الزلزلة
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે. | إِذَا زُلْزِلَتِ ٱلْأَرْضُ زِلْزَالَهَا. ﴿1﴾ |
| 2 ૨. અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે. | وَأَخْرَجَتِ ٱلْأَرْضُ أَثْقَالَهَا. ﴿2﴾ |
| 3 ૩. માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે? | وَقَالَ ٱلْإِنسَٰنُ مَا لَهَا. ﴿3﴾ |
| 4 ૪. તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે. | يَوْمَئِذٍۢ تُحَدِّثُ أَخْبَارَهَا. ﴿4﴾ |
| 5 ૫. એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે. | بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا. ﴿5﴾ |
| 6 ૬. તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે. | يَوْمَئِذٍۢ يَصْدُرُ ٱلنَّاسُ أَشْتَاتًۭا لِّيُرَوْا۟ أَعْمَٰلَهُمْ. ﴿6﴾ |
| 7 ૭. બસ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે. | فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًۭا يَرَهُۥ. ﴿7﴾ |
| 8 ૮. અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે. | وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍۢ شَرًّۭا يَرَهُۥ. ﴿8﴾ |