Loading date... | Loading Hijri date... | Loading time...

الشمس

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. સૂર્ય અને તેના તડકાની કસમ! وَٱلشَّمْسِ وَضُحَىٰهَا. ﴿1﴾
2 ૨. અને ચદ્રની, જ્યારે તે તેની પાછળ આવે. وَٱلْقَمَرِ إِذَا تَلَىٰهَا. ﴿2﴾
3 ૩. અને દિવસની કસમ, જ્યારે તે સૂર્યને પ્રગટ કરે. وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا. ﴿3﴾
4 ૪. અને રાતની કસમ, જ્યારે તે તેને ઢાકી દેં. وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰهَا. ﴿4﴾
5 ૫. કસમ છે આકાશની અને તે હસ્તીની જેણે તેને બનાવ્યું. وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا. ﴿5﴾
6 ૬. અને ધરતીની કસમ, અને તે હસ્તીની જેણે તેને પાથરી દીધી. وَٱلْأَرْضِ وَمَا طَحَىٰهَا. ﴿6﴾
7 ૭. કસમ છે, પ્રાણની અને તેની, જેણે તેને ઠીક કરી બનાવ્યું. وَنَفْسٍۢ وَمَا سَوَّىٰهَا. ﴿7﴾
8 ૮. પછી તેના દિલમાં તે વાતો પણ નાખી દીધી, જે તેના માટે ખરાબ હોય અને તે વાતો પણ, જે તેના માટે ડરવાવાળી હોય. فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا. ﴿8﴾
9 ૯. સફળ તે બની ગયો, જેણે પોતાના મનને સુધારી દીધું. قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا. ﴿9﴾
10 ૧૦. અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا. ﴿10﴾
11 ૧૧. (કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે (સત્યને) જુઠલાવ્યું. كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَىٰهَآ. ﴿11﴾
12 ૧૨. જ્યારે તેમના માંનો મોટો દુર્ભાગી વ્યક્તિ ઉભો થયો. إِذِ ٱنۢبَعَثَ أَشْقَىٰهَا. ﴿12﴾
13 ૧૩. તેમને અલ્લાહના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો). فَقَالَ لَهُمْ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقْيَٰهَا. ﴿13﴾
14 ૧૪. તે લોકોએ પોતાના પયગંબરને જુઠલાવ્યા, તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર એવી આપત્તિ ઉતારી કે તેમને નષ્ટ કરી સપાટ કરી દીધા. فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا. ﴿14﴾
15 ૧૫. અને તે આવી નષ્ટતાના પરિણામથી ડરતો નથી. وَلَا يَخَافُ عُقْبَٰهَا. ﴿15﴾