القدر
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ. | إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ. ﴿1﴾ |
| 2 ૨. અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે? | وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ. ﴿2﴾ |
| 3 ૩. કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે. | لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌۭ مِّنْ أَلْفِ شَهْرٍۢ. ﴿3﴾ |
| 4 ૪. તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે. | تَنَزَّلُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍۢ. ﴿4﴾ |
| 5 ૫. આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે). | سَلَٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ. ﴿5﴾ |