Loading date... | Loading Hijri date... | Loading time...

الأعلى

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની તસ્બીહ કરતા રહો. سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى. ﴿1﴾
2 ૨. જેણે સર્જન કર્યુ અને પછી ઠીક-ઠાક કર્યો. ٱلَّذِى خَلَقَ فَسَوَّىٰ. ﴿2﴾
3 ૩. અને જેણે તેનું ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો. وَٱلَّذِى قَدَّرَ فَهَدَىٰ. ﴿3﴾
4 ૪. અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી. وَٱلَّذِىٓ أَخْرَجَ ٱلْمَرْعَىٰ. ﴿4﴾
5 ૫. પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો. فَجَعَلَهُۥ غُثَآءً أَحْوَىٰ. ﴿5﴾
6 ૬. અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો. سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ. ﴿6﴾
7 ૭. તે સિવાય, જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે. إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ وَمَا يَخْفَىٰ. ﴿7﴾
8 ૮. અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું. وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ. ﴿8﴾
9 ૯. તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય. فَذَكِّرْ إِن نَّفَعَتِ ٱلذِّكْرَىٰ. ﴿9﴾
10 ૧૦. જે અલ્લાહથી ડરતો હશે, તો તે શિખામણ ગ્રહણ કરશે. سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ. ﴿10﴾
11 ૧૧. અને જે દુર્ભાગી હશે, તે તેનાથી દૂર રહેશે. وَيَتَجَنَّبُهَا ٱلْأَشْقَى. ﴿11﴾
12 ૧૨. અને જે મોટી આગમાં જશે. ٱلَّذِى يَصْلَى ٱلنَّارَ ٱلْكُبْرَىٰ. ﴿12﴾
13 ૧૩. ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ. ﴿13﴾
14 ૧૪. ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી, જે પવિત્ર થઇ ગયો. قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ. ﴿14﴾
15 ૧૫. અને જેણે પોતાના પાલનહારનું નામ લીધું અને નમાઝ પઢતો રહ્યો. وَذَكَرَ ٱسْمَ رَبِّهِۦ فَصَلَّىٰ. ﴿15﴾
16 ૧૬. પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો. بَلْ تُؤْثِرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا. ﴿16﴾
17 ૧૭. અને આખિરત સર્વોત્તમ અને બાકી રહેવાવાળી છે. وَٱلْءَاخِرَةُ خَيْرٌۭ وَأَبْقَىٰٓ. ﴿17﴾
18 ૧૮. આ વાતો પહેલાના સહિફાઓમાં પણ કહેવામાં આવી હતી. إِنَّ هَٰذَا لَفِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ. ﴿18﴾
19 ૧૯. (એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના સહિફાઓમાં. صُحُفِ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ. ﴿19﴾