الغاشية
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. શું તમારી પાસે છવાઈ જનારી (કયામત) ની વાત પહોંચી? | هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْغَٰشِيَةِ. ﴿1﴾ |
| 2 ૨. તે દિવસે કેટલાક ચહેરા ભયભીત હશે. | وُجُوهٌۭ يَوْمَئِذٍ خَٰشِعَةٌ. ﴿2﴾ |
| 3 ૩. (અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે. | عَامِلَةٌۭ نَّاصِبَةٌۭ. ﴿3﴾ |
| 4 ૪. તેઓ ભડકતી આગમાં જશે. | تَصْلَىٰ نَارًا حَامِيَةًۭ. ﴿4﴾ |
| 5 ૫. અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે. | تُسْقَىٰ مِنْ عَيْنٍ ءَانِيَةٍۢ. ﴿5﴾ |
| 6 ૬. તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ભોજન નહીં હોય. | لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍۢ. ﴿6﴾ |
| 7 ૭. જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે. | لَّا يُسْمِنُ وَلَا يُغْنِى مِن جُوعٍۢ. ﴿7﴾ |
| 8 ૮. અને કેટલાક ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે. | وُجُوهٌۭ يَوْمَئِذٍۢ نَّاعِمَةٌۭ. ﴿8﴾ |
| 9 ૯. પોતાના પ્રયત્નોથી ખુશ હશે. | لِّسَعْيِهَا رَاضِيَةٌۭ. ﴿9﴾ |
| 10 ૧૦. ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે. | فِى جَنَّةٍ عَالِيَةٍۢ. ﴿10﴾ |
| 11 ૧૧. તેમાં કોઇ બકવાસ વાત નહી સાંભળે. | لَّا تَسْمَعُ فِيهَا لَٰغِيَةًۭ. ﴿11﴾ |
| 12 ૧૨. તેમાં એક વહેતુ ઝરણું હશે. | فِيهَا عَيْنٌۭ جَارِيَةٌۭ. ﴿12﴾ |
| 13 ૧૩. (અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે. | فِيهَا سُرُرٌۭ مَّرْفُوعَةٌۭ. ﴿13﴾ |
| 14 ૧૪. તેમાં સામે મુકેલા પ્યાલા (હશે). | وَأَكْوَابٌۭ مَّوْضُوعَةٌۭ. ﴿14﴾ |
| 15 ૧૫. અને એક કતારમાં મુકેલા તકીયા હશે. | وَنَمَارِقُ مَصْفُوفَةٌۭ. ﴿15﴾ |
| 16 ૧૬. અને મખમલી જાજમો ફેલાયેલી હશે. | وَزَرَابِىُّ مَبْثُوثَةٌ. ﴿16﴾ |
| 17 ૧૭. શું તેઓ ઊંટ તરફ જોતા નથી કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યુ છે? | أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلْإِبِلِ كَيْفَ خُلِقَتْ. ﴿17﴾ |
| 18 ૧૮. અને આકાશ તરફ, કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે? | وَإِلَى ٱلسَّمَآءِ كَيْفَ رُفِعَتْ. ﴿18﴾ |
| 19 ૧૯. અને પર્વતો તરફ, કે કઇ રીતે ઠોસી દેવામાં આવ્યા છે? | وَإِلَى ٱلْجِبَالِ كَيْفَ نُصِبَتْ. ﴿19﴾ |
| 20 ૨૦. અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે? | وَإِلَى ٱلْأَرْضِ كَيْفَ سُطِحَتْ. ﴿20﴾ |
| 21 ૨૧. બસ તમે નસીહત કરતા રહો. (કારણકે) તમે તો ફક્ત નસીહત કરનાર છો. | فَذَكِّرْ إِنَّمَآ أَنتَ مُذَكِّرٌۭ. ﴿21﴾ |
| 22 ૨૨. તમે તેમના ઉપર રખેવાળ નથી. | لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ. ﴿22﴾ |
| 23 ૨૩. હા! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને કુફ્ર કરશે. | إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ. ﴿23﴾ |
| 24 ૨૪. તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે. | فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلْعَذَابَ ٱلْأَكْبَرَ. ﴿24﴾ |
| 25 ૨૫. ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે. | إِنَّ إِلَيْنَآ إِيَابَهُمْ. ﴿25﴾ |
| 26 ૨૬. અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે. | ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم. ﴿26﴾ |