. يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ. ﴿7﴾
8 ૮. ખરેખર તે (અલ્લાહ) તેને ફરીવાર જીવિત કરવા પર કુદરત ધરાવે છે. إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌۭ. ﴿8﴾
9 ૯. જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે. يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ. ﴿9﴾
10 ૧૦. માનવી પાસે ન તો પોતાનું બળ હશે અને ન તો કોઈ તેની મદદ કરનાર હશે. فَمَا لَهُۥ مِن قُوَّةٍۢ وَلَا نَاصِرٍۢ. ﴿10﴾
11 ૧૧. કસમ છે આકાશની જે વારંવાર પાણી વરસાવે છે. وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ. ﴿11﴾
12 ૧૨. અને ધરતીની જે ફાટી જાય છે. وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ. ﴿12﴾
13 ૧૩. વાસ્તવમાં આ (કુરઆન) ફેસલો કરનાર વાત છે. إِنَّهُۥ لَقَوْلٌۭ فَصْلٌۭ. ﴿13﴾
14 ૧૪. આ ઠઠ્ઠા-મશ્કરીની વાત નથી. وَمَا هُوَ بِٱلْهَزْلِ. ﴿14﴾
15 ૧૫. ખરેખર આ (કાફિર લોકો) યુક્તિ કરી રહ્યા છે. إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًۭا. ﴿15﴾
16 ૧૬. અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું. وَأَكِيدُ كَيْدًۭا. ﴿16﴾
17 ૧૭. બસ! તમે થોડીક વાર માટે તે કાફીરોને તેમની હાલત પર છોડી દો. فَمَهِّلِ ٱلْكَٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا. ﴿17﴾