العلق
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી. કર્યુ. | ٱقْرَأْ بِٱسْمِ رَبِّكَ ٱلَّذِى خَلَقَ. ﴿1﴾ |
| 2 ૨. જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ. | خَلَقَ ٱلْإِنسَٰنَ مِنْ عَلَقٍ. ﴿2﴾ |
| 3 ૩. પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે. | ٱقْرَأْ وَرَبُّكَ ٱلْأَكْرَمُ. ﴿3﴾ |
| 4 ૪. જેણે પેન વડે (જ્ઞાન) શીખવાડયું. | ٱلَّذِى عَلَّمَ بِٱلْقَلَمِ. ﴿4﴾ |
| 5 ૫. માનવીને તે કઈ શીખવાડયું, જે તે નહતો જાણતો . | عَلَّمَ ٱلْإِنسَٰنَ مَا لَمْ يَعْلَمْ. ﴿5﴾ |
| 6 ૬. ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે. | كَلَّآ إِنَّ ٱلْإِنسَٰنَ لَيَطْغَىٰٓ. ﴿6﴾ |
| 7 ૭. એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે. | أَن رَّءَاهُ ٱسْتَغْنَىٰٓ. ﴿7﴾ |
| 8 ૮. ખરેખર (તમારે) પોતાના પાલનહાર તરફ પાછા ફરવાનું છે. | إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجْعَىٰٓ. ﴿8﴾ |
| 9 ૯. શું તમે તે વ્યક્તિને જોયો, જે રોકે છે. | أَرَءَيْتَ ٱلَّذِى يَنْهَىٰ. ﴿9﴾ |
| 10 ૧૦. જ્યારે કે તે બંદો નમાઝ પઢતો હોય છે. | عَبْدًا إِذَا صَلَّىٰٓ. ﴿10﴾ |
| 11 ૧૧. થોડુંક વિચારો! જો તે બંદો હિદાયત પર હોય, | أَرَءَيْتَ إِن كَانَ عَلَى ٱلْهُدَىٰٓ. ﴿11﴾ |
| 12 ૧૨. અથવા તો તક્વાનો આદેશ આપતો હોય. (તો શું તેને રોકવું ગુમરાહી નથી)? | أَوْ أَمَرَ بِٱلتَّقْوَىٰٓ. ﴿12﴾ |
| 13 ૧૩. અને થોડો વિચાર કરો (તે રોકનાર) જો તે સત્ય વાત જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય, | أَرَءَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ. ﴿13﴾ |
| 14 ૧૪. તો શું તે નથી જાણતો કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે. | أَلَمْ يَعْلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ. ﴿14﴾ |
| 15 ૧૫. કદાપિ નહી, જો તે આવું જ કરતો રહેશે, તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું. | كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًۢا بِٱلنَّاصِيَةِ. ﴿15﴾ |
| 16 ૧૬. એવુ કપાળ, જે જુઠ્ઠુ પાપી છે. | نَاصِيَةٍۢ كَٰذِبَةٍ خَاطِئَةٍۢ. ﴿16﴾ |
| 17 ૧૭. હવે તે પોતાના મજલીસ વાળાઓને બોલાવી લે. | فَلْيَدْعُ نَادِيَهُۥ. ﴿17﴾ |
| 18 ૧૮. અમે પણ (અઝાબના) ફરિશ્તાઓને બોલાવી લઇશું. | سَنَدْعُ ٱلزَّبَانِيَةَ. ﴿18﴾ |
| 19 ૧૯. ક્યારેય નહી,! તેની વાત કદાપિ ન માનશો. અને સિજદો કરી (પોતાના પાલનહારની) નિકટતા પ્રાપ્ત કરો. | كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب ۩. ﴿19﴾ |