الشرح
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી? | أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ. ﴿1﴾ |
| 2 ૨. અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો. | وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ. ﴿2﴾ |
| 3 ૩. જેણે તમારી પીઠ તોડી નાખી હતી. | ٱلَّذِىٓ أَنقَضَ ظَهْرَكَ. ﴿3﴾ |
| 4 ૪. અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી. | وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ. ﴿4﴾ |
| 5 ૫. બસ! નિ:શંક તંગીની સાથે સરળતા છે. | فَإِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًا. ﴿5﴾ |
| 6 ૬. ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે. | إِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًۭا. ﴿6﴾ |
| 7 ૭. બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો. | فَإِذَا فَرَغْتَ فَٱنصَبْ. ﴿7﴾ |
| 8 ૮. અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ. | وَإِلَىٰ رَبِّكَ فَٱرْغَب. ﴿8﴾ |