البلد
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. હું આ શહેર (મક્કા)ની કસમ ખાઉં છું. | لَآ أُقْسِمُ بِهَٰذَا ٱلْبَلَدِ. ﴿1﴾ |
| 2 ૨. જ્યારે કે તમે આ શહેરમાં રહો છો. | وَأَنتَ حِلٌّۢ بِهَٰذَا ٱلْبَلَدِ. ﴿2﴾ |
| 3 ૩. અને માનવીઓના પિતા અને સંતાનની કસમ! | وَوَالِدٍۢ وَمَا وَلَدَ. ﴿3﴾ |
| 4 ૪. નિ:શંક અમે માનવીનું સર્જન (ખુબ જ) કષ્ટમાં કર્યુ, | لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ فِى كَبَدٍ. ﴿4﴾ |
| 5 ૫. શું તે એમ સમજે છે કે કે તેના પર કોઇ કાબુ નહીં કરી શકે? | أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌۭ. ﴿5﴾ |
| 6 ૬. કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું. | يَقُولُ أَهْلَكْتُ مَالًۭا لُّبَدًا. ﴿6﴾ |
| 7 ૭. શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી? | أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُۥٓ أَحَدٌ. ﴿7﴾ |
| 8 ૮. શું અમે તેની બન્ને આંખો નથી બનાવી. | أَلَمْ نَجْعَل لَّهُۥ عَيْنَيْنِ. ﴿8﴾ |
| 9 ૯. અને એક જબાન અને બે હોઠ (નથી બનાવ્યા)? | وَلِسَانًۭا وَشَفَتَيْنِ. ﴿9﴾ |
| 10 ૧૦. અમે તેને બન્ને માર્ગ દેખાડી દીધા છે. | وَهَدَيْنَٰهُ ٱلنَّجْدَيْنِ. ﴿10﴾ |
| 11 ૧૧. પરંતુ તે ઘાટીમાં પસાર ન થઇ શક્યો. | فَلَا ٱقْتَحَمَ ٱلْعَقَبَةَ. ﴿11﴾ |
| 12 ૧૨. અને તમને શું ખબર કે તે ઘાટી શું છે? | وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْعَقَبَةُ. ﴿12﴾ |
| 13 ૧૩. તે છે, કોઈ ગુલામને મુક્ત કરાવવું. | فَكُّ رَقَبَةٍ. ﴿13﴾ |
| 14 ૧૪. અથવા તો ભુખમરાના દિવસે ભોજન કરાવવું. | أَوْ إِطْعَٰمٌۭ فِى يَوْمٍۢ ذِى مَسْغَبَةٍۢ. ﴿14﴾ |
| 15 ૧૫. કોઇ સંબધી અનાથને | يَتِيمًۭا ذَا مَقْرَبَةٍ. ﴿15﴾ |
| 16 ૧૬. અથવા તો રઝળતા લાચારને. | أَوْ مِسْكِينًۭا ذَا مَتْرَبَةٍۢ. ﴿16﴾ |
| 17 ૧૭. ફરી તે લોકો માંથી થઇ જતો, જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરતા રહ્યા. | ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ وَتَوَاصَوْا۟ بِٱلْمَرْحَمَةِ. ﴿17﴾ |
| 18 ૧૮. આ જ તે લોકો છે, જે સારા નસીબવાળા છે. | أُو۟لَٰٓئِكَ أَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ. ﴿18﴾ |
| 19 ૧૯. અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુર્ભાગી લોકો છે. | وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَٰتِنَا هُمْ أَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ. ﴿19﴾ |
| 20 ૨૦. તેમના માટે આગ હશે. જે ચારેય બાજુથી બંધ કરી દેવામાં આવી છે. | عَلَيْهِمْ نَارٌۭ مُّؤْصَدَةٌۢ. ﴿20﴾ |