Sunday, 11 October 2026 Hijri: — 08:25:25 pm
MalayalamQuran.in
ജോലിയിൽ നിന്ന് പിരിച്ചുവിട്ടു, നടപടിക്ക് മുൻകൈ എടുത്തയാളുടെ പേരക്കുട്ടിയെ ക്രൂരമായി കൊലപ്പെടുത്തി, മുൻ സെക്യൂരിറ്റി ജീവനക്കാരനായി തെരച്ചിൽ — Asianet News Malayalam മുത്തശ്ശിയുടെ മരണം: ദീപ്കെയ്ക്ക് എല്ലാസഹായവും വാ​ഗ്ദാനം ചെയ്തെന്ന് ഡൽഹി പൊലീസ്; പൊലീസിന്റെ വാദങ്ങൾ തെറ്റെന്ന് ദീപ്കെ, ഫോൺ പോലും നൽകിയില്ല — Asianet News Malayalam തന്റേത് കസ്റ്റഡി ആയിരുന്നില്ല, തട്ടിക്കൊണ്ടുപോകൽ, ഇന്ത്യയിൽ അപ്രഖ്യാപിത അടിയന്തരാവസ്ഥ, രൂക്ഷവിമർശനവുമായി ധ്രുവ് റാഠി — Asianet News Malayalam ജോലിയിൽ നിന്ന് പിരിച്ചുവിട്ടു, നടപടിക്ക് മുൻകൈ എടുത്തയാളുടെ പേരക്കുട്ടിയെ ക്രൂരമായി കൊലപ്പെടുത്തി, മുൻ സെക്യൂരിറ്റി ജീവനക്കാരനായി തെരച്ചിൽ — Asianet News Malayalam മുത്തശ്ശിയുടെ മരണം: ദീപ്കെയ്ക്ക് എല്ലാസഹായവും വാ​ഗ്ദാനം ചെയ്തെന്ന് ഡൽഹി പൊലീസ്; പൊലീസിന്റെ വാദങ്ങൾ തെറ്റെന്ന് ദീപ്കെ, ഫോൺ പോലും നൽകിയില്ല — Asianet News Malayalam തന്റേത് കസ്റ്റഡി ആയിരുന്നില്ല, തട്ടിക്കൊണ്ടുപോകൽ, ഇന്ത്യയിൽ അപ്രഖ്യാപിത അടിയന്തരാവസ്ഥ, രൂക്ഷവിമർശനവുമായി ധ്രുവ് റാഠി — Asianet News Malayalam
Quran translation reader

അൽ ഇൻസാൻ الإنسان Al-Insan

Surah 76 മദനിയ്യ • مدنية • Madaniyah 31 ആയത്തുകൾ • 31 Ayahs

സൂറത്ത് അൽ ഇൻസാൻ (Al-Insan), ഖുർആൻ അധ്യായം 76 — അറബി ആയത്തുകളും ગુજરાતી വിവർത്തനവും ഉൾപ്പെടെ 31 ആയത്തുകൾ വായിക്കുക. Read Surah Al-Insan with Arabic text and ગુજરાતી translation.

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1

૧. શું માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે, જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો.

هَلۡ أَتَىٰ عَلَى ٱلۡإِنسَٰنِ حِينٞ مِّنَ ٱلدَّهۡرِ لَمۡ يَكُن شَيۡـٔٗا مَّذۡكُورًا ۝١
2

૨. નિ:શંક અમે માનવીને મિશ્રિત વીર્યના ટીપામાંથી પૈદા કર્યો. અને તેને સાંભળવવાળો, જોવાવાળો બનાવ્યો.

إِنَّا خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ مِن نُّطۡفَةٍ أَمۡشَاجٖ نَّبۡتَلِيهِ فَجَعَلۡنَٰهُ سَمِيعَۢا بَصِيرًا ۝٢
3

૩. અમે તેને માર્ગ બતાવ્યો, હવે ચાહે તો તે આભારી બને અથવા તો કૃતધ્ની.

إِنَّا هَدَيۡنَٰهُ ٱلسَّبِيلَ إِمَّا شَاكِرٗا وَإِمَّا كَفُورًا ۝٣
4

૪. નિ:શંક અમે કાફીરો માટે સાંકળો અને તોક અને ભભૂકતી આગ તૈયાર કરી રાખી છે.

إِنَّآ أَعۡتَدۡنَا لِلۡكَٰفِرِينَ سَلَٰسِلَاْ وَأَغۡلَٰلٗا وَسَعِيرًا ۝٤
5

૫. નિ:શંક સદાચારી લોકો શરાબના તે જામ પીશે. જેનું મિશ્ર્રણ કપૂરનું હશે.

إِنَّ ٱلۡأَبۡرَارَ يَشۡرَبُونَ مِن كَأۡسٖ كَانَ مِزَاجُهَا كَافُورًا ۝٥
6

૬. જે એક ઝરણું છે, જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની શાખાઓ જ્યાં ઈચ્છશે, ત્યાં કાઢી લઇ જશે.

عَيۡنٗا يَشۡرَبُ بِهَا عِبَادُ ٱللَّهِ يُفَجِّرُونَهَا تَفۡجِيرٗا ۝٦
7

૭. આ તે લોકો હશે, જેઓ પોતાની નઝર પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે, જેની આપત્તિ ચારેય બાજુ ફેલાયેલી હશે.

يُوفُونَ بِٱلنَّذۡرِ وَيَخَافُونَ يَوۡمٗا كَانَ شَرُّهُۥ مُسۡتَطِيرٗا ۝٧
8

૮. અને પોતે ખાવાની મનેચ્છા હોવા છતાં તેઓ લાચાર, અનાથ અને કેદીઓને ખવડાવી દે છે.

وَيُطۡعِمُونَ ٱلطَّعَامَ عَلَىٰ حُبِّهِۦ مِسۡكِينٗا وَيَتِيمٗا وَأَسِيرًا ۝٨
9

૯. અમે તેમને કહે છે કે અમે તો ફક્ત અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે તમને ખવડાવીએ છીએ. અમે તમારી પાસે કોઈ બદલો નથી માંગતા અને ન તો કોઈ આભાર ઈચ્છીએ છીએ.

إِنَّمَا نُطۡعِمُكُمۡ لِوَجۡهِ ٱللَّهِ لَا نُرِيدُ مِنكُمۡ جَزَآءٗ وَلَا شُكُورًا ۝٩
10

૧૦. નિ:શંક અમે પોતાના પાલનહારથી તે દિવસ નો ડર રાખીએ છીએ, જે દિવસે ચહેરા અત્યંત નાખુશ હશે.

إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوۡمًا عَبُوسٗا قَمۡطَرِيرٗا ۝١٠
11

૧૧. બસ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લેશે અને તેમને તાજગી અને ખુશી પહોંચાડશે.

فَوَقَىٰهُمُ ٱللَّهُ شَرَّ ذَٰلِكَ ٱلۡيَوۡمِ وَلَقَّىٰهُمۡ نَضۡرَةٗ وَسُرُورٗا ۝١١
12

૧૨. અને તેમને તેમના સબરના બદલામાં જન્નત અને રેશમી પોશાક આપશે.

وَجَزَىٰهُم بِمَا صَبَرُواْ جَنَّةٗ وَحَرِيرٗا ۝١٢
13

૧૩. તે ત્યાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે, ન તો ત્યાં તડકો જોશે ન તો ઠંડીની ઉગ્રતા.

مُّتَّكِـِٔينَ فِيهَا عَلَى ٱلۡأَرَآئِكِۖ لَا يَرَوۡنَ فِيهَا شَمۡسٗا وَلَا زَمۡهَرِيرٗا ۝١٣
14

૧૪. તે જન્નતોમાં વ્રુક્ષોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે.

وَدَانِيَةً عَلَيۡهِمۡ ظِلَٰلُهَا وَذُلِّلَتۡ قُطُوفُهَا تَذۡلِيلٗا ۝١٤
15

૧૫. અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામના પ્યાલા ફેરવવામાં આવશે, જે કાચના હશે.

وَيُطَافُ عَلَيۡهِم بِـَٔانِيَةٖ مِّن فِضَّةٖ وَأَكۡوَابٖ كَانَتۡ قَوَارِيرَا۠ ۝١٥
16

૧૬. કાચ પણ એવા, જે ચાંદીના હશે અને તેને એક ખાસ પદ્ધતિથી બનાવ્યા હશે.

قَوَارِيرَاْ مِن فِضَّةٖ قَدَّرُوهَا تَقۡدِيرٗا ۝١٦
17

૧૭. અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે, જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) હશે.

وَيُسۡقَوۡنَ فِيهَا كَأۡسٗا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا ۝١٧
18

૧૮. આ જન્નતમાં એક ઝરણું હશે, જેનું નામ સલસબીલ છે.

عَيۡنٗا فِيهَا تُسَمَّىٰ سَلۡسَبِيلٗا ۝١٨
19

૧૯. અને તેમની એવા માટે એવા બાળકો ફરતા હશે, જેં હંમેશા બાળકો જ રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે.

۞ وَيَطُوفُ عَلَيۡهِمۡ وِلۡدَٰنٞ مُّخَلَّدُونَ إِذَا رَأَيۡتَهُمۡ حَسِبۡتَهُمۡ لُؤۡلُؤٗا مَّنثُورٗا ۝١٩
20

૨૦. તમે જ્યાં પણ નજર દોડાવશો, નેઅમતો જ નેઅમતો જોશો અને મહાન સત્તાને જોશો.

وَإِذَا رَأَيۡتَ ثَمَّ رَأَيۡتَ نَعِيمٗا وَمُلۡكٗا كَبِيرًا ۝٢٠
21

૨૧. તેમના શરીરો પર પાતળા રેશમના લીલા કપડા હશે અને તેમને ચાંદીના કંગનના આભૂષણ પહેરાવવામાં આવશે અને તેમને તેમનો પાલનહાર શુધ્ધ પવિત્ર શરાબ પીવડાવશે.

عَٰلِيَهُمۡ ثِيَابُ سُندُسٍ خُضۡرٞ وَإِسۡتَبۡرَقٞۖ وَحُلُّوٓاْ أَسَاوِرَ مِن فِضَّةٖ وَسَقَىٰهُمۡ رَبُّهُمۡ شَرَابٗا طَهُورًا ۝٢١
22

૨૨. (કહેવામાં આવશે) કે આ છે, તમારા કાર્યોનો બદલો અને તમારા પ્રયાસોની કદર કરવામાં આવી.

إِنَّ هَٰذَا كَانَ لَكُمۡ جَزَآءٗ وَكَانَ سَعۡيُكُم مَّشۡكُورًا ۝٢٢
23

૨૩. (હે નબી) અમે જ આ કુરઆન તમારા પર થોડું થોડું કરીને ઉતાર્યું છે.

إِنَّا نَحۡنُ نَزَّلۡنَا عَلَيۡكَ ٱلۡقُرۡءَانَ تَنزِيلٗا ۝٢٣
24

૨૪. એટલા માટે તમે પોતાના પાલનહારના આદેશ પ્રમાણે સબર કરો અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ન માનશો.

فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تُطِعۡ مِنۡهُمۡ ءَاثِمًا أَوۡ كَفُورٗا ۝٢٤
25

૨૫. અને સવાર-સાંજ પોતાના પાલનહારનું નામ યાદ કરતા રહો.

وَٱذۡكُرِ ٱسۡمَ رَبِّكَ بُكۡرَةٗ وَأَصِيلٗا ۝٢٥
26

૨૬. અને રાતના સમયે પણ તેની સામે સિજદા કરો અને રાતનો વધુ ભાગ તેની તસ્બીહ કરતાં રહો.

وَمِنَ ٱلَّيۡلِ فَٱسۡجُدۡ لَهُۥ وَسَبِّحۡهُ لَيۡلٗا طَوِيلًا ۝٢٦
27

૨૭. નિ:શંક આ લોકો ઝડપથી મળવાવાળી (દુનિયા) ને ચાહે છે. અને તેમની આગળ એક ભારે દિવસને છોડી દે છે.

إِنَّ هَٰٓؤُلَآءِ يُحِبُّونَ ٱلۡعَاجِلَةَ وَيَذَرُونَ وَرَآءَهُمۡ يَوۡمٗا ثَقِيلٗا ۝٢٧
28

૨૮. અમે જ તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લઈ આવીશું.

نَّحۡنُ خَلَقۡنَٰهُمۡ وَشَدَدۡنَآ أَسۡرَهُمۡۖ وَإِذَا شِئۡنَا بَدَّلۡنَآ أَمۡثَٰلَهُمۡ تَبۡدِيلًا ۝٢٨
29

૨૯. ખરેખર આ (કુરઆન) તો એક શિખામણ છે, બસ ! જે ઇચ્છે પોતાના પાલનહારના માર્ગ પર ચાલે.

إِنَّ هَٰذِهِۦ تَذۡكِرَةٞۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلٗا ۝٢٩
30

૩૦. અને તમે તેની જ ઈચ્છા કરી શકો છો, જે અલ્લાહ ઈચ્છતો હોય, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને હિકમતવાળો છે.

وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمٗا ۝٣٠
31

૩૧. જેને ઇચ્છે, તેને પોતાની કૃપામાં દાખલ કરી લે છે . અને જાલિમ લોકો માટે તેણે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.

يُدۡخِلُ مَن يَشَآءُ فِي رَحۡمَتِهِۦۚ وَٱلظَّٰلِمِينَ أَعَدَّ لَهُمۡ عَذَابًا أَلِيمَۢا ۝٣١