الفجر
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. કસમ છે ફજરના સમયની, | وَٱلْفَجْرِ. ﴿1﴾ |
| 2 ૨. અને દસ રાતોની | وَلَيَالٍ عَشْرٍۢ. ﴿2﴾ |
| 3 ૩. અને યુગ્મ અને વિષમની | وَٱلشَّفْعِ وَٱلْوَتْرِ. ﴿3﴾ |
| 4 ૪. અને રાતની, જ્યારે તે જવા લાગે. | وَٱلَّيْلِ إِذَا يَسْرِ. ﴿4﴾ |
| 5 ૫. એક બુધ્ધિશાળી વ્યક્તિને (યકીન અપાવવા) માટે આટલી કસમો પુરતી નથી? | هَلْ فِى ذَٰلِكَ قَسَمٌۭ لِّذِى حِجْرٍ. ﴿5﴾ |
| 6 ૬. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે આદની સાથે કેવો વર્તાવ કર્યો? | أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ. ﴿6﴾ |
| 7 ૭. સ્તંભોવાળા ઇરમની સાથે. | إِرَمَ ذَاتِ ٱلْعِمَادِ. ﴿7﴾ |
| 8 ૮. જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી. | ٱلَّتِى لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى ٱلْبِلَٰدِ. ﴿8﴾ |
| 9 ૯. અને ષમૂદવાળા સાથે (કેવો વર્તાવ કર્યો), જે લોકોએ વાદીમાં પથ્થરો કોતર્યા હતા. | وَثَمُودَ ٱلَّذِينَ جَابُوا۟ ٱلصَّخْرَ بِٱلْوَادِ. ﴿9﴾ |
| 10 ૧૦. અને ફિરઔન સાથે, જે ખુંટાવાળો હતો. | وَفِرْعَوْنَ ذِى ٱلْأَوْتَادِ. ﴿10﴾ |
| 11 ૧૧. આ તે લોકો હતા, જે લોકોએ શહેરોમાં વિદ્રોહ કર્યો હતો. | ٱلَّذِينَ طَغَوْا۟ فِى ٱلْبِلَٰدِ. ﴿11﴾ |
| 12 ૧૨. અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો. | فَأَكْثَرُوا۟ فِيهَا ٱلْفَسَادَ. ﴿12﴾ |
| 13 ૧૩. છેવટે તારા પાલનહારે તેમના પર અઝાબનો કોરડો વરસાવી દીધો. | فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ. ﴿13﴾ |
| 14 ૧૪. હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે. | إِنَّ رَبَّكَ لَبِٱلْمِرْصَادِ. ﴿14﴾ |
| 15 ૧૫. પરતું મનુષ્ય સ્થિતિ એવી હોય છે કે જયારે તેનો પાલનહાર તેને અજમાયશમાં નાખે છે અને તેને ઇઝઝત તેમજ નેઅમતો આપે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ સન્માન કર્યું. | فَأَمَّا ٱلْإِنسَٰنُ إِذَا مَا ٱبْتَلَىٰهُ رَبُّهُۥ فَأَكْرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَكْرَمَنِ. ﴿15﴾ |
| 16 ૧૬. અને જ્યારે તેને અજમાયશમાં અનાખી, તેની રોજી તંગ કરી દે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ અપમાન કર્યું. | وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَٰنَنِ. ﴿16﴾ |
| 17 ૧૭. (આવું કરવું યોગ્ય નથી) પરંતુ (વાત એવી છે) કે તમે જ અનાથનો આદર નથી કરતા. | كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ ٱلْيَتِيمَ. ﴿17﴾ |
| 18 ૧૮. અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી. | وَلَا تَحَٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ. ﴿18﴾ |
| 19 ૧૯. અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો. | وَتَأْكُلُونَ ٱلتُّرَاثَ أَكْلًۭا لَّمًّۭا. ﴿19﴾ |
| 20 ૨૦. અને માલથી ખુબ પ્રેમ કરો છો. | وَتُحِبُّونَ ٱلْمَالَ حُبًّۭا جَمًّۭا. ﴿20﴾ |
| 21 ૨૧. કદાપિ નહીં, જ્યારે ધરતી ચૂરે ચૂરા કરીને બરાબર કરી દેવામાં આવશે. | كَلَّآ إِذَا دُكَّتِ ٱلْأَرْضُ دَكًّۭا دَكًّۭا. ﴿21﴾ |
| 22 ૨૨. અને તમારો પાલનહાર અને કતારબંધ ફરિશ્તાઓ (હશ્રના મેદાનમાં) આવશે. | وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّۭا صَفًّۭا. ﴿22﴾ |
| 23 ૨૩. અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે, તે સમયે માનવે નસીહત તો કબુલ કરશે, પરતું તે દિવસે નસીહત કબુલ કરવું તેને કઈ ફાયદો નહીં પહોચાડે. | وَجِا۟ىٓءَ يَوْمَئِذٍۭ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍۢ يَتَذَكَّرُ ٱلْإِنسَٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكْرَىٰ. ﴿23﴾ |
| 24 ૨૪. અને તે કહેશે કે કાશ! મેં પોતાના આ જીવન માટે કંઇ આગળ મોકલ્યું હોત. | يَقُولُ يَٰلَيْتَنِى قَدَّمْتُ لِحَيَاتِى. ﴿24﴾ |
| 25 ૨૫. બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય. | فَيَوْمَئِذٍۢ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌۭ. ﴿25﴾ |
| 26 ૨૬. અને જે રીતે પકડી શકે છે, તેના જેવી પકડ કોઈ નથી કરી શકતું. | وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌۭ. ﴿26﴾ |
| 27 ૨૭. ઓ સંતોષી જીવ! | يَٰٓأَيَّتُهَا ٱلنَّفْسُ ٱلْمُطْمَئِنَّةُ. ﴿27﴾ |
| 28 ૨૮. તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન હોય. | ٱرْجِعِىٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةًۭ مَّرْضِيَّةًۭ. ﴿28﴾ |
| 29 ૨૯. બસ મારા નેક બંદાઓ સાથે થઇ જા. | فَٱدْخُلِى فِى عِبَٰدِى. ﴿29﴾ |
| 30 ૩૦. અને મારી જન્નતમાં દાખલ થઇ જા. | وَٱدْخُلِى جَنَّتِى. ﴿30﴾ |