Loading date... | Loading Hijri date... | Loading time...

الليل

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય. وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰ. ﴿1﴾
2 ૨. કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય. وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ. ﴿2﴾
3 ૩. તે હસ્તીની કસમ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ. وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ. ﴿3﴾
4 ૪. નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે. إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ. ﴿4﴾
5 ૫. પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો. فَأَمَّا مَنْ أَعْطَىٰ وَٱتَّقَىٰ. ﴿5﴾
6 ૬. અને સારી વાતોની પુષ્ટિ કરી. وَصَدَّقَ بِٱلْحُسْنَىٰ. ﴿6﴾
7 ૭. તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું. فَسَنُيَسِّرُهُۥ لِلْيُسْرَىٰ. ﴿7﴾
8 ૮. પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો. وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسْتَغْنَىٰ. ﴿8﴾
9 ૯. અને સારી વાતોને જુઠલાવી وَكَذَّبَ بِٱلْحُسْنَىٰ. ﴿9﴾
10 ૧૦. તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું. فَسَنُيَسِّرُهُۥ لِلْعُسْرَىٰ. ﴿10﴾
11 ૧૧. અને જ્યારે તે (જહન્નમમાં) પડશે, તેનું ધન તેને કઈ કામમાં નહીં આવે. وَمَا يُغْنِى عَنْهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ. ﴿11﴾
12 ૧૨. નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે. إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ. ﴿12﴾
13 ૧૩. અને આખિરત તેમજ દુનિયા (બન્નેના) માલિક અમે જ છે. وَإِنَّ لَنَا لَلْءَاخِرَةَ وَٱلْأُولَىٰ. ﴿13﴾
14 ૧૪. મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે. فَأَنذَرْتُكُمْ نَارًۭا تَلَظَّىٰ. ﴿14﴾
15 ૧૫. જેમાં ફકત વિદ્રોહી જ દાખલ થશે. لَا يَصْلَىٰهَآ إِلَّا ٱلْأَشْقَى. ﴿15﴾
16 ૧૬. જેણે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું. ٱلَّذِى كَذَّبَ وَتَوَلَّىٰ. ﴿16﴾
17 ૧૭. અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે. وَسَيُجَنَّبُهَا ٱلْأَتْقَى. ﴿17﴾
18 ૧૮. જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે. ٱلَّذِى يُؤْتِى مَالَهُۥ يَتَزَكَّىٰ. ﴿18﴾
19 ૧૯. તેના અપર કોઈનો કઈ અહેસાન ન હતો, જેનો તે બદલો ચૂકવતો. وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعْمَةٍۢ تُجْزَىٰٓ. ﴿19﴾
20 ૨૦. પરંતુ તેણે પોતાના સર્વોચ્ચ પાલનહારની પ્રસન્નતા માટે (માલ ખર્ચ કર્યો.) إِلَّا ٱبْتِغَآءَ وَجْهِ رَبِّهِ ٱلْأَعْلَىٰ. ﴿20﴾
21 ૨૧. નિ:શંક નજીક માંજ તે ખુશ થઇ જશે. وَلَسَوْفَ يَرْضَىٰ. ﴿21﴾