Loading date... | Loading Hijri date... | Loading time...

التين

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. અંજીર અને જેતૂનની કસમ! وَٱلتِّينِ وَٱلزَّيْتُونِ. ﴿1﴾
2 ૨. અને તૂરે સૈનાની કસમ! وَطُورِ سِينِينَ. ﴿2﴾
3 ૩. અને તે શાંતિવાળા શહેર(મક્કા) ની. وَهَٰذَا ٱلْبَلَدِ ٱلْأَمِينِ. ﴿3﴾
4 ૪. નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ. لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ فِىٓ أَحْسَنِ تَقْوِيمٍۢ. ﴿4﴾
5 ૫. પછી તેને નીચામાં નીચો કરી દીધો. ثُمَّ رَدَدْنَٰهُ أَسْفَلَ سَٰفِلِينَ. ﴿5﴾
6 ૬. પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે, જે કદાપિ ખત્મ નહીં થાય. إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۢ. ﴿6﴾
7 ૭. બસ! (હે માનવી) ત્યારપછી તે કઈ વસ્તુ છે, જે તને બદલાના દિવસને જુઠલાવવા પર ઉભારે છે. فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِٱلدِّينِ. ﴿7﴾
8 ૮. શું અલ્લાહ તઆલા (બધા) હાકિમો કરતા મહાન હાકિમ નથી? أَلَيْسَ ٱللَّهُ بِأَحْكَمِ ٱلْحَٰكِمِينَ. ﴿8﴾